________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. આ પ્રમાણે પ્રસંગોપાત્ દ્વીપ–સમુદ્રોની વક્તવ્યતા કહી, હવે નક્ષત્રાદિ તિષ્ઠદેવાધિપતિ ચંદ્રોની અને તેના પરિવારની સંખ્યા કહે છે
अट्ठासीइं च गहा, अट्ठावीसं च हुंति नरकत्ता। एगससीपरिवारो, एत्तो तारागणं वुच्छं ॥ ९५ ॥
ટીકાર્થ_એક ચંદ્રને પરિવાર મંગળાદિ ૮૮ ગ્રહો અને અભિજિતાદિ ૮ નક્ષત્રરૂપ સમજવો. હવે તેના પરિવારભૂત તારાગણ કેટલો છે તે કહે છે. ૯૫.
પ્રતિજ્ઞાતન નિર્વાહ કરે છે– छावद्विसहस्साइं, नव चेव सयाइं पंचसयराइं।
સસીરિવાર, તારા વહિવટી ૨૬
અર્થ—છાસઠ હજાર નવ સને પંચોતેર ક્રોડાકોડ-એટલા તારાઓ એક ચંદ્રના પરિવારભૂત સમજવા.
ટીકાર્થ– એક ચંદ્રનો તારાગણરૂપ પરિવાર છાસઠ હજાર નવસો ને પોતેર કડાકોડી સમજવો. અહીં શિષ્ય શંકા કરે છે કે જે એક ચંદ્રનો એટલો તારાગણરૂપ પરિવાર છે તે મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રો છે તે બધાને પરિવાર વિચારતાં ઘણો થઈ જાય. અને મનુષ્યલોકમાં તિક મેરૂપર્વતથી ફરતા ૧૧૨૧ જન મૂકીને ચાર ચરે છે તો એટલા તારાગણ મનુષ્યક્ષેત્રમાં સમાવેશ કેમ થઈ શકે?” તેને ઉત્તર આપે છે કે-“આ બાબતમાં બે મત છે. એક મતવાળા કહે છે કે-“કોટાકોટિ એવી સંજ્ઞા કેટીની જ સમજવી એમ પૂવાચાર્યમાં પ્રસિદ્ધ છે તેથી ૬૬૭૫ ક્રોડ જ તારાગણ સમજ, કોડાકોડ સમજવો નહીં.” બીજા મતવાળા કહે છે કે-“તારાગણના વિમાન સ્વરૂપે કરીને તેટલા કોડજ સમજવા; પરંતુ જે તારાના વિમાનનું પ્રમાણ “પર્વત, પૃથ્વી, વિમાનાદિ પ્રમાણુંગુળ માપવા-સમજવા.” એમ કહેલું છે તે પ્રમાણે સમજીએ તો તેમ સમજવું, પણ જે તે વિમાન ઉસેંધાળે માપીએ તો કોટાકોટી સમજવા.” આ વાત પિતાની બુદ્ધિથી કહેલ નથી પરંતુ શ્રી વિશેષણવતી નામના પજ્ઞ ગ્રંથમાં તેના કર્તા આચાર્ય મહારાજાએ (શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે)જ કહ્યું છે કે કેટલાક કડાકડીને કપણે સંજ્ઞાંતર જ (કડીની બીજી સંજ્ઞા જ) માને છે અને બાજા તારાના વિમાનનું પ્રમાણ ઉત્સધાંગુળનું કહીને કેડાછેડીને જ સ્વીકારે છે. ૯૬.