________________
ઉપા. યશેવિયક્ત अथ हेयतायामनिष्टसाधनत्वं प्रयोजकं, न च मोक्षसाधनत्वमत्या संरक्षणानुबन्धः शरीरस्यानिष्टो, वस्तुतः 'सविशेषणे...इत्यादिन्यायान्मोक्षसाधनत्वमत्यनुबन्ध एव पर्यवस्यति न संरक्षणानुबन्ध इति चेत् ? तदिदं यतनया धार्यमाणे धर्मापकरणेऽपि तुल्यमिति ॥७॥
स्यादेतत्-मा भूत् संरक्षणानुबन्धिरौद्रध्यानायतनतया वस्त्रादेरध्यात्मप्रतिबंधकत्वं, तथापि मानसात्मकाय संवेदनप्रतिबंधककायव्यापारानुषङ्गितया तद्विरोधित्वं भविष्यतीति चेत् ? निरस्तमेवेदं प्रथमपक्षप्रतिबन्यां, तथापि वस्तुस्थितिमाह
ઉત્તરપક્ષઃ એ રીતે તો પાણી, અગ્નિ, લૂંટારા, જંગલી પશુઓ, સાપ, ઝેર, કાંટા વગેરેથી શરીરનું રક્ષણ કરવાને સતત ઉપયોગ પણ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનરૂપ જ થવાથી તેના મૂળ નિમિત્તભૂત શરીરને પણ ત્યાગ કરી દેવો જોઈએ. તે હે દેવાનાં પ્રિય (=મૂM) ! એને તમે કેમ ત્યાગ કરતા નથી ?
[ મોક્ષસાધનતા બુદ્ધિને અનુબંધ દેહ અને વસ્ત્રમાં તુલ્ય]
પૂર્વ કઈ પણ વસ્તુ તે જ હેય બને છે જે એ અનિષ્ટનું સાધન બનતી હોય. માક્ષનું સાધન છે તેથી શરીરની સંભાળ કરવી જોઈએ? આ સંરક્ષણાનુંબંધ કંઈ અનિષ્ટ નથી કે જેથી એના કારણભૂત દેહ ત્યાજ્ય બને. હકીકતમાં તે એ ન્યાય છે કે વિશેષણ વિશિષ્ટ વિશેષ્ય અંગે થતાં વિધિ કે નિષેધ જે વિશેષ્યમાં બાધિત હોય તે વિશેષણને લાગુ પડે છે. જેમ કે-બધા નિષ્પરિગ્રહી બને એવી ઈચ્છાવાળા નિગ્રંથગુરુઓએ પણ ગૃહસ્થ માટે ન્યાયસંપન્ન વિભવનું વિધાન કર્યું છે. અહીં વિભવ પરિગ્રહરૂપ હોવાથી એનું વિધાન કંઈ નિષ્પરિગ્રહી સાધુ કરે નહિ. તેથી વિધાન વિભાવાત્મક વિશેષ્યમાં બાધિત હોવાથી વિશેષણને લાગુ પડે છે. અર્થાત્ ગૃહસ્થને વિભવ રાખવાનું વિધાન નથી પણ જે રાખવું પડતું હોય તે તે મેળવવા વગેરેમાં ન્યાયનીતિ રાખવાનું જ વિધાન છે. પ્રસ્તુતમાં પણ “મોક્ષસાધનભૂત દેહનું મારે રક્ષણ કરવું જોઈએ ઈત્યાદિ વિચાર પણ મોક્ષસાધનાબુદ્ધિમાં જ પર્યવસિત ફલિત થાય છે અર્થાત્ વાસ્તવિક રીતે એવા વિચારોનું સાતત્ય મેક્ષસાધનતાબુદ્ધિના જ સાતત્ય=અનુબંધરૂપ છે, પણ દેહ અંગેના સંરક્ષણના અનુબંધરૂપ નથી. તેથી એ વિચારધારા રૌદ્રધ્યાનરૂપ ન બનવાથી એના મૂળકારણભૂત દેહ ત્યાજ્ય બનતું નથી.
ઉત્તરપક્ષ :- ધર્મોપકરણને યતનાપૂર્વક ધારણ કરવામાં–ચતના ને જ પ્રધાન બનાવવામાં–અર્થાત્ “મારા ધર્મોપકરણને જે કઈ લઈ જશે તો આરંભ સમારંભમાં વાપરશે અને તેથી અસંયમ પોષાશે. માટે જયણાપૂર્વક એની સંભાળ રાખું” આવા વિચારથી ધર્મોપકરણની રખાતી સંભાળ વસ્તુતઃ જયણામાં જ પર્યવસિત થતી હોવાના કારણે રૌદ્રધ્યાનરૂપ બનતી નથી અને તેથી તેના મૂળભૂત કારણરૂપ ઉપધિ પણ ત્યા જ નથી. એવા १. सविशेषणे हि विधिनिषेधौ विशेषणमुपसङ्कामतो विशेष्याचाधके सतीति न्यायः ।