________________
શ્રી લઘુક્ષેત્રમાસ વિસ્તાથ સહિત
અર્ધપુષ્કરદ્વીપસુધીના રા દ્વીપ અને ૨ સમુદ્રના ૪૫ લાખ જન જેટલા મનુષ્યક્ષેત્રમાં જેટલા જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના જ મેરૂની આસપાસ સદાકાળ ગોળ આકારે ભમતા રહે છે, એ વિમાનની એવી વલયાકાર ગળગતિ સ્વભાવસિદ્ધ છે, પરંતુ કૃત્રિમ નથી.
એ પ્રમાણે ફરતા જાતિશ્ચકમાં જંબુદ્વીપના બે સૂર્ય અને બે ચન્દ્રનું વારક્ષેત્ર એટલે ગતિક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર ગણતાં ૧૧૦ એજન અને એક એજનના એકસઠ ભાગ કરીને તેમાંના ૪૮ ભાગ જેટલું છે, તે આ પ્રમાણે
આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે સૂર્ય ૧૮૪ મંડલ (વલયાકાર ગતિ) કરે છે, અને ચદ્ર ૧૫ મંડલ કરે છે, ત્યાં મેરૂ પર્વતથી ૪૪૮૨૦ એજન દૂર ચંદ્રસૂર્ય હોય છે, માટે સર્વથી પહેલું મંડલ મેરૂથી એટલા યોજન દૂર થાય છે, અર્થાત્ પહેલું ભ્રમણ જંબુદ્વીપના પર્યન્તભાગથી ૧૮૦ યોજન જ બુદ્વીપમાં ખસતું નિષધ અને નીલવંતપર્વત ઉપર પ્રારંભાય છે, અને ત્યારબાદ બે બે એજનને અન્તરે બીજુ ત્રીજું યાવત્ ૧૮૪ મું લવણસમુદ્રમાં ૩૩૦ એજન દૂર થાય છે, અને ચન્દ્રમંડલમાં પણ એજ રીતે ૧૫ મું મંડળ લવણસમુદ્રમાં કિંચિત્ જૂન ૩૩૦ જન દૂર થાય છે, માટે ૩૩૦-૪૮ સમુદ્રના
+ ૧૮૦ દ્વિપના
૫૧૦-૪૮ ચારક્ષેત્રનો-ગતિક્ષેત્રને ઉત્તર દક્ષિણ વિસ્તાર ગણાય છે. એ પ્રમાણે જંબુદ્વીપના સૂર્યચંદ્રને ભ્રમણ કરવાના ક્ષેત્રને વિસ્તાર ૫૧૦૪૬ જન જેટલું છે, એટલા જ ક્ષેત્રમાં સૂર્ય ૧૮૪ મંડળ પૂરે છે, અને ચન્દ્ર ૧૫ મંડળ પૂર્ણ કરે છે. દક્ષિણાયનના ૬ માસમાં સૂર્ય પહેલા મંડલથી ૧૮૪ મે મંડલે (જબૂદ્વીપમાંથી ખસ ખસતે સમુદ્રમાં) જાય છે, અને પુનઃ પલટાઈને ખસ ખસ જંબુદ્વીપમાં ૧૮૦ એજન અંદર પહેલામંડળે આવી જાય છે ત્યારે ઉત્તરાયણના છ માસ પૂર્ણ થાય છે. એ પ્રમાણે એક વર્ષમાં છેહલા મંડલે જઈ પહેલા મંડલે આવી જાય છે.
અવસર્પિણી ઉત્સર્પિણી યુગ પલ્યોપમ સાગરોપમ સૂર્યવર્ષ સૂર્યમાસ દક્ષિણાયન ઈત્યાદિ કાળભેદે દક્ષિણાયનના પહેલા દિવસે અથવા કર્કસંક્રાન્તિના પહેલા દિવસે પહેલું મંડલ પૂર્ણ થતાં સમાપ્ત થાય છે, અને બીજા મંડલના પ્રારંભ સમયે જ તે સર્વે કાળભેદે પ્રારંભાય છે. તથા એકવર્ષમાં પહેલું અને ૧૮૪ મું એ બે મંડલ માં સૂર્ય એકેક વાર ફરે છે, અને મધ્યવતી ૧૮૨ મંડલમાં જતાં અને આવતાં એમ બે બે વખત ફરે છે. પુનઃ એક સૂર્ય જ્યારે નિષધ પર્વત ઉપર ૧૮૩માં પહેલું મંડલ પ્રારંભે છે, તે જ સમયે બીજે સૂર્ય તેની સમશ્રેણીમાં જ નીલવંતપર્વત