SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિકાર.] મનુષ્યક્ષેત્રનું પ્રમાણુ. ૫૮ અસંખ્ય કટાકોટી જનવાળા સ્વયંભૂરમણ દ્વીપથી સ્વયંભૂરમણ સમુદ્ર બમણ પ્રમાણવાળો છે. ૮૦ દ્વીપ ને સમુદ્રોનું પરિમાણ કહ્યું, હવે કેટલા દ્વીપ ને સમુદ્રોવાળું ને કેટલા જનના પરિમાણવાળું મનુષ્યક્ષેત્ર છે તે કહે છે– अड्डाइज्जा दीवा, दुन्नि समुद्दा य माणुसं खित्तं । पणयालसयसहस्सा, विखंभायामओ भणिअं ॥८१॥ અર્થ --અઢી દ્વીપ ને બે સમુદ્રરૂપ મનુષ્યક્ષેત્ર છે, તે લંબાઈ પહેળાઈમાં પિસ્તાળીસ લાખ જનપ્રમાણ કહ્યું છે. ૮૧. ટીકાર્થ –અઢી દ્વીપ તે આ પ્રમાણે-જંબુદ્વીપ, ધાતકીખંડ ને પુષ્કરવરદ્વીપ અર્ધ, બે સમુદ્ર તે લવણસમુદ્રને કાળદસમુદ્ર. એ બધાને એકત્ર કરીએ એટલું મનુષ્ય સંબંધી ક્ષેત્ર, તેટલામાં જ મનુષ્યનું જન્મ-મરણ થવાનો સંભવ હોવાથી જાણવું. તેમાં ભરતાદિ ૪૫ ક્ષેત્રમાં અને પ૬ અંતરદ્વીપમાં મનુષ્યના જન્મમરણે થાય છે એ તો પ્રસિદ્ધ જ છે. સમુદ્ર અને વર્ષધર પર્વતાદિકમાં પ્રાય: જન્મ ઘટતું નથી. મરણ તે સંહરણથી અથવા વિદ્યા કે લબ્ધિના વશથી ત્યાં પિતાની મેળે જનારનું સંભવે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર મનુષ્યને જન્મ થયે નથી, થતો નથી અને થશે નહિ. જે કદિ કોઈ દેવ, દાનવ અથવા વિદ્યાધરને પૂર્વાનુબદ્ધ વૈરના નિર્યાતન માટે એવી બુદ્ધિ થાય કે આ મનુષ્યને આ સ્થાનથી ઉપાડીને મનુષ્યક્ષેત્રની બહાર ફેંકી દઉં કે જેથી તે ત્યાં ઊર્ધ્વશેષપણે શોષાઈ જાય અને મરી જાય. તથાપિ કાનુભાવથી જ તેને પાછું કઈ પણ કારણે બુદ્ધિમાં પરાવર્તન થાય કે જેથી તે સંહરણ જ ન કરે અથવા સંહરણ કરેલ હોય તો પાછો અહીં લાવીને મૂકે, તેથી પણ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્ય મરણ પણ પામ્યા નથી, પામતો નથી ને પામશે પણ નહીં. જંઘાચારણ અથવા વિદ્યાચારણ મુનિએ પણ જે નંદીશ્વર દ્વીપાદિકમાં જાય છે. તે પણ ત્યાં રહ્યા સતા મરણ પામતા નથી, પરંતુ મનુષ્યક્ષેત્રમાં આવીને જ મરણ પામે છે, તેથી જ અઢી દ્વીપ ને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તે મનુષ્યક્ષેત્રનું પ્રમાણ કેટલું છે તે કહે છે-જૂળજાત્યા અઢી દ્વીપ ને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્ર લંબાઈ ને પહોળાઈમાં તીર્થકર–ગણધરેએ પીસ્તાળીસ લાખ જન પ્રમાણે કહેલું છે. તે કેવી રીતે?
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy