________________
દેવાધિકાર.] સ્થિર તિષ્કના વિમાનનું પરિમાણ.
माणुसनगाओ बाहि, चंदाईया तदद्धपरिहाणा। गइठिइभेएण इमे, अम्भितरबाहिरा नेया ॥ १०० ॥
અર્થમાનુષત્તર પર્વતની બહાર રહેલા ચંદ્રાદિકના વિમાને અંદરના કરતાં અર્ધપરિહાણિવાળા અર્થાત અર્ધપ્રમાણુવાળા જાણવા. આ ચંદ્રાદિક અત્યંતરના ને બહારના ગતિ ને સ્થિતિના ભેદવડે જુદા સમજવા. ૧૦૦
ટીકાથ–માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિના વિમાન રહેલા છે તે તદર્ધપરિહીન જાણવા અર્થાત્ પૂર્વે કહી ગયેલા ચંદ્રાદિના વિમાનથી આયામ, વિઝંભ ને ઉચ્ચત્વમાં અધહીન જાણવા. તેને સાર આ પ્રમાણે-મનુષ્યક્ષેત્રની અંદર રહેલા ચંદ્રાદિના વિમાનોનું–આયામ, વિષ્ક્રભ ને ઉચ્ચત્વનું જે પરિમાણ કહેલું છે તે કરતાં અર્ધ આયામ, વિધ્વંભને ઉચ્ચત્વ જાણવું. તે બતાવે છે. ચંદ્રના વિમાનને આયામ ને વિષ્કભ એકસઠીઆ ૨૮ ભાગને, સૂર્યના વિમાનનો ૨૪ ભાગ, ગ્રહના વિમાનને એક ગાઉન, નક્ષત્રના વિમાનને ૩ ગાઉને અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાઓના વિમાનને ડું ગાઉને તથા જઘન્ય સ્થિતિવાળા તારાઓના વિમાનને ? ગાઉને એટલે ૨૫૦ ધનુષ્યને જાણો. હવે ઉંચાઈ કહે છે. ચંદ્રના વિમાનની એકસઠીયા ૧૪ ભાગની, સૂર્યના વિમાનની ૧૨ ભાગની, ગ્રહના વિમાનની અર્ધ ગાઉની, નક્ષત્રના વિમાનોની 3 ગાઉની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાઓના વિમાનની ૨૫૦ ધનુષ્યની અને જઘન્ય સ્થિતિવાળા તારાઓના વિમાનોની ૧૨૫ ધનુષ્યની જાણવી.
હવે મનુષ્યક્ષેત્રમાં રહેલા અને તેની બહાર રહેલા ચંદ્રાદિમાં પરસ્પર વિશેષતા શું છે? તે કહે છે. મનુષ્યક્ષેત્રમાં રહેલા અને મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રાદિકમાં ગતિ રિથતિના ભેદવડે વિશેષતા સમજવી. અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં રહેલા ચંદ્રાદિક નિરંતર જંબદ્વીપના મેરૂની ફરતા ફરનારા સમજવા અને મનુષ્યક્ષેત્રની બહારના સદા અવસ્થિત (સ્થિર) સમજવા. આ મેટો ભેદ છે.૧૦૦
હવે અહીંથી કેટલે ઉંચે ચંદ્રાદિના વિમાને ચાર ચરે છે તે કહે છે– धरणियलाओ समाओ, सत्तहिं नउएहिं जोयणसएहिं । हिटिल्लो होइ तलो, सूरो पुण अट्ठहिं सएहि ॥ १०१॥
ટીકાર્થ –રૂચકપ્રદેશરૂપ ધરણિતળથી ૭૯૦ જન સર્વથી નીચે - તિષ્ક વિમાનનું તળ જાણવું. સૂર્ય સરખા ધરણિતળથી ૮૦૦ પેજને સમજવો. ૧૦૧