SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. - ઊર્ધ્વ કે એક સમયે ઉત્કૃષ્ટા ચાર સિદ્ધ, સમુદ્રમાં બે, સામાન્ય જળમાં ત્રણ, આ પ્રક્ષેપ ગાથા પ્રમાણે વ્યાખ્યાન કરેલ છે. બાકી સિદ્ધપ્રાભૂતાનુસારે તે જળમાં ચાર જાણવા. અધેલોકે ઉત્કૃષ્ટા એક સમયે ર૨. સિધે. તે પણ એ પ્રક્ષેપ ગાથાનુસાર જાણવું. સિદ્ધપ્રાભૂત સૂત્રાનુસારે તો વીશ પૃથકત્વ સમજવા. કેવળ વીશ પૃથકૃત્વ. શબ્દ ત્યાં ૨૨ ગ્રહણ કરેલા છે, કેમકે પૃથકૃત્વ શબ્દ બેથી નવ સુધી ગમે તે આંક ગ્રહણ કરાય છે. - તેથી અહિં રોવીસમોટો એમ કહેવાય છે તે સમીચીન જણાય છે. તિર્લફલેકે ઉત્કૃષ્ટ ૧૦૮ સિધ્ધ છે. આજ અર્થ કહેનાર અહીં એક ગાથા છે. ૩૪૭ હવે સમસ્ત ગ્રંથાર્થ ઉપસંહાર રૂપ વક્તવ્યતાપને ઉપક્ષેપ કરતા સતા ગ્રંથકાર કહે છે:-- ठिइभवणाणोगाहणवकंती वण्णिआ समासेणं । इत्तो तिविहपमाणं, जोणी पज्जत्ती वुच्छामि ॥३४८॥ ટીકાર્ય –સ્થિતિ (આયુ), ભવન (રહેવાના સ્થાન), અવગાહના (શરીરપ્રમાણ) અને વ્યુત્ક્રાંતિ એટલે ગતિ–આગતિ દેવ અને નારકાદિ જીવની સંક્ષેપે કહી હવે ત્રિવિધ પ્રમાણ, યોનિ ને પર્યામિ કહું છું. ૩૪૮ તેમાં વિવિધ પ્રમાણ આ પ્રમાણે-આત્માંગુળ, ઉત્સધાંગુળ અને પ્રમાણ ગુળ. તેમાં જે અંગુળવડે જે માપીએ તે કહે છે – आयंगुलेण वत्थु, उस्सेहपमाणओ मिणसु देहं । नगपुढविविमाणाई, मिणसु पमाणांगुलेणं तु ॥३४९॥ શબ્દાર્થ –આત્માંગુળવડે વસ્તુ માપવી, ઉધાંગુળવડે એના શરીર માપવા અને પ્રમાણાંગુળવડે પર્વત, પૃથ્વી અને વિમાનાદિ માપવા. ટીકાર્ય–આત્માંગુળવડે વસ્તુ માપવી. તે વસ્તુ ત્રિવિધ છે. ખાત, ઉક્તિ અને ઉભય. તેમાં ખાત તે કુવા, તળાવ અને ભૂમિગૃહ (ભેંયરા) વિગેરે, ઉક્તિ એટલે ધવળગૃહાદિ–રહેવાના મકાન વિગેરે અને ઉભય એટલે ભૂમિગૃહ યુક્ત ધવળગૃહાદિ માપવા. . ઉત્સધાંગળવડે દેવ વિગેરેનું શરીર માપવું પ્રમાણ ગુળવડે પર્વત, પૃથિવી
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy