SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત चउ चउ बारस बारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु अ, तिगुणा पुग्विल्लसंजुत्ता ॥१८१॥ શબ્દાર્થ – ધારરૃમિ-ધાતકીખંડમાં કહે હવેણુ-સમુદ્રોમાં અને કંપમાં fસૂર-ચંદ્ર અને સૂર્ય તિગુણ-ત્રણ ગુણા કરીને પર [૫]–ત્યારપછીના gવરરસંગુત્તર-પૂર્વના ચંદ્રાદિ સહિત કરવા. નાથાર્થ –ચાર ચંદ્ર ચાર સૂર્ય લવણસમુદ્રમાં છે, બાર ચંદ્ર બાર સૂર્ય ધાતકીખંડમાં છે, ત્યારપછીના સમુદ્રમાં અને દ્વિીપમાં ત્રિગુણા કરીને પૂર્વના સર્વ ચંદ્રસૂર્ય ઉમેરવા, [ જેથી આગળ આગળના દ્વીપ સુદ્રમાં ચંદ્રાદિકની સંખ્યા આવે છે.] | ૧૮૧ | વિરતાર્થ – જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને સૂર્ય છે તે ૧૬૯ મી ગાથામાં કહેવાઈ ગયું છે, ત્યારબાદ લવણસમુદ્રમાં ૪ ચન્દ્ર ૪ સૂર્યા ત્યારબાદ ધાતકીદ્વીપમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય છે, અને ત્યારપછીના સમુદ્રમાં અને દ્વિીપમાં ચંદ્રસૂર્યની સંખ્યા જાણવી હોય તો તે માટે કરણ કહે છે-જે સમુદ્ર વા દ્વીપમાં ચંદ્રસૂર્ય જાણવા હોય તેથી પૂર્વના [પાછલા ] દ્વીપ વા સમુદ્રમાં ચદ્ર સૂર્યની જે સંખ્યા હોય તેને ત્રણ ગુણ કરીને તેથી પણ પહેલાંના દ્વિીપ સમુદ્રોમાં જેટલી ચંદ્રસૂર્ય સંખ્યા વ્યતીત થઈ હોય તે સર્વ આ ગુણાકારમાં ઉમેરવી, જેથી ઈચ્છલા દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસૂર્યની સર્વસંખ્યા પ્રાપ્ત થાય, તે આ પ્રમાણે ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય જાણેલા છે અને તેથી આગળના કાલેદધિસમુદ્રમાં જાણવાના છે, તે ધાતકીખંડના ૧૨ ચંદ્રસૂર્યને ૩ ગુણા કરતાં ૩૬ આવ્યા, તેમાં તે પહેલાંના વ્યતીત થયેલા લવણસમુદ્રના ૪ અને જંબુદ્વિપ ૨ મળી ૬ ચંદ્રસૂર્ય ઉમેરતાં કાલેદધિસમુદ્રમાં ૪૨ ચંદ્રસૂર્ય પ્રાપ્ત થયા, પુનઃ એ ૪૨ ને ૩ ગુણ કરતાં ૧૨૬ થયા, તેમાં ધાતકીના ૧૨ લવણના ૪ અને જંબુદ્વીપના ૨ મળી ૧૮ ચંદ્રસૂર્ય ઉમેરતાં પુષ્કરદ્વીપમાં ૧૪૪ ચંદ્ર ૧૪૪ સૂર્ય આવ્યા, અને તેનું અર્ધ કરતાં અર્ધપુષ્કરદ્વીપમાં ૭૨ ચંદ્ર ૭૨ સૂર્ય પ્રાપ્ત થયા, એ પ્રમાણે ચંદ્રસૂર્યની સંખ્યા જાણવાનું કારણ કહ્યું છે ૧૮૧ અવતરn:—હવે એ ચંદ્રસૂર્યાદિ જ્યોતિષીઓ મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે રહેલા છે? તથા કેટલે દૂરથી દષ્ટિગોચર થાય છે? ઇત્યાદિ આ ગાથામાં કહેવાય છે ૧ ચંદ્રસૂર્યની સંખ્યા જાણવાનું આ કરણ પુષ્કરદ્વીપ સુધી કે આગળના સર્વદીપ સમુદ્રોને માટે છે? તે સંબંધ વિચારો બહુ દુષ્કર છે. કારણ કે અઢીદ્વીપની બહાર ચંદ્ર સૂર્ય કેવી રીતે રહ્યા છે? તેને નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કરણ માટે પણ નિર્ણય થઈ શકે તેમ નથી, માટે આ સંબંધમાં વિસંવાદની ચર્ચા અન્ય ગ્રંથેથી જાણવા યોગ્ય છે, પુષ્પરાર્ધદ્વીપ સુધી તે આ કરણ અને ચંદ્રસૂર્યની સમણિ માટે કઈ પણ પ્રકારને વિસંવાદ નથી,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy