________________
૧૯૬
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષાધિકાર. અહીં શંકા કરે છે કે જે બંધકાળે પ્રભૂતકાળે દવા યોગ્ય કર્મ બાંધ્યું હોય તે અપવર્તન કરણના વશથી અપકાળે વેદાઈ જાય તે કૃતનાશ ને અકૃતાગમને પ્રસંગ પ્રાપ્ત થશે. યથાબદ્ધ ન વેદવાથી અને વેદના પ્રમાણે બાંધેલ ન હોવાથી. આના ઉત્તરમાં કહે છે કે–“બંધકાળે જ તે અપવર્તનીય આયુ અને શેષ કર્મ પણ શિથિળ જ યથાયોગ્ય અપવર્તનીયતા એગ્ય દેશકાળના અનતિકમપણે બાંધેલ હોય છે. આ અહીં સાર છે કે–બંધકાળે પણ તથાવિધ અધ્યવસાયના વેગથી તથારૂપ જ કર્મ બાંધેલ હોય છે કે જે દેશકાળ ને પુરૂષને અપેક્ષીને અપવર્તન પામે છે, તેથી એમાં કાંઈ પણ દેષને સંભવ નથી. ૩ર૭-૨૮ जं पुण गाढ निकायणबंधेणं पुव्वमेव किल बद्धं । तं होइ अणपवत्तण-जोग्गं कमवेअणिज्जफलं ॥ ३२९ ॥
ટીકાર્થ –જે આયુ અથવા બીજાં કર્મ ગાઢ નિકાચન બંધવડે કરીને એટલે અવશ્ય વેદ્યપણે વ્યવસ્થાપન કરેલ હોય તે કર્મનો બંધ પૂર્વે જ ગાઢ નિકાચનબંધ કરીને બાંધેલ હોવાથી તે અનપવર્તન યોગ્ય છે તેની અપવર્તના થતી નથી. તે કર્મ કમે કરીને એટલે પરિપાટીએ વેદવારૂપ ફળવાળું છે. આનો સાર એ છે કે-જે કર્મ તથારૂપ પરિણામના યોગથી અવશ્ય પણે નિકાચિત કરેલું હોય છે તે અનાવર્તનીય સ્વરૂપવાળું હોય છે અને અનપર્વતીય
સ્વરૂપવાળું હોવાથી ક્રમવેદનીય ફળવાળું હોય છે. તેમાં આયુકર્મ સંબંધી વિચાર કરતાં દેવ, નારકી છે, ઉત્તમ પુરૂષે (શલાકા પુરૂષો વિગેરે), ચરમશરીરી અને અસંખ્યાત વર્ષાયુવાળા (યુગલિકે) અનાવર્તનીય આયુવાળા હોય છે. તે સિવાયના જીવ અપવર્તનીય અને અનપવર્તનીય આયુવાળા હોય છે. ૩૨૯.
હવે ઉપક્રમ અને અનુપક્રમરૂપ બે દ્વાર કહે છે – जेणाउमुवक्कमिज्जइ, अप्पसमुत्थेण इयरगेणावि । अज्झवसाणाईओ, उवक्कमो सो इहं नेओ ॥ ३३० ॥
ટીકાર્થ –જે આત્મસમૃત્યુ અથવસાયવિશેષાદિવડે અથવા ઈતર બાહ્ય વિષ, અગ્નિ, શસ્ત્રદિવડે આયુ ઉપક્રમ પામે એટલે કે દીર્ધકાળવેદ્ય હોય તે સ્વલ્પકાળવેદ્યપણે વ્યવસ્થાપન કરાય તે અપવર્તનના હેતુભૂત અધ્યવસાયાદિ અહીં ઉપક્રમ કહેવાય છે. ૩૩૦,