________________
( ૨ ) કારણ કે વાદી, ક્ષમાશ્રમણ, વાચક ને દિવાકર એવા ઉપનામ પૂર્વધરને જ આપવામાં આવે છે. ઉપાધ્યાયને વાચક શબ્દથી બોલાવાય છે પણ આ વાચક તે ઉમાસ્વાતિ વાચકાદિ સમજવા.
આ ગ્રંથકત્ત સંબંધી જન્મતિથિ, જન્મસ્થાન, ગુરુનામ વિગેરે લભ્ય નથી તેથી અમે લખી શક્યા નથી. એમણે મહાભાષ્ય, જિતક૯૫, બ્રહક્ષેત્રસમાસ, વિશેષણવતી વિગેરે ગ્રંથ રચેલા ઉપલભ્ય છે. ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં જ થયેલા છે. એમણે સાથે રહીને જ સરસ્વતી મહાદેવીનું આરાધન કર્યું હતું, જેમાં સાથે શ્રી દેવેન્દ્રસૂરિ જેઓ પાંચ કર્મગ્રંથ પજ્ઞ ટીકા સાથેના રચનારા છે તેઓ પણ હતા. શ્રી મલયગિરિજી મહારાજ મહાન ટીકાકાર થયા છે. એમણે જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્ર તથા બૃહસંગ્રહણિ, બૃહક્ષેત્રસમાસ વિગેરે અનેક પ્રકરણ ગ્રંથો ઉપર ટીકા કરેલી છે. આવશ્યક સૂત્ર ઉપર પણ એમણે ટીકા કરી છે. તેને અમુક ભાગ છપાયેલો છે. આ ટીકા એમણે મૂળ ટીકાકાર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાપુરુષ શ્રી હરિભદ્રસૂરિની કરેલી પ્રાચીન ટીકાને આધારે કરી છે, પરંતુ એ મૂળ ટીકા અત્યારે લભ્ય નથી. આ ટીકાની અંદર ઘણે ઠેકાણે તેને આધાર લીધાનું કહેલું છે. આ ટકાનું પ્રમાણુ શુમારે સાડાપાંચ હજાર લોકપ્રમાણ છે. ટીકાની ભાષા બહુ જ સરલ છે તેથી જ મારી જે અલ્પમતિ તેનું ભાષાંતર કરવા શક્તિમાન થયા છે. જો કે અલ્પમતિને લઈને તેમ જ છદ્મસ્થપણાને લઈને આ ભાષાંતરમાં અનેક સ્થાને ખલના થવાને સંભવ છે તે મને જણાવવા માટે વિદ્વદ્વર્ગને મારી નમ્ર પ્રાર્થના છે. ખલના દૂર થવા માટે મેં બનતો પ્રયાસ કર્યો છે. સભાના શાસ્ત્રી જેઠાલાલે પણ તેના પર સારું લક્ષ્ય આપ્યું છે જેથી તેને પણ હું આભારી છું.
જેમ બ્રહક્ષેત્રસમાસ ને લઘુક્ષેત્રસમાસ છે, તે બંને ઉપર જુદી જુદી વિસ્તૃત ટીકાઓ પણ છે તેમ આ બૃહસંગ્રહણિ માટે નથી; કારણ કે જે લઘુસંગ્રહણિ કહેવાય છે તે તો માત્ર ૩૦ ગાથાની જ છે અને તેમાં જંબુદ્વીપના શાશ્વત પદાર્થો વિગેરેને જ અધિકાર છે કે જે આનાથી તદ્દન જુદે જ વિષય બતાવે છે.
આ ગ્રંથનું બીજું નામ રોલેક્યદીપિકા પણ છે, કારણ કે આ ગ્રંથમાં ત્રણે લેકમાં રહેલા દેવ, નારક, મનુષ્ય ને તિર્યંચરૂપ ચારે ગતિના જીવો સંબધી હકીકત સમાવી છે. આયુ, સ્થાન, અવગાહના, ઉપપાતવિરહકાળ, આવનવિરહકાળ, ઉપપાતવિરહસંખ્યા ને ગતિ, આગતિરૂપ નવ નવ દ્વાર દેવ અને નારકીના નિરૂપણ કર્યો છે અને સ્થાનનું અનિયતપણું લેવાથી મનુષ્ય ને તિર્યચના સ્થાન સિવાય આઠ આઠ દ્વાર કહેલા છે. એકંદર ચાર ગતિના મળીને ૩૪ દ્વાર કહેલા છે; પરંતુ પ્રાસંગિક દેવોને અંગે ચિહ્ન, શરીરના વર્ણ, અવધિજ્ઞાનનું પ્રમાણુ, વિમાન, વિષય, લેણ્યા વિગેરે અને નારકીને અંગે ત્રણ પ્રકારની