________________
વ્યલિંગ વિશ્વવિચાર
आलंबणाण भरिओ लोगो जीवस्स अजउकामस्स।
जं जं पिच्छइ लोए त त आलंबण कुणइ ।। त्ति । [आ० नि० ११८८] નમસ્કાર્યનું જેવું ઉત્કર્ષજ્ઞાન કરાવે છે તેવું સ્વારસિક ઉત્કર્ષજ્ઞાન કરાવનાર બનતા નથી. તેથી એ નમસ્કારાદિ તેનામાં રહેલ પ્રમાદનું અનુમોદન કરાવતા નથી. તેથી જ પાસસ્થાદિને પણ પ્રસંગે કરવાના વંદનાદિની આ રીતની વિધિ કહી છે કે–જેઓએ સંયમધુરાને છોડી દીધી છે, જેઓ પ્રવચન ઉપઘાતાદિથી નિરપેક્ષ રીતે પ્રકટમાં જ દોષને સેવે છે, વ્રતાદિરૂપચરણ અને પિંડવિશુદ્ધિ આદિરૂપ કરણથી જેઓ ભ્રષ્ટ થયા છે તેવા કેવળ દ્રવ્યલિંગયુક્ત લિંગી વિશે પણ તેઓ દ્વારા સંઘાદિનું કઈ પ્રોજન સારવા શું કરવું તે હવે કહીએ છીએ.
. (પુણકારણની હાજરીમાં પાસસ્થાદિને વંદનાદિની વિધિ)
નિર્ગમ ભૂમિ વગેરેમાં દેખાએલાને વચનથી અભિલાપ કરવો, એના કરતાં મોટું કાર્ય અપેક્ષિત હોય ત્યારે “નમસ્તે' ઇત્યાદિ વચનથી નમસ્કાર કરવો, એમ ઉત્તરોત્તર વિશેષ વિશેષ કાર્યો હોય ત્યારે અભિલા –નમસ્કારગર્ભિત હાથ ઊંચા કરો, મસ્તક નમાવવું, ક્ષેમકુશળની પૃચ્છા કરવી, તેની સાથે કેટલાક કાળ બેસી-ઊભા રહી વાતે કરવી. એમ વિશેષ કારણ હોય તે તેના ઉપાશ્રયે પણ જવું–થોભવંદન કરવું. અર્થાત્ આરભટી વૃત્તિથી ગમે તેમ વંદન કરી દેવું અથવા વિશેષ કારણ હોય ત્યારે પરિશુદ્ધ વંદન પણ કરવું. વળી બ્રાચર્યપાલનકાળ રૂપ પર્યાય, તેની પાસે રહેલા સાધુ સમૂહાદિ રૂપ પર્ષદા વિનીત છે કે નહિ? તે પુરુષ કેવો છે ? અર્થાત્ કુલ-ગણસંઘાદિનું કયું–કેવું કાર્ય તેને આધીન છે? તે, તે તે ક્ષેત્રમાં તે કેવો પ્રસિદ્ધ છે– તેનું લેકે પર કેવું જોર પડે છે ? તે, દુષ્કાળ પ્રતિ જાગરણાદિ રૂપ કાળમાં તે કેવો ઉપાગી છે ? તે, સૂત્રાર્થોભયરૂપ આગમ અને સૂત્રરૂપશ્રુત તેઓ પાસેથી કેટલું મળી શકે એમ છે? ઇત્યાદિ જાણીને તેવા તેવા કારણે ઉપસ્થિત થએ છતે જેને જેને જે ચગ્ય હોય તેવા વચનાભિલાષાદિ કરવા. આ તે પાસ છે એને કણ બેલાવે ? ઈત્યાદિરૂપ ઉત્કટ માન કષાયાદિ હોવાના કારણે જેઓ આ કારણ પ્રાપ્ત એવા પણ વચનાભિલાષાદિ કરતા નથી તેઓ શ્રીઅરિહંતદેશિત માર્ગ વિશે યોગ્ય પ્રવચનભક્તિ કરી શકતા નથી તેથી અભક્તિ, સ્વાર્થભ્રંશ, બંધનાદિ નુકશાન થાય છે.
(પાસસ્થાદિને કારણે પ્રાપ્ત વંદનાદિ કરનાર આરાધકે) આમ કારણ પ્રાપ્ત એવા તે વંદનાદિ ન કરવામાં થનારા પ્રવચન અંગેની અભક્તિ વગેરે રૂપ દોષોનો પરિહાર કરવાની ઇચ્છાથી જ તે વંદનાદિ થતાં હોવાથી તેનાથી પ્રવચનભક્તિ વગેરે રૂ૫ ગુણ જ થાય છે. દોષ નહિ. છતાં પહેલા એવું કારણ १. आलंबनैः भृतो लोको जीवस्याऽयतनाकामस्य । यद्यद् पश्यति लोके तत्तदालंबन करोति ।