________________
૧૭૮
અધ્યાત્મમત પરીક્ષા
, ૫૦-૬૦
वा चतुर्दशगुणस्थानचरमसमयभावि परमचारित्रं त्रयोदशगुणस्थानमावि केवलज्ञानमन्तरा संभवति । इत्थं च घटकारणेष्वपि दण्डादिषु चरमकपालसंयोग एवातिरिच्यते । अथ स्वप्रयोज्यविजातीयसंयोगसम्बन्धेन दण्डादेः स्वप्रयोज्यातिशक्तिचारित्रसबंधेन ज्ञानादेश्च स्वेतरसकलकारणसमवधानव्याप्यसमवधानकत्वं निर्बाधमिति चेत् ? न, स्वतस्तथात्वस्य विशेपार्थत्वात् , स्वतस्त्वं च समवधाने कारणान्तराघटितत्वमित्याहनीयम् ॥५९-६०।। અને ત્યારે ત્યારે શેષ સઘળા કારણેનું પણ સમવધાન અવશ્ય હોય જ, તે કારણ બીજા બધા કરતાં ચઢિયાતું કહેવાય. આવું ચઢિયાતાપણું (ઉકર્ષ) જ્ઞાનમાં નથી, ચારિત્રમાં જ છે. કારણ કે જ્ઞાન હોય ત્યારે અને ત્યાં (તે જીવમાં) અવશ્ય ચારિત્ર હોય જ એ નિયમ નથી. ૪ થે ગુણઠાણે ક્ષાપશમિક જ્ઞાન હોવા છતાં ક્ષાપશમિક ચારિત્ર (છઠ્ઠા ગુણઠાણાનું) હોતું નથી. એમ ૧૩ મે ગુણઠાણે કેવલજ્ઞાન હોવા છતાં શૈલેશીપણાનું ચારિત્ર હોતું નથી. જ્યારે ચારિત્ર હોય ત્યારે રોષકારણરૂપ જ્ઞાન તે અવશ્ય હોય જ છે. છઠ્ઠા ગુણઠાણાનું ચારિત્ર ચતુર્થગુણસ્થાનકભાવિ જ્ઞાન વિના કે સર્વસંવરાત્મક પરમચારિત્ર કેવલજ્ઞાન વિના હેતું નથી. તેથી જ્ઞાન કરતાં ચારિત્ર આ રીતે તે અવશ્ય અતિશયિત છે જ. આ જ રીતે ચરમકપાસિંગની હાજરીમાં શેષ સઘળા દંડાદિ કારણેની હાજરી હોવાથી ચરમપાલસંયોગ જ ઘટપ્રત્યે અતિશયિત કારણ છે, એ સમજાય તેવી વાત છે.
શકા – સ્વપ્રયોજયવિજાતીયસંગ સંબંધથી દંડાદિ જ્યાં અને જ્યારે હાજર હોય છે, તથા સ્વપ્રયજ્ય અતિશયિતચારિત્ર સંબંધથી જ્ઞાનાદિ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે હાજર હોય છે. ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સ્વેતર સકલ કારણેનું સમવધાન પણ હોય જ છે. માટે દંડાદિ અને જ્ઞાનાદિમાં પણ ઉપરોક્ત સંબંધથી તથાવિધ સમવધાનકત્વ રૂપ ઉત્કર્ષ અબાધિત જ હોવાથી ક્રિયાને અતિશયિત મનાય નહિ, અર્થાત્ બનેને તુલ્ય જ માનવા જોઈએ
સમાધાન છતાં ચરમકપાલસંગ, ચારિત્ર વગેરે સ્વતઃ જ તાદૃશસમવધાન વાળા છે જ્યારે દંડાદિ કે જ્ઞાનાદિ સ્વતઃ તેવા નથી. કિંતુ પરંપરાસંબંધથી છે. તેથી ચારિત્ર જ ઉત્કર્ષવાળું છે. અહીં, જે સમવધાન કારણાન્તરથી ઘટિત ન હોય તે જ સ્વતઃ જાણવું. જ્ઞાનાદિનું સમવધાન તે સંબંધાશમાં સ્વપ્રયોજય અતિશયિતચારિત્રાત્મક કારણાન્તરથી ઘટિત હોવાના કારણે સ્વતઃ નથી, અને તેથી જે ઉકર્ષ ચારિત્રમાં છે તે જ્ઞાનમાં નથી. પેલા ૬૦ ૧. સ્વ = દંડાદિ, તપ્રયોજય વિજાતીયસંગ રમકપાલ સંયોગ, આ સંબંધથી જ્યાં દંડાદિ હેય
ત્યાં ચરમકપાલ સંગ સહિત તમામ ધટજનક સામગ્રી હાજર હોય જ, ૨. સ્વ = જ્ઞાનાદિ ત»જય અતિશયિત યાવિ શૈલેશીદશાનું ચારિત્ર, આ સંબંધી જ્યાં જ્યારે
જ્ઞાનાદિ હોય ત્યાં ત્યારે મોક્ષસાધક તર સકલ કારણ ઉપસ્થિત હોય જ છે.