________________
૪૩૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬૩
____ यत्तावदुक्त "दुःशीलत्वादिदोषदुष्टतया स्त्रीणां न चारित्रमिति तदनैकान्तिकं, श्रयन्ते हि परमशीलश्रद्धादिगुणशालित या सुलसाद्या भगवतामपि प्रशस्याः, पूज्यन्ते च बहुविधगुणगरिमयोगितया भगवज्जनन्यादयः पुरन्दरप्रभृतिभिरपि । पुरुषा अपि च केचन महारम्भपरिग्रहनिरताः क्रूराशयाश्च दृश्यन्ते, न चैतावता 'तज्जातीयस्य न सिद्धिः सम्भवती'ति प्रणिगद्यमानं हृद्यम् । एवं स्त्रीणामपि कासांचिदुःशीलत्वादिदोषदुष्टत्वेऽपि न तज्जातीयानां सर्वासामेव तदभावसम्भवः । स्यादेतत्-स्त्रीणां तावत् स्वभावत एव मायादिप्रकर्ष वत्त्वमुज्जम्भते, न च तत्प्रकर्षे निष्कघायपरिणामरूप चारित्रमुज्जीवतीति । मैवं, तस्य स्त्रीपुंसयोस्तुल्यत्वात् , श्रूयते च चरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षवत्त्वम् । तेषां संज्वलनी माया न चारित्रविरोधिनीति चेत् ? संयतीनामपि सैव तथा । न च सर्वासां मायाप्रकर्ष नियमोऽपि, स्वभावसिद्धाया अपि तस्या विपरीतपरिणामनिवर्तनीयत्वात् , बाहुल्येन तत्संभवादेव च पुरुषप्रधानो धर्म इति व्यवस्था । ન હવામાં સંઘ ચતુર્વર્ણ=ચતુર્વિધ શી રીતે બનશે?
“દુ શીલાદિ દોષવાળી હોવાથી સ્ત્રીઓને ચારિત્ર હોતું નથી” એવું જે કહ્યું છે તે એકાતે સાચું નથી. સંભળાય છે કે ઊંચા પ્રકારના શીલ–શ્રદ્ધાદિગુણેના કારણે તુલસા વગેરે સ્ત્રીઓ ભગવાનને પણ પ્રસંશા કરવા યોગ્ય હતી. વળી શ્રી તીર્થકર દેવોની માતા વગેરે સ્ત્રીઓની તેઓ અનેક ગુણવાળી હોવાના કારણે ઈન્દ્રાદિ પણ પૂજા કરે જ છે. તથા કેટલાક પુરુષો પણ મહાઆરંભ–પરિગ્રહમાં રક્ત અને ક્રરાશયવાળા હોવાને કારણે દુષ્ટ હોવાનું દેખાય જ છે પણ એટલા માત્રથી તજજાતીય બધા પુરુષને સિદ્ધિને અસંભવ કહેવો જેમ શોભતે નથી તેમ કેટલીક સ્ત્રીઓ દુરશીલવાદિના કારણે દુષ્ટ હોવા માત્રથી તરજાતીય બધી સ્ત્રીઓને મુક્તિનો અસંભવ કહેવો શોભત નથી. “સ્ત્રીઓ સ્વભાવથી જ અત્યંત માયાવી હોય છે અને અત્યંત માયાની હાજરીમાં નિષાય પરિણામરૂપ ચારિત્ર સંભવતું નથી તે તેઓને મુક્તિ શી રીતે હોઈ શકે ?” એવી શંકા ન કરવી કારણ કે માયાને પ્રકર્ષ હોવ કે ન હોવો એ સ્ત્રી અને પુરુષ માટે તત્ય જ છે. ચરમ શરીરી એવા નારદાદિને પણ માયાનું જોર ઘણું હતું એવું સંભળાય છે. છતાં જેમ તેઓની મુકિત થઈ, તેમ સ્ત્રીઓની પણ થઈ શકે છે.
દીક્ષિત નારદાદિની માયા સંજવલની હોવાથી ચારિત્ર વિરોધી હોતી નથી”. એવું જે કહે તે સાધ્વીઓને પણ સંજવલની માયા જ હોવાથી ચારિત્રવિરોધી હતી નથી. વળી બધી સ્ત્રીઓને જોરદાર માયા જ હોય એવો નિયમ પણ નથી કારણ કે સ્વભાવસિદ્ધ એવી પણ તે વિપરીત પરિણામ=વિપરીત ભાવનાથી દૂર કરી શકાય છે. બહુલતાએ સ્ત્રીઓમાં તેને સંભવ હોવાથી જ ધર્મને પુરુષ પ્રધાન કહ્યો છે.
[ નાન્ય ચારિત્રાંગ નથી ] પૂર્વપક્ષ –સ્ત્રીઓ લજજાવાળી હોવાથી ચારિત્રના મૂળકારણભૂત નિર્વઆપણું