________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૩૫ ववहारस्स उ चरणे हयम्मि भयणा उ सेसाण ॥ ति [पञ्चाशक ११-४५]
निश्चयो हि फल कुर्वदेव कारणमभ्युपैति, व्यवहारस्तु कुशूलनिहितबीजवत् स्वरूपयोग्यमपीति विशेष इति ध्येयम् । एव चात्मज्ञाने सत्यात्माऽज्ञानविलयात् तत्प्रयुक्तरागद्वेषविलये तन्मूलकाऽरतिपरिणामरूपदुःखविलय एवेति व्यवतिष्ठते, तेनात्मज्ञाने सति दुःखविलये क्षुत्पिपासादिकमपि न भवत्येवेति परेषां प्रत्याशावल्ली समुन्मूलिता भवति, क्षुधादिपरिणामस्य ज्ञानाऽनाश्चत्वादिति स्फटीभविष्यत्यग्रे ॥५६॥ મારે કાંઈ આકુળતા કરવા જેવી નથી ઈત્યાદિરૂપ ભાવનાજ્ઞાનનું ફળ એ જ છે કે ચિત્તની અસમાધિ દૂર થવી. સરાગી જીવોને આવું ચિત્ત ખેદાત્મક દુઃખ ઊભું છે એનાથી જણાય છે કે તેઓને પરમાર્થથી આત્મજ્ઞાન થયું નથી. અને તેથી તેઓ દુઃખને હણી શકતા નથી. શ્રી યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “આત્માના અજ્ઞાનના કારણે દુખ ઉત્પન્ન થાય છે અને આત્મજ્ઞાનથી એ નષ્ટ થાય છે. જેઓને આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત થયું નથી તેઓ ગમે એટલા તપ વગેરે દ્વારા પણ દુઃખને ઉછેદ કરવામાં સમર્થ બનતા નથી.”
[ ચારિત્રભંગમાં જ્ઞાન-દશનના ભંગ–અભંગની વિચારણું] વળી જે જ્ઞાન રાગદ્વેષને ઓગાળતું નથી તે તે નિશ્ચયથી જ્ઞાન જ નથી. તેથી જ ચારિત્રને ભંગ થાય તો નિશ્ચયનયાનુસારે જ્ઞાનદર્શનનો પણ અવશ્ય ભંગ થવાનું શાસ્ત્રમાં કહ્યું છે. કારણ કે ચારિત્રને ભંગ થયો એને અર્થ જ એ કે રાગદ્વેષની માત્રા ઓગળવાને બદલે વધી જવી. એ વખતે જ્ઞાન -દર્શન જો અખંડ રહેતા હોય તે તે તેઓ પોતાના કાર્યભૂત રાગદ્વેષતાનિ જ ર્યા કરતાં રહેવાથી રાગદ્વેષવૃદ્ધિ જ અસંભવિત બની જાય અને તેથી પછી ચારિત્રભંગ જ શી રીતે થાય ? તેથી જે ચારિત્રભંગ થતું હોય તે ત્યારે જ્ઞાન-દર્શનને પણ અવશ્ય ભંગ હોય જ. વ્યવહારનયાનુસારે એમાં ભજના છે. અર્થાત્ ચારિત્રભંગ હોતે છતે જ્ઞાનદર્શન પણ ન જ ટકે એવું નથી, ટકે પણ ખરા અને ન પણ ટકે. કહ્યું છે કે નિશ્ચયનય ચારિત્રને ઉપઘાત થવામાં જ્ઞાનદર્શનનો પણ અવશ્ય ઉપઘાત માને છે જ્યારે વ્યવહારનય ચારિત્રની હાનિમાં શેષ=જ્ઞાનદર્શનની હાનિ ભજનાએ=વિક૯પે માને છે. આ બે નયના અભિપ્રાયમાં ફેર પડવાનું કારણ એ છે કે જે કાર્ય કરતું હોય તે જ કારણ કહેવાય એવું નિશ્ચયનય માને છે જ્યારે વ્યવહારનયનું માનવું એવું છે કે “અમુક વિવક્ષિત કાળે કાર્ય કરતું ન કરતું હોવા છતાં જે કાર્યને સ્વરૂપ એગ્ય હોય, એટલે કે કાર્ય કરવાની યોગ્યતા ધરાવતું હોય તે પણ કારણ કહેવાય. તેથી જે નિશ્ચયનય મુજબનું જ્ઞાનાત્મક કારણ હાજર હોય તે તે એ રાગદ્વેષ હાનિ રૂપ સ્વકાર્ય અવશ્ય કરતું હોવાથી એ વખતે ચારિત્રભંગ સંભવી શકતો જ નથી. જ્યારે વ્યવહારનય તે જ્ઞાનદર્શનરૂપ કારણ હાજર હોવા છતાં શેષ સામગ્રી હાજર ન હોવાથી કાર્ય થતું નથી એમ કહી તે બેની હાજરીમાં પણ ચારિત્રભંગને સ્વીકારે છે. તેથી તેના મતે ચારિત્રભંગ થાય ત્યારે પણ જ્ઞાન-દર્શન હાજર રહી શકતા હોવાથી