________________
૧૯૬
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૬૭
एतेन निश्च यबोध्यमेवार्थ लोकविदितप्रकारेण बोधयितु व्यवहारव्यापारोऽनार्यबोधनायानार्यभाषाप्रयोक्तृश्रोत्रियप्राय इति वचो विचार्यमेव दृष्टव्य, प्रतिस्व तयोभिन्नव्यापारोपदर्शनात् , नामादीनां चतुर्णा' पृथक् पृथक् कार्यकारित्वस्य तत्र तत्र प्रपञ्चितत्वात , व्यवहार निश्चयप्रतिपाद्यभेदाभेदादिधर्माणां सर्वत्र तुल्यत्वादेकतरानादरे उभयानादरप्रसङ्गात, युक्तेस्तुल्यत्वाच्चेति दिग् । स्यादेतत्-ऋजुसूत्रशब्दनयाश्च शुद्धा इतरे त्वशुद्धा इति नियमः कथ -मुख्यामुख्यार्थकत्व विना ? इति, मैव, व्यापकाव्यापकविषयत्वादिनैव शुद्धाशुद्धभेदव्यवस्थानात अन्यथाऽतिप्रसङ्गादिति ॥६७|| ભાવ છે. આવા વચનમાં જે વિરોધ દેખાય છે તેને પરિહાર આ રીતે સામાન્ય વિશેષ=ગણ-મુખની વિરક્ષા કરવાથી જ થશે. અહીં પૂર્વાર્ધમાં શેષનો સર્વનિક્ષેપાઓને ઇચ્છે છે એમ કહીને ઉત્તરાર્ધમાં દ્રવ્યાર્થિકનય નામાદિ ત્રણને જ ઈચ્છે છે એવું કહેવામાં વચનવિરોધ સ્પષ્ટ જ છે. એમ ભાવને પણ શેષનો ગૌણ રીતે તો ઈચ્છતા જ હોવાથી પૂર્વાર્ધમાં શેષન સામાન્યથી સર્વનિક્ષેપાને ઇચ્છે છે એમ કહેવા છતાં ઉત્તરાર્ધમાં મુખ્યતયા વિષયની વિવેક્ષા રાખીને દ્રવ્યાર્થિક નય નામાદિ ત્રણને જ ઈરછે છે એમ કહેવામાં વચનવિરોઘ રહેતું નથી એ જાણવું.
ઉત્તારપક્ષ –એમ કરવામાં દ્રવ્યાર્થિકમતે ભાવ મુખ્યતયા વિષય ન રહેવાના કારણે ઉપચરિત વિષય જ થવાથી સકલનને અનુપચરિત રીતે સંમત એવો ભાવ પિતાના વિષયભૂત હેવાથી નિશ્ચય નય બળવાનું છે. એવી તમારી પ્રતિજ્ઞાનું બિચારીનું શું થશે?
નિશ્ચય અને વ્યવહારને મુખ્ય મુખ્ય વિષય ભિન્ન છે એ જ્યારે સાબિત થાય છે ત્યારે જેઓ એમ કહે છે કે “જેમ અનાર્ય પુરુષને કંઈક સમજાવવા માટે શ્રોત્રિયબ્રાહ્મણ અનાર્ય ભાષાનો પ્રયોગ કરે છે તેમ વ્યવહાર પણ નિશ્ચયગમ્ય અર્થને સમજાવવા માટે જ લોકપ્રસિદ્ધ રીતભાત કે વ્યવહારને આશ્રય લે છે.” આ તેઓના કથનમાં કેટલું તથ્ય છે તે વિચારણીય છે, કારણ કે દરેક વસ્તુને સમજવા કે સમજાવવાની પ્રક્રિયા બને નાની જુદી જુદી છે એ દેખાય છે. વળી નામાદિ ચારેય જુદું જુદું કાર્ય કરે છે એ વાતનું શાસ્ત્રમાં સ્થળે સ્થળે પ્રતિપાદન છે તેથી જણાય છે કે માત્ર ભાવ નિક્ષેપો જ પરમાર્થ છે અને એનું જ વ્યવહાર પણ જુદી રીતે પ્રતિપાદન કરે છે એવું નથી કિન્તુ ભાવ કરતાં જુદું જ અને સ્વતંત્ર એવું પોતાનું કાર્ય કરવામાં સમર્થ એવા પરમાર્થ સત્ નામાદિનો બંધ કરાવવામાં જ વ્યવહારને વ્યાપાર છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે વ્યવહારનયગ્રાહ્યા ભેદાદિ ધર્મો અને નિશ્ચયનયગ્રાહ્યા અભેદાદિ ધર્મો વસ્તુમાત્રમાં એક સરખી રીતે વ્યાપીને રહેલા છે. એટલે કે ભેદાદિ ઘર્મો અને અભેદાદિ ધર્મો અન્ય વ્યાખ્ય-વ્યાપકભાવથી આલિષ્ટ છે તેથી કોઈ એક ભેદાદિ ધર્મોને અપલાપ કરીએ તો તેના વ્યાપ્યભૂત અભેદાદિ ધર્મોને પણ અપલોપ થઈ