________________
પ્રાસ્તાવિકમ્
આજના જમાનામાં દુનિયામાં નજર ફેલાવીએ તે એ જોવા મળે કે ચારે બાજુ ભૌતિકવાદ ફૂલ્યો ફાલે છે. બધે એની જ બોલબાલા છે. મોટે ભાગે બુદ્ધિજીવીઓએ પિતપોતાની બુદ્ધિને ભૌતિકવાદના વિકાસ અને સ્પર્ધામાં ઉતારી છે. શક્તિશાળીઓએ પિતાની શક્તિને એમાં જોડી છે. શ્રીમંતોએ પોતાની શ્રીમંતાઈ એમાં લગાવી છે. સત્તાધારીઓએ પોતાની સત્તા પણ એમાં જ વાપરી છે. અરે ! કેટલાકે તો જીવનમાં આધ્યાત્મિકતા ફેલાવી આપે એવી મળેલી જ્ઞાન સંપત્તિને પણ માત્ર ભૌતિકતામાં પિતાની પ્રગતિ થાય એ માટે જ વાપરી રહ્યા છે. આત્મા તે બિચારો ક્યાંય ભૂલાઈ ગયે છે. અને તેથી આત્મા અંગેની કઈ વાત લગભગ કેમાં થતી નથી, કે બુદ્ધિજીવીઓમાં પણ ચર્ચાતી નથી. કેકને કરવી હોય તે પણ ભૌતિકતામાં જ એટલા બધા વ્યગ્ર છે કે આત્માને તો વિચાર કરવાનો સમય નથી.
પણ એ જમાનો એવો નહોતો. એમાં ભૌતિકતાએ પિતાને પંજે આટલે બધે ફેલાવ્યો ન હતો. તેથી લોકોને આત્મ વિચારના પંથ તરફ જવાને અવકાશ હતો. ઘણુ બુદ્ધિશાળીઓએ સ્વબુદ્ધિને આત્માની વિચારણામાં જેડી સાર્થક કરી હતી. પોતાની બુદ્ધિમાં આત્મા, તેનું હિત, તેનું અહિત વગેરે જેવું બેસે, તેની બધા પરસ્પર ચર્ચા પણ કરતા હતા. આત્મા વગેરેની વાતો અને ચર્ચાઓથી છવાયેલા ભારતવર્ષમાં તે જમાનામાં બનારસીદાસ નામને એક માણસ થયો. જેણે દિગંબર મતને અનુસરનારો એ પિતાને અધ્યાત્મમત ચલાવ્યો. નામ પરથી સુંદર આ મત વાસ્તવમાં કેટલો અસુંદર છે તેની પૂજ્યઉપાધ્યાયજી મહારાજાએ આ સુંદર ગ્રંથમાં વિચારણા કરી છે.
સામે રહેલી ભીત ઈન્દ્રિયથી જોઈ શકાતી હોવાથી, એ વાત પણ સરળતાથી સમજી શકાય છે કે કોલસો ઘસવાથી એ મેલી થાય છે અને ચૂને ધાળવાથી એ ઉજળી થાય છે. પણ આત્મા તો પોતે જ અતીન્દ્રિય હોવાથી એ શેનાથી મલિન થાય છે? અને શેનાથી તે નિર્મળ થાય છે ? એ વાત સરળતાથી જાણી શકાતી નથી. એ આપણુ ગજા બહારની વાત રહે છે. માટે, એ જાણવા માટે શ્રેષ્ઠ આપ્તપુરુષ એવા તીર્થંકર પરમાત્માઓના વચનને સહારો લેવો પડે છે, પણ કાશ ! મહારાજા એવો મુત્સદ્દી છે કે પિતાને જડમૂળમાંથી ઉખેડી મૂકે એવા શ્રીજિનવચનોને પામી ગએલા ય કેટલાક જી પર પોતાની પકડ જમાવી લે છે અને પછી એવા જીવો પાસે એવી માન્યતા–પકડે ઊભી કરાવે છે કે જેથી એ જીવ જિનવચનોનો પણ પોતાના અભિનિવેશ મુજબ અર્થ કરે છે. તેથી મહારાજાને ઉખેડી નાખવા તે સમર્થ થતા નથી પણ