SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લા ક્ષેત્ર વિસ્તાથ હિલ " - જયાર્થી–જબૂદ્વીપની અંદર એકસે એંસી એજનમાં ચંદ્રનાં પાંચ મંડલ અને સૂર્યનાં પાંસઠ મંડલ છે, અને લવણસમુદ્રમાં ત્રણ ત્રીસ જA [૪૮ અંશ સહિત ]માં અનુક્રમે ચંદ્રના દશ મંડલ છે, અને સૂર્યનાં એક ગણીશ મંડલ છે. ૧૭૨વા આ વિસ્તરાર્થ-જબૂદ્વીપમાં મંડલક્ષેત્રનો વ્યાસ ૧૮૦ જન સંપૂર્ણ છે, તેમાં સૂર્યના ૬૫ મંડલ સંપૂર્ણ અને છાસઠમા મંડલને કંઈકwભાગ પ્રાપ્ત થાય છે, અને ચન્દ્રનાં ૫ મંડલ સંપૂર્ણ અને છઠ્ઠા મંડલને ઘણે ભાગ પ્રાપ્ત થાય છે, અને લવણસમુદ્રમાં ૩૩૦ જન-૪૮ અંશ જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રનાં ૧૦ મંડલ અને સૂર્યના ૧૧૯ મંડલ થાય છે, જેથી સર્વમળી ધો. ૫૧૦-૪૮ અંશ જેટલા સંપૂર્ણ મંડલક્ષેત્રમાં ચંદ્રનાં [૧૦] ૧૫ મંડલ અને સૂર્યનાં [૬૫+૧૧૯૯] ૧૮૪ સર્વમંડલે થાય છે. વળી વિશેષ એ કે સૂર્યનાં ૬૫ મંડલમાં પણ ભરત સૂર્યના ૬૩ મંડલ નિષધપર્વત ઉપર અને બે મંડલે હરિવર્ષક્ષેત્રમાં ઈશાન ખૂણે થાય છે, તેવી જ રીતે બીજા અરવતસૂર્યનાં ૬૩ મંડલે નલતવંત ઉપર અને બે મંડલે રમ્યક્ષેત્રના નૈહત્યકાણમાં (ક્ષેત્રદિશાની અપેક્ષાએ) થાય છે. –૬૪-૬૫ મા મંડલને હરિવર્ષ અથવા રમ્યકક્ષેત્રના ખૂણામાં કહ્યું અને ત્યારબાદનાં મંડલ સમુદ્રના ગણ્યા, તે દ્વીપના પર્યન્ત આવેલી ૪ જનવિસ્તારવાળી જગતી ઉપર એકમંડલ સંપૂર્ણ અને બીજા મંડળને ઘણે ભાગ થવા યોગ્ય છતાં એકપણ મંડલ ન કહ્યું તે કેમ ઘટે? . ૩ત્તર:–જગતી ઉપર સાધિક ૧ મંડલ થાય છે, પરંતુ જગતીના ૪ યોજન હરિવર્ષમ્યકક્ષેત્રની છવામાં (લંબાઈમાં) ગણાય છે, જેથી તે ૪જન હરિવર્ષરમ્યના હોવાથી ક્ષેત્રના ખૂણામાં એ બે મંડલ કહ્યાં છે, અને જગતીને વિસ્તાર જ બૂઢીપના તે તે ક્ષેત્રાદિમાં અતર્ગત ગણવાનું જગતીના વર્ણન પ્રસંગે જ કહેવાઈ ગયું છે માટે વાસ્તવિક રીતે સાધિક ૧ મંડલ જગતી ઉપર થાય છે, તે પણ જગતી ઉપર ન કહેતાં ક્ષેત્રની જીવાકોટીમાં જ ગ્રંથકર્તાઓ ગણે છે. તથા ગાથામાં ૧૮૦ અને ૩૩૦ એ બે યોજનઅંક કહેલા હોવાથી સંપૂર્ણ ૫૧૦ એજન મંડલક્ષેત્ર થાય છે, અને મંડલ ક્ષેત્ર તે ૫૧૦ ઉપરાન્ત ૪૮ અંશ જેટલું છે, તે પણ ૪૮ અંશ જેટલા અલ્પક્ષેત્રની અહિં અલ્પતાના કારણથી વિવક્ષા નથી કરી એજ હેતુ સમજાય છે, માટે વિસંવાદ ન જાણું. - + પ મંડલથી ૧૯ ૦ ૯ અંશ ક્ષેત્ર રોકાયું છે માટે ૬૬ માં મંડલના પર અંશ જંબૂઢીપમાં છે, એ પદ્ધતિએ ચંદ્રક્ષેત્ર સ્વતઃ ગણવું. ૧ સૂર્યવર્ષના પ્રારંભમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં ઉદય પામી સૂર્યવર્ષનું પહેલું મંડલ (અને ૧૮૪ માંનું બીજું મંડલ) નિષધપર્વત ઉપર પ્રારંભે છે તે સૂર્ય ભારત સૂર્ય કહેવાય, એ પદ્ધતિએ ખેરવતસૂર્ય એવું ઉપચારનામ જાણવું, વાસ્વવિક નહિં.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy