SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચમનુષ્યાધિકાર. ] લેફ્યા વિચાર. ૨૦૫ અને સામે શાન કલ્પના દેવા ઉત્પન્ન થાય છે તે તેજલેશ્યાવાળા હાય છે. દેવા જે લેસ્યામાં મરણ પામે છે તે લેશ્યાએ જ આગળ પણ ઉત્પન્ન થાય છે. આગમમાં કહ્યુ છે કે—આગામી ભવના આદ્ય સમયે જીવાને અન્ય લેશ્યાના પરિણામ હેાતા નથી, તેમ જ પાશ્ચાત્ય ભવના ચરમ સમયે પણ તેથી જુદા લેશ્યાપરિણામ હાતા નથી; પરંતુ તિર્યંચ મનુષ્યાને આગામી ભવ સંબંધી લેશ્યાનુ અંતર્મુહૂત્ત ગયા પછી અને દેવનારકાને સ્વભવની લેશ્યા હજી અંતર્મુહૂત્ત રહેનારી હાય ત્યારે પરલેાકગમન થાય છે. તે બાબતમાં કહ્યુ છે કે—અહીં ત્રણ ગાથા છે તેના અર્થ આ પ્રમાણે— સર્વ લેશ્યા નવી પરિણમે ત્યારે તેના પ્રથમ સમયે કાઇપણ જીવના પરભવમાં ઉપપાત થતા નથી. સર્વ લેશ્યા જે પરિણમેલી હાય તેને ચરમ સમયે પણ કોઇ જીવના પરભવમાં ઉપપાત થતા નથી. એટલે કે કેઈપણુ લેફ્યા પરિણમ્યા પછી અંતર્મુહૂ જાય ત્યારપછી અથવા પરિણમેલી લેશ્યા અંતર્મુહૂત્ત બાકી હાય ત્યારે જીવ પરભવમાં જાય છે.’ આ પ્રમાણે હાવાથી તે દેવા જે પૃખ્યાક્રિમાં ઉત્પન્ન થાય તેને કેટલા કાળ સુધી તેોલેશ્યા પામી શકાય છે. ગર્ભ જ તિર્યંચ ને મનુષ્યેામાં છએ લેશ્યાએ હાય છે. કારણ કે તે જીવા અનવસ્થિત લેશ્યાવાળા હાય છે. તે જ વાત કહે છે. શુકલલેશ્યાને વ ને બાકીની પાંચે લેશ્યા ગર્ભ જ તિર્યંચ મનુષ્યાને જઘન્યથી ને ઉત્કર્ષ થી અંતર્મુહૂ સુધી જ અવસ્થિત હાય છે. શુકલલેશ્યા જઘન્યથી અંતર્મુહૂત્ત અને ઉત્કર્ષ થી કાઇક ન્યૂન નવ વર્ષે ઉણુ પૂર્વ કેાટી સુધી રહે છે. આ ઉત્કર્ષ પ્રમાણુનું અવસ્થિતપણું પૂર્વ કેટીના આયુષ્યવાળા મનુષ્ય કે જેમણે કાંઇક અધિક આઠ વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. હાય તેને માટે સમજવું, તે શિવાયના જીવાને માટે તેા ઉત્કર્ષ થી પણ અંતર્મુહૂનું અવસ્થાન જ સમજવું. કહ્યું છે કે-“ શુકલલેશ્યાને વને મનુષ્ય અને તિર્યંચાને માકીની પાંચ વેશ્યા જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે તેની સ્થિતિ અંતહૂની હાય. શુકલલેસ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ નવ વર્ષે ઊણુ પૂર્વક્રાડ વષઁની હાય. ” આ ગાથામાં äિ ä નાઉ ત્તિ કહ્યું છે એના અર્થ એ સમજવા કે–જે લેશ્યા જે કાળવિશેષે જે ગર્ભજ તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે ત્યારે તેની સ્થિતિ અંતર્મુહૂત્ત ની જાણવી. બીજો અર્થ સુગમ છે. ' શેષ તેજસ્કાયિક, વાયુકાયિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત પૃથ્થાદિ, સાધારણ વનસ્પતિ, વિકલેંદ્રિય અને સમૂચ્છિમ પ ંચેંદ્રિય તિર્યંચ તે મનુષ્યેાને ત્રણ પ્રથમની લેશ્યા-કૃષ્ણ, નીલ ને કાપાત હાય, ૩૪૨
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy