________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસતારાથ સહિત
છે પરિધિઓ માટે ત્રણ પ્રકારના વ્યાસ પરિધિની ઉત્પત્તિ પૂર્વે જંબૂદ્વીપના પ્રકરણમાં ૧૮૮ મી ગાથાના પૂર્વાર્ધમાં દર્શાવી છે તે પ્રમાણે વ્યાસના વર્ગને દશગુણે કરી વર્ગમૂળ કાઢતાં પરિધિ આવે છે, માટે પરિધિઓ વ્યાસઉપરથી જ પ્રાપ્ત થાય છે, જેથી અહિં પહેલ વ્યાસ લવણસમુદ્રના ચાર લાખ અને જે બૂદ્વીપના એક લાખ સહિત ૫૦૦૦૦૦ (પાંચ લાખ)
જન ગણવો. તથા ધાતકીખંડના મધ્યભાગ સુધીના બે બાજુના બે બે લાખ અધિક ગણતાં ૯૦૦૦૦૦ (નવ લાખ) જનનો બીજો વ્યાસ ગણવે, અને ધાતકીના પર્યત ભાગ સુધીના બે બાજૂના ચાર ચાર લાખ ગણી આઠ લાખ અધિક ગણવાથી (૫૦૦૦૦૦+૮૦૦૦૦૦= ) ૧૩૦૦૦૦૦ (તેર લાખ) જનને અન્ય વ્યાસ (ત્રીજો વ્યાસ) ગણવે, અને તે ઉપરથી પરિધિ કાઢવા, અને તે આ ચાલુ અર્થમાં જ ત્રણે પરિધિ કહેવાઈ ગયા છે. - આ મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજ વિગેરેની પહેલાઈ છે
હવે જંબુદ્વીપમાં ૧ લાખ યોજ જેટલી મહાવિદેહની મધ્ય લંબાઈ ઉપરથી જેમ વનમુખ તથા વિજ વિગેરેના વિસ્તાર જાણવાનો ઉપાય ૧૬૫-૧૬૬ મી ગાથામાં અને વિસ્તરાર્થમાં દર્શાવ્યું હતું તે પ્રમાણે અહિં પણ વિજય વિગેરેના વિસ્તાર દર્શાવાય છે– મેરૂ પર્વત નીચે ભદ્રશાલવન ૨૨૫૧૫૮ યોજન દીર્ઘ છે. (મેરૂ સહિત). સોલ વિજયેને સર્વ વિસ્તાર ૧૫૩૬૫૪ યોજન છે. આઠ વક્ષસ્કારને ,
૮૦૦૦ યોજન છે. ૬ અન્તનદીઓને
૧૫૦૦ યોજના બે વનમુખને , ૧૧૬૮૮ યોજન.
૪૦૦૦૦૦ એ. મહાવિ.ની લંબાઈ એ પાંચ પદાર્થોમાંથી જે પદાર્થને વિસ્તાર જાણ હોય તે પદાર્થથી ભિન્ન ચાર પદાર્થોને વિધ્વંભનો સર્વાળાં કરી ચાર લાખમાંથી બાદ કરી તે પદાર્થની સંખ્યાએ ભાગતાં પ્રત્યેકને વિસ્તાર આવી રહે તે અંકગણિતપૂર્વક આ પ્રમાણે–
ધારો કે પ્રત્યેક વિજ્યનો વિસ્તાર જાણવે છે, તે શેષ ચાર પદાર્થોને વિસ્તાર [૨૨૫૧૫૮+૮૦૦૦+૧૫૦૦+૧૧૬૮૮=] ૨૪૬૩૪૬ છે તેને ૪૦૦૦૦૦માંથી બાદ કરતાં ૧૫૩૬૫૪ યોજના આવ્યા તેને સમશ્રેણીઓ રહેલી ૧૬ વિજયવડે ભાગતાં દરેક વિજયને વિસ્તાર ૯૬૦૩ યોજન પ્રાપ્ત થયો. એ રીતે દરેક અન્તનંદી ૨૫૦ યોજના પહોળી છે. દરેક વક્ષસ્કાર ૧૦૦૦ યોજન પહોળો છે, અને દરેક વનમુખ ૫૮૪૪ યોજન પહેલું છે. ૧૧-૧૨ મે ૨૩૫-૨૩૬