SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ સમદના નામો ઘયવરીવો-ધૂતવરદ્વીપ છો-છો યુરો-ઈલ્લુરસ દ્વીપ સમોસાતમે મનમો-આઠમે રીસરો–નંદીશ્વર દ્વીપ ગળો-અરુણદ્વીપ નવો-નવમો ફુવારૂઇત્યાદિ વિજ્ઞા-અસંખ્યાતા થર્થ–પહેલે જંબુદ્વિીપ, બીજે ધાતકીખંડ. ત્રીજો પુષ્કરદ્વીપ એથે વારૂણીવર દ્વીપ, પાંચમો ક્ષીરવર દ્વીપ, કે ૬ . છઠ્ઠો વૃતવર દ્વીપ, સાતમે ઈશુ રસ દ્વીપ, આઠમે નંદીશ્વર દ્વીપ અને નવમે અરૂણદ્વીપ ઈત્યાદિ અસંખ્યાતા દ્વીપ છે ! ૭ [એ કેવળ દ્વીપનાંજ નામ કહ્યાં છે.] વિસ્તરાર્થ-દ્વીપનાં એ નામે ગુણવાચક છે, પરંતુ સંજ્ઞા માત્ર નથી, કારણ કે જંબૂ દ્વીપમાં એના અધિપતિ અનાદતદેવને નિવાસ કરવા ગ્ય શાશ્વત જંબૂવૃક્ષ નામનું મહાવૃક્ષ છે કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, તેવી રીતે ધાતકીખંડમાં એ ખંડના અધિપતિ દેવનું ધાતકી નામનું શાશ્વત મહાવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તેવા પ્રકારનાં વિશિષ્ટ પુન્નર એટલે કમળે ઘણાં છે માટે પુષ્કર નામ છે. ચેથા વારૂણીવર કંપની વાવડીઓ વિગેરે જળાશયમાં [વાહff=મદિરા –ઉત્તર એટલે] ઉત્તમ મદિરા સરખું જળ હોવાથી વારૂણીવર દ્વીપ નામ છે. ક્ષીરવર દ્વીપની વાવડીએ વિગેરેમાં ઉત્તમ ક્ષીર=દુધ સરખું જળ છે, વૃતવરદ્વીપમાં ઉત્તમ ઘી સરખા આસ્વાદયુક્ત જળવાળી વાવડીઓ છે, ઈક્ષરસઃશેરડીના રસ સરખી છે, તથા નંદી=વૃદ્ધિ સમૃદ્ધિ વડે ઈશ્વર= દેદીપ્યમાન (સ્કુરાયમાન) હોવાથી આઠમે નંદીશ્વર દ્વીપ છે, અને અરૂણ=રક્ત કમળોની વિશેષતાદિ કારણથી અરૂણદ્વીપ નામ છે, એ પ્રમાણે સર્વે દ્વીપસમુદ્રો ગુણવાચક નામવાળા છે. વળી અહિં નવમા દ્વીપ સુધીનાં જ નામ દર્શાવ્યાં, પરંતુ શાસ્ત્રમાં એથી આગળ ૧૦મે અરુણુવરદ્વીપ, ૧૧મે અરુણુવરાભાસ ઈત્યાદિ રીતે આગળ કહેવાતી ત્રિપ્રત્યવતારની પદ્ધતિએ પુનઃ અરુણપાત દ્વીપ, કુંડલીપ, શંખદ્વીપ, રુચ દ્વીપ, ભુજગદ્વીપ, કુશદ્વીપ, કૌંચવરદ્વીપ, અહિં સુધીનાં નામ ત્રણ ત્રણ વારનાં દર્શાવ્યાં છે. ૧. ગાથામાં મ નથી તે પણ “ઈચ્ચાઈ” પદની છેલ્લી ૪ માં લુપ્ત થયેલ છે એમ જાણીને અર્થ વખતે એ “અ” ઉપયોગમાં લેવો. લુપ્ત ભંગના કારણથી છે. ૨. એ અરૂણાપપાત નામ શ્રી ઠાણાંગજીના ત્રીજા સ્થાનની વૃત્તિમાં કહ્યા પ્રમાણે છે, અન્યથા એ નામ વિના ત્રિપ્રત્યવતારથી ૧૨ મો કંડલદીપ છે, અને ત્રિપ્રત્યવતારની અપેક્ષા વિના અને અરુણાપપાત સહિત ગણુતાં ૧૧ મો કુંડલદ્વીપ છે. એ પ્રમાણે આગળના દ્વીપે પણ ત્રિપ્રત્યવતાર સહિત ગણતાં ભિન્ન ભિન્ન અંકવાળા થાય છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy