________________
૫૪
અધ્યાત્મમત પરીક્ષા - ૨૨ किं कथनप्रयोजनम् ? भव्यानिवाऽभव्यानपि वा किमसौ न बोधयति ?' इति परप्रत्यवस्थाने उदीर्णतीर्थकरनामा भगवान्न सर्वथाकृतकृत्यस्तदुश्चक्षपणोपायश्च धर्मोपदेशादिरेवेति तत्रास्य प्रवृत्तिरुचिता । “कृतार्थत्वेऽपि रवे सकत्वस्वाभाव्यमिव भगवतोऽप्यनुपकृतोपकारित्व स्वभावादेव, स्वतो रागद्वेषौ विनाऽपि तदुदयात् , कमलकुमुदुयोर्विकाशसङ्कोचाविव भगवदुपदेशादपि भव्याभव्ययोः प्रतिबोधाऽप्रतिबोधावपि स्वभावादेवे"ति समाधानदानादप्यतृप्तिभाजामाशाम्बराणां राग विना कथ तत्र प्रवृत्तिरित्याशापि पूरिता, स्वफलाभिष्वङ्ग विनैव परमकारुणिकप्रवृत्तेः । परोपकारस्य च (स्यैव) याथात्म्येनैव द्वेष [ ? राग] विना प्रतिनियमादित्युपरिष्टावक्ष्यते । અનાદેય કહી છે. આમ ફળાથીની પ્રવૃત્તિ જ ફળેચ્છારૂપ રાગપૂર્વકની હોય છે, બધી જ પ્રવૃત્તિઓ રાગપૂર્વકની હોય છે એવું નથી.
| તીર્થકરની ધર્મોપદેશની પ્રવૃત્તિનું કારણ]. તેથી રાગ વિનાના શ્રી તીર્થકરે ધર્મોપદેશ વગેરેની પ્રવૃત્તિ શી રીતે કરે ? એવી દિગંબરની શંકાનું પણ સમાધાન થઈ ગએલું જાણવું. પછી (કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી) ભવ્યજનના બંધ માટે શ્રી તીર્થકર જ્ઞાનવૃષ્ટિ કરે છે અર્થાત્ દેશના આપે છે” આવું જે શાસ્ત્રમાં કથન આવે છે એના પર દિગંબર શંકા કરે છે કે કેવલપ્રાપ્તિ થઈ ગઈ હોવાથી કૃતકૃત્ય એવા ભગવાનને દેશના દેવાનું પ્રયોજન શું છે? અને છતાં દેશના દેતા હોય તે ભવ્યની જેમ અભીને પણ બંધ કેમ ન પમાડે ?
દિગંબરની આ બે શંકાનું સમાધાન એ છે કે ભગવાને ચાર ઘાતકર્મોનો ક્ષય કર્યો હોવા છતાં તીર્થકર નામ કર્માદિ તે હજુ ઉદયમાં હોય જ છે જેને ખપાવવાના હજુ બાકી હોવાથી તેઓ સર્વથા કૃતકૃત્ય હોતા નથી. વળી તે કર્મ ખપાવવાને ઉપાય ધર્મદેશનાદિ જ હોવાથી તે અંગેની તેઓની પ્રવૃત્તિ ઉચિત જ છે. તમે દિગંબરો પણ શેષકર્મ ક્ષય માટે વિહારાદિની પ્રવૃત્તિ તો માનો જ છે ને! તો પછી દેશના અંગેની પ્રવૃત્તિમાં શી અનુચિતતા છે? [ભવ્ય જીવે વહાલા અને અભવ્ય અળખામણું હોવાનો આક્ષે૫]
પૂર્વપક્ષ ભગવાન દેશના દેતા હોય તે પણ તેને વડે ભવ્યોને જ બંધ પમાડે છે, અ ને નહિ. અર્થાત્ ભવેના બેધ માટે જ ભગવાન્ દેશના આપે છે, અભના બેધ માટે નહિ. તેનો અર્થ એ થયો કે ભગવાન ને ભવ્યો પર રાગ છે અને અભ પર ઠેષ છે. આમ ભગવાન્ દેશના આપે છે એવું માનવામાં આ અનુચિતતા આવે છે.
ઉત્તરપક્ષ : જેમ દુનિયાને પ્રકાશિત કરવી એ સૂર્યને સ્વભાવ છે અને તેથી જ રાગ કે દ્વેષ ન હોવા છતાં સ્વતઃ જ તે સ્વભાવને ઉદય થાય છે. અર્થાત્ તે દુનિયાને પ્રકાશિત કરે છે, તેમ ભગવાનને પણ પોતાના ઉપકારી ન હોય તેવા પર પણ ઉપકાર