________________
e
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
બે વિભાગ કરતી દ્રહમાં થઈને દેવકુરના પર્યન્ત ભાગે રહેલા મેરૂપર્વતથી બે જન દૂર રહી પિતાના પ્રવાહને પશ્ચિમ તરફ વાળીને, તેમજ કુંડથી દેવકુરૂના પર્યન્ત ભાગ સુધીમાં દેવકુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓને પોતાના પ્રવાહમાં ભેળવતી, તથા પશ્ચિમમહાવિદેહના બે વિભાગ [ દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ એમ બે વિભાગ ] કરતી, તથાં ક્ષેત્રને અનુસારે અનુક્રમે નીચી થતી થતી પર્યતે રહેલા મહાવનની વચ્ચે થઈને જગતી નીચેની ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમિમાં થઈને પશ્ચિમસમુદ્રને પાંચસો યોજનના પહેલા પ્રવાહથી મળે છે. એને દ્રહથી કુંડ સુધી વિસ્તાર ૫૦ યોજન અને ઉંડાઈ ૧ યોજન છે. તથા સમુદ્રસંગમને સ્થાને ૫૦૦ જનનો વિસ્તાર અને ઉંડાઈ ૧૦ એજન છે, અહિં પશ્ચિમમહાવિદેહનની ભૂમિ મેરૂપર્વતના પર્યન્તથી સમુદ્ર સુધીમાં અનુક્રમે નીચા નીચા પ્રદેશવાળી છે, જેથી સમુદ્ર સુધીમાં સાધિક ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમી છે, માટે નદી પણ તે પ્રમાણે અનુક્રમે નીચા નીચા જતા પ્રવાહવાળી છે. તથા પશ્ચિમમહાવિદેહમાંની ૧૬ વિજયની ૩૨ નદીના દરેકના ૧૪૦૦૦ પરિવાર સહિત હવાથી ૪૪૮૦૦૦ નદીઓ સહિત થાય છે, અને ૬ અન્તર્નાદી મળે છે, જેથી કુંડથી સમુદ્રસંગમ સુધીમાં ૮૪૦૦૦ દેવકુરૂની અને ૪૪૮૦૩૮ પશ્ચિમમહાવિ૦ ની, એમ સર્વ મળી ૫૩૨૦૩૮ (પાંચલાખ બત્રીસ હજાર આડત્રીસ) નદીઓના પરિવાર સહિત સીતાદા નદી પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. વાસ્તવિક રીતે તે મહાવિદેહની ૩૨ મહાનદી અને ૬ અન્તર્નાદી મળી ૩૮ મહાનદીએ સીતેદાને મહાવિમાં મળે છે, પરંતુ ૩૨ મહાનદીઓને પિતાપિતાને ચૌદ ચૌદ હજારને પરિવાર તે પણ સીતાને પરિવાર ગણતાં એ પૂર્વોક્ત પરિવાર ગણાય છે, એ સર્વનદીઓનું જળ સીતાદામાં ભેગું થવાની અપેક્ષાએ એટલા પરિવારની ગણત્રી પણ અવાસ્તવિક ન ગણાય.
સીતા માનવી–સર્વસ્વરૂપ સતેદા નદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે આ નદી નીલવંતપર્વત ઉપરના કેસરીદ્રહમાંથી દક્ષિણ તોરણે નીકળી કુંડમાંથી પણ દક્ષિણ તોરણે નીકળી ઉત્તરકુરૂક્ષેત્રમાં પાંચ કહાના બે વિભાગ કરી મેરૂથી પૂર્વ મહાવિદેહ તરફ વળે છે, અને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. તેમજ પૂર્વવિદેહની ભૂમિ પશ્ચિમવિદેહવત અનુક્રમે નીચી નથી પરંતુ સરખી સપાટીવાળી છે, તેથી નદીની નીચી ગતિ નથી.
વળી એ સર્વમહાનદીઓ પોતાના પ્રવાહની બંને બાજુએ એક વેદિકા અને એક વન સહિત છે. તથા ભરત અને ઐરાવતક્ષેત્રની ગંગા સિંધુ રક્તા અને રક્તવતી એ ચાર નદીઓનું કુંડ સુધીનું સ્વરૂપ શાશ્વત છે, અને કુંડમાંથી નીકળ્યા બાદ ક્ષેત્રના કારણથીજ અશાશ્વત સ્વરૂપવાળી છે. છે ૫૮-૫૯
અવતરણ:-હવે આ ત્રણ ગાથામાં પાંચ ક્ષેત્રની ૧૦ મહાનદીઓનાં નામ તથા દરેક નદીને બીજી કેટલી નદીઓનો પરિવાર છે તે કહે છે –