SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફામાં ચકીએ કરેલા પ્રકાશ મંડળનું સ્વરૂપ બાદ પહેલાની બરાબર સમ્મુખ આલેખે. ત્યારબાદ ત્રીજું મંડળ પૂર્વકમાડની પાછળના તદ્રક ઉપર ઉઘાડેલા કમાડની કિનારી પાસે આલેખે, ચૂથું મંડળ પશ્ચિમકમાડના તટ્ટક ઉપર ઉઘાડેલા કમાડની કિનારી પાસે આવે છે. પાંચમું મંઠળ પૂર્વ તટ્ટક ઉપર ત્રીજામંડળથી એક યોજનાને અન્તરે આલેખે, ત્યારબાદ છઠ્ઠ મંડળ પશ્ચિમ તરફ પશ્ચિમટ્ટક ઉપર ચેથાથી એક જન દૂર પાંચમાની સન્મુખ આલેખે. ત્યારબાદ સાતમું મંડળ પર્વતની પૂર્વભીંત ઉપર અને આઠમું મંડળ પશ્ચિમ ભીંત ઉપર તદ્દકની પાસે આવે છે. એ રીતે એકેક જનને અન્તરે ૪૯ મંડળ પૂર્વ દિશામાં અને ૪૯ પશ્ચિમદિશામાં મળી ૯૮ પ્રકાશમંડળો ચિતરે, જેથી પૂર્વ દિશામાં દક્ષિણ કમાડઉપર ૧ દક્ષિણકઉપર ૨, ત્યારબાદ ભિત્તિઉપર ૪૩, ત્યારબાદ ઉત્તરદ્વારના તેઢુકઉપર ૨ અને કમાડઉપર ૧ મળી ૪૯ મંડળ થયાં, તેવી જ રીતે પશ્ચિમદિશામાં પણ બરાબર સમુખ ૪૯ મંડળ હોય. આ પ્રકારાન્તરે ૪૯ પ્રકાશમંડળે છે ઉપર કહેલી પ્રકાશમંડળની રીતિ શ્રીમલયગિરિજીકૃત બ્રહક્ષેત્રસમાસની વૃત્તિ વિગેરેમાં કહી છે, પરંતુ શ્રી આવશ્યકજીની બૃહદવૃત્તિ વિગેરેમાં આ પ્રમાણે કહ્યું ગુફામાં પ્રવેશ કરતા ભરત ચક્રવતી પાછળના રીન્યાદિકને પ્રકાશ કરવાના કારણથી દક્ષિણ દ્વારના પૂર્વકમાડઉપર ૧ જનવજીને બીજા જનના પ્રારંભમાં પહેલું મંડળ આલેખે, ત્યારબાદ ગેમૂત્રિકાની રીતે ઉતરતાં પશ્ચિમકમાડના તેઢકઉપર ત્રીજા ચોજીના પ્રારંભમાં ૨ નું મંડળ આલેખે પુનઃ મૂત્રિકા પદ્ધતિએ આગળ ખસતાં ત્રીજું મંડળ પૂર્વક ઉપર ચેથા જનના પ્રારંભમાં લખે ત્યાર બાદ પશ્ચિમભિત્તિ ઉપર પાંચમા જનના પ્રારંભમાં ચોથું મંડળ લખે, ત્યારબાદ એજ પદ્ધતિએ પૂર્વ ભિત્તિ ઉપર છઠ્ઠા એજનના પ્રારંભમાં પાંચમું મંડળ લખે, એ રીતે યાવત્ ૪૮મું મંડળ ઉત્તરદ્વારના પશ્ચિમકપાટ ઉપર પહેલા જનના આરંભમાં અને ૪૯મું મંડળ ઉત્તરદ્વારના પૂર્વકપાટ ઉપર બીજા જનના આરંભમાં આલેખે. એ પ્રમાણે એક ભિત્તિ ઉપર ૨૫ અને બીજી ભિત્તિ ઉપર ૨૪ મળીને ૪૯ મંડળ થાય. ૧ બે યોજન પહોળા કમાડની પાછળ ચાર યોજન લાંબે પહોળા કમાડને આગળ વધતાં અટકાવે એ ભિત્તિભાગ જે મૂળભિતિથી જુદે પણ લાગેલો હોય છે તે તેદક વા તેમ કહેવાય. એ ગોમૂત્રિકા આકાર કહેવાય. અર્થાત્ બળદ ચાલતાં ચાલતાં પ્રસ્ત્રવણ કરે ત્યારે જે આકારે ભૂમિ ઉપર પડે તે આકાર,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy