________________
૩૨૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૧૧૬
अपि च परमौदारिकाभ्युपग़मे ऽपि तस्थितिवृद्धी आहारपुद्गलापेक्षे एवेति प्रमाणयतिओरालिअत्तणेण तह परमोरालिअंपि केवलिणो ।
कवलाहारावेक्ख ठिइं च बुद्धिं च पाउणइ ॥११६॥ (औदारिकत्वेन तथा परमौदारिकमपि केवलिनः । कवलाहारापेक्षां स्थितिं च वृद्धिं च प्राप्नोति ॥११६॥)
परमौदारिकस्थितिः खल्वौदारिकस्थितित्वेन कवालाहारापेक्षिणी, न च तदनपेक्षिण्यां वनस्पत्यादिशरीरस्थितौ व्यभिचारः, क्षुज्जनितकार्यादिपरिहारेण धातूपचयादिद्वारा धातुमच्छरीरस्यैव तज्जन्यत्वात् , स्थितौ तज्जन्यत्वस्योपचारात् , धातुमत्त्वस्य चोपलक्षणत्वात् न परતેજસ શરીરનો પણ નાશ માની લેવો પડે, કારણ કે લબ્ધિઓ કારણને હાજર કરવા દ્વારા જ કાર્ય કરી આપે છે, અથવા કારણનું વિઘટન કરવા દ્વારા કાર્યનું વિઘટન કરે છે પણ સ્વતંત્રપણે કશું કરતી નથી. ૧૧૫ [ પરમીદારિક શરીરની સ્થિતિ–વૃદ્ધિ પણ આહારપુગલને સાપેક્ષ ]
વળી કેવળીઓના શરીરને પરમૌદારિક માનવામાં પણ તેના રિથતિ–વૃદ્ધિ તે આહારપુગલસાપેક્ષ જ છે એ વાતમાં પ્રમાણ આપતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાથ – કેવળીનું પરમોદારિક શરીર પણ દારિક જ હોવાના કારણે કવલાહાર સાપેક્ષ જ સ્થિતિ અને વૃદ્ધિ પામે છે.
પરમૌદારિક શરીરની સ્થિતિ કવલાહારને સાપેક્ષ હોય છે. કારણ કે દારિક શરીરની સ્થિતિરૂપ છે, જેમકે આપણું જેવાના શરીરની સ્થિતિ.
શંકા :- તમારે “ઔદારિકસ્થિતિ” હેતુ અવયવ્યભિચારવાળો છે કારણ કે વનસ્પત્યાદિના શરીરની સ્થિતિમાં તે હોવા છતાં કવલાહારસાપેક્ષત્વ રૂપ સાધ્ય હોત નથી. કવલાહાર વિના પણ એ શરીર વર્ષો સુધી ટકે જ છે.
સમાધાન:- કવલાહાર સુધાજન્ય કૃશતા વગેરેને દૂર કરીને ધાતુઓને ઉપચય કરવા દ્વારા ધાતુવાળા શરીરને જ ઉત્પન્ન કરે છે એટલે કે ધાતુવાળું શરીર જ કવલાહારસાપેક્ષ છે અને એનો પોતાની સ્થિતિમાં આરોપ કરી સ્થિતિને પણ કવલાહારસાપેક્ષ કહેવાય છે. વનસ્પત્યાદિનું શરીર અસ્થિઆદિ ધાતુવાળું જ ન હોવાથી સ્થિતિમાં ઉપચાર કરવાનો પ્રશ્ન જ નથી.
શંકા - તે પછી પરમૌદારિક શરીર પણ ધાતુરહિત જ હોય છે તેથી એ પણ વલાહારસાપેક્ષ બનતું ન હોવાથી તેની સ્થિતિમાં પણ તે ઉપચાર શી રીતે કરાય?
[[ધાતુપલક્ષિત શરીર કવલાહાર સાપેક્ષ જ હોય ] સમાધાન – ધાતુવાળું શરીર કવલાહારસાપેક્ષ હોય છે એવું જે અમે કહ્યું છે એમાં ધાતુ’ પદ ઉપલક્ષણાત્મક છે, વિશેષણરૂપ નહિ. તેથી જે કયારેય પણ ધાતુસહિતનું હોય તે શરીર ધાતુથી ઉપલક્ષિત હોવાથી ધાતુવાળું કહેવાવાના કારણે કેવળી