SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. હવે ભવનપતિના ઇંદ્રોના સામાનિક ને આત્મરક્ષક દેવોનું પ્રમાણ કહે છેचउसट्ठी सट्ठी खल्लु, छच्च सहस्सा उ असुरवज्जाणं । सामाणिआ उ एए, चउग्गुणा आयरकाओ ॥ ५१ ॥ ટીકાર્થ—અસુરાધિપતિ ચમરેંદ્રને નિશ્ચયે ૬૪૦૦૦ સામાનિક દે છે, બલીંદ્રને ૬૦૦૦૦ છે. અસુરકુમારના બે ઈંદ્રો શિવાયના ૧૮ ઈંદ્રોને છ છે હજાર સામાનિક દેવો છે. આત્મરક્ષક એટલે સ્વાંગરક્ષક દે સામાનિકની અપેક્ષાએ તેનાથી ગુણ છે. એટલે કે અસુરકુમારના ચમરેંદ્રને ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવો છે અને બલીંદ્રને ૨૪૦૦૦૦ આત્મરક્ષક દે છે. બાકીની નવ નિકાયના ધરણ વિગેરે ૧૮ ઇંદ્રને ચોવીશ વીશ હજાર આત્મરક્ષક દે છે. પ૧ - હવે સામાનિક ને આત્મરક્ષકનો પ્રસ્તાવ ચાલતો હોવાથી વ્યંતરમાં અને જોતિષીમાં પણ સામાનિકને આત્મરક્ષક દેવો કેટલા છે તે કહે છે– सामाणिआण चउरो, सहस्स सोलस य आयरकाणं । पत्तेयं सवेसिं, वंतरवइससिरवीणं च ॥ ५२ ॥ ટીકાર્ય–દક્ષિણ ને ઉત્તર બંને દિશાના વ્યંતરે દ્રોને તેમ જ અસંખેય દ્વીપ સમુદ્રભાવી ચંદ્રોને અને સૂર્યોને એટલે કે જ્યોતિષીના ઇદ્રોને પ્રત્યેકે સામાનિક દેવો ચાર ચાર હજાર અને આત્મરક્ષક દેવ ૧૬-૧૬ હજાર જાણવા. પર હવે વૈમાનિકના ઇંદ્રોને સામાનિક ને આત્મરક્ષક દેવ કેટલા છે તે કહે છે– चउरासीई असीई, बावत्तरी सत्तरी य सट्टी य । पन्ना चत्तालीसा, तीसा वीसा दससहस्सा ॥ ५३ ॥ ટીકાર્થ સાધર્માધિપતિ શકેંદ્રને સામાનિક દેવ ૮૪૦૦૦ છે. ઈશાન કલ્પના અધિપતિ ઈશાનેંદ્રને ૮૦૦૦૦ છે. સનકુમારકલ્પના સ્વામી સનકુમારેંદ્રને ૭૨૦૦૦ છે. માહેંદ્ર કપાધિપતિ માહેદ્રને ૭૦૦૦૦ છે. બ્રહ્મલોકેંદ્રને ૬૦૦૦૦ છે. લાંતકેદ્રને ૫૦૦૦૦ છે. મહાશુકેંદ્રને ૪૦૦૦૦ છે. સહસ્ત્રારેંદ્રને ૩૦૦૦૦ છે. આનતપ્રાણતંદ્રને ૨૦૦૦૦ છે અને આરણ અમ્યુરેંદ્રને ૧૦૦૦૦ છે. ૫૩ બધા ઈંદ્રોને આત્મરક્ષક દેવે સામાનિકથી ચગુણ છે.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy