SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર. હાથના સ્પર્શના પ્રભાવથી બાર જન આયામ વિસ્તારવાળું થયું સતું વૈતાઢ્યના ઉત્તરવિભાગવત્તી ઑછોએ આરાધેલા મેઘકુમાર દેવોએ કરેલ જળવૃષ્ટિને સહન કરવાને સમર્થ ૯. ચર્મરત્ન-ચક્રવર્તીના હસ્તસ્પર્શના પ્રભાવથી બાર જન આયામ વિસ્તારવાળું થનાર અને પ્રભાતે વાવેલ શાલ્યાદિ ધાન્યને બપોરે ઉગાડી આપનાર ૧૦. મણિરત્ન–યથાક્રમ ઉપર નીચે રહેલા ચર્મ ને છત્રરત્નના અપાંતરાળ છત્રના તુમ્બ ઉયર રાખ્યું સતું બાર જન વિસ્તૃત સમસ્ત ચક્રવતીકટકમાં પ્રકાશ કરનાર તેમજ તમિસ્રા ગુફા તથા ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કરતા ચક્રવતી હસ્તિના કુંભસ્થળ ઉપર રાખે ત્યારે બાર જન સુધી પૂર્વ, પશ્ચિમ ને આગળ-ત્રણે દિશામાં અતિ નિવિડ એવા અંધકારની જાળને દૂર કરનાર તેમ જ હાથે અથવા મસ્તકે બાંધ્યું સતું સમસ્ત ઉપદ્રવ અને સમસ્ત રોગને દૂર કરનાર ૧૧. કાકિણરત્ન-વૈતાઢ્ય પર્વતની અને ગુફામાં ૪૯ માંડલા કરવામાં ઉપગી ૧૨. ખરત્ન-સંગ્રામભૂમિમાં અપ્રતિહત શક્તિવાળું ૧૩. દંડર—– વિષમન્નત ભૂમિવિભાગમાં સમત્વ કરનાર અને યત્નવિશેષથી વાપર્યું સતું એક હજાર યોજન અધભૂમિમાં પ્રવેશ કરી શકે તેવું ૧૪. આ ચક્રવતીના ચાદ રત્નો પ્રત્યેક એકેક હજાર યક્ષેથી અધિષ્ઠિત હોય છે. એમાં સાત એકેંદ્રિયરૂપ છે અને સાત પચંદ્રિયરૂપ છે. તે એકેંદ્રિયરૂપ ને પચેંદ્રિયરૂ૫ રત્નો જઘન્યપદે જંબુદ્વીપમાં પ્રત્યેક જાતિના ૨૮–૨૮ હોય અને ઉત્કૃષ્ટપદે ૨૧૦-૨૧૦ પરિભોગમાં આવે. તે જ બતાવે છે-જઘન્યપદે ચાર ચકવતીઓ હોય. તે એકેક ચકવતીને સાત પચંદ્રિય ને સાત એકેંદ્રિય રત્ન હોય તેથી સાતને ચાર વડે ગુણતાં ૨૮ થાય. ઉત્કૃષ્ટપદે ત્રીશ ચકવતી હોય તે આવી રીતે–૨૮ મહાવિદેહમાં ને એક ભરતક્ષેત્રમાં ને એક ઐરવતક્ષેત્રમાંકુલ ૩૦ ને સાતવડે ગુણતાં ૨૧૦ થાય. (શ્રી જંબદ્વીપપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણેની મતલબને જ પાઠ છે તે અમે અહીં લખ્યા નથી.) ૩૦૩. હવે પ્રસંગોપાત વાસુદેવનાં ને કહે છે – चकं खग्गं च धणू, मणी य माला तहेव गय संखो। एए उ सत्तरयणा, सव्वेसि वासुदेवाणं ॥३०४ ॥ ટીકાર્થ –ચક, , ધનુષ્ય, મણિ, અશ્લાન ગુણવાળી માળા, દેવસમર્પિત ગદા (શસ્ત્રવિશેષ) અને શંખ-પાંચજન્ય નામનો બાર યોજન સુધી જેને સ્વર વિસ્તાર પામે છે તેવો-આ સાત રને વાસુદેવને હોય છે. ૩૦૪
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy