SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. ટીકાર્થી–સિદ્ધિગતિમાં વિરહ જઘન્ય એક સમયને અને ઉત્કૃષ્ટ છે માસને છેતે સિદ્ધિગતિ નિશ્ચયે ઉદ્વર્તન રહિત છે. નિયમ જે જીવો સિદ્ધ થયા તે કદાપિ પણ ત્યાંથી ચવતા નથી, કેમકે ઉદ્વર્તનાના હેતુભૂત કર્મોને નિર્મૂળ કરી નાખ્યા છે. કહ્યું છે કે – दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नांकुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १॥ બીજ અત્યંત બળી ગયે સતે તેને નવા અંકુર આવતા નથી તેમ કર્મરૂપી બીજ અત્યંત દગ્ધ થયે સતે ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી.” ૩૪૫ હવે એક સમયે કેટલા સિદ્ધિગતિને પામે ? તે કહે છે – एक्को व दो व तिन्नि व, अट्ठसयं जाव एगसमएणं । मणुअगईओ गच्छे, संखाउअ वीअरागा उ ॥ ३४६ ॥ ટીકાર્ય એક સમયે જઘન્યથી એક, બે અથવા ત્રણ સિદ્ધ, ઉત્કૃષ્ટ ૧૦૮ સિધે, તે મનુષ્યગતિમાંથી જ સિધ્ધ; બીજી ગતિમાંથી નહીં. મનુષ્યમાંથી પણ સંખ્યાતા આયુવાળા જ સિધ્ધ (યુગલિકે નહીં.) તેમાં પણ વીતરાગ થયેલા-રાગ રહિત થયેલા ઉપલક્ષણથી સર્વ કર્મકલંકથી રહિત થયેલા સિધે. અન્યમતવાળાની જેમ સત્કર્મો પણ સિધ્ધ નહીં. ૩૪૬. આ સંબંધમાં વિશેષ રીતે સંખ્યા પ્રદર્શિત કરે છે – बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य बोधव्वा। चुलसीई छण्णउई, दुरहिअमट्टत्तरसयं च ॥३४७ ॥ શબ્દાર્થ –બત્રીશ, અડતાળીશ, સાઠ, બહેતેર, ચોરાશી, છનું, એક સો બે ને એક સો આઠની સંખ્યા (સમયસિદ્ધની) જાણવી. ટીકાર્થ –એકથી માંડીને બત્રીશ સુધી નિરંતર સિધે તે આઠ સમય સુધી સિધ્ધ. અહીં આ સાર સમજવો કે–પહેલે સમયે જઘન્યથી એક, બે, ત્રણ ઉછા બત્રીશ સિધ્ધ, બીજે સમયે પણ જઘન્યથી એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ બત્રીશ સિધે, એમ ત્રીજે, ચોથે, યાવત્ આઠમે સમયે જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ ૩૨ સુધી સિધે તે ત્યારપછી જરૂર સમયાદિનું અંતર પડે.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy