SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાધિકાર.] - નારકની લેસ્યા સંબંધી વિચાર! - ૧૭૭ ૌતમસ્વામી પૂછે છે કે–“હે ભગવન ! તે કયા અથે કરીને-હેતુવડે કરીને એમ કહે છે કે કૃષ્ણલેશ્યા તેજોલેસ્યાને પામીને તે રૂપપણે નથી પરિણમતી ? ઈત્યાદિ.” ભગવાન ઉત્તર આપે છે કે –“હે મૈતમ ! આકારભાવ માત્રને જ અથવા પ્રતિબિંબભાવ માત્રને જ પામે છે પરંતુ કૃષ્ણલેશ્યા તે કૃષ્ણલેશ્યા જ છે, તે તેલેસ્યારૂપ થતી નથી. માત્ર તે ત્યાં રહી છતી ઉત્કર્ષને કે અપકર્ષને પામે છે.” આ જ પ્રમાણે કૃષ્ણલેશ્યાના પદ્મશ્યા પ્રત્યે અને શુકલેશ્યા પ્રત્યે આલાવા કહેવા. તેથી કરીને જ્યારે સાતમી નરકપૃથ્વીમાં પણ કૃષ્ણલેશ્યા છે તે તે જેલેશ્યાના દ્રવ્યને પામીને માત્ર તેના આકારપણાએ કરીને સહિત થાય છે, અથવા માત્ર તેના પ્રતિબિંબે કરીને સહિત થાય છે ત્યારે કૃષ્ણ દેરા વિગેરે દ્રવ્યનું સમીપપણું થવાથી ઉપધાનથી ઉપરક્ત (રંગાયેલા) સ્ફટિકને જેમ અન્ય આકાર થઈ જાય છે તેમ સાક્ષાત્ ઉંચી હદવાળી તેજોલેશ્યાના દ્રવ્યના સમીપપણાથી જીવને શુભ પરિણામ થાય છે, તેથી કરીને તથા પ્રકારની શુભ તેજેશ્યાના પરિણામને પામેલા તે સાતમી નરકમૃથ્વીમાં વસનારા નારકીને સમકિતની પ્રાપ્તિ થાય, તેમાં કાંઈ વિરોધ નથી. અહીં કેઈ શંકા કરે છે કે–“આ પ્રમાણે છતાં સાતમી નરકપૃથ્વીમાં પણ પરમાર્થથી તેજેશ્યાને સંભવ કહ્યો પણ તે આ ચાલતા સૂત્રમાં તે બતાવ્યા નથી, તેથી અસંગતપણું તો તે જ અવસ્થાવાળું રહ્યું.” આવી શંકા થાય તો તે ખોટી છે, કેમકે તેને ભાવાર્થ સમ્યક્ પ્રકારે સમજાયો નથી. તે ભાવાર્થ આ પ્રમાણે છે–સાતમી નરકપૃથ્વીમાં રહેલા નરકના જીવને સર્વદા કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પાસે જ રહેલા હોવાથી કૃષ્ણલેશ્યા સદાવસ્થાયિની છે અને જે તે લેશ્યા કહી, તે તો માત્ર આકારપણે અથવા પ્રતિબિંબ પણે કઈક જ વખત પ્રાપ્ત થાય છે અને તે ઘણો કાળ રહેતી નથી. તેજેશ્યા રહે છે તેટલે વખત પણ કૃષ્ણલેશ્યાના દ્રવ્યો પોતાના સ્વરૂપનો ત્યાગ કરતા નથી, તેથી આ ચાલતા સૂત્રમાં સાતમી નરકપૃથ્વીને વિષે કૃષ્ણલેશ્યા જ કહી છે પણ તેજલેશ્યા વિગેરે કઈ પણ અન્ય લેશ્યા કહી નથી.” એ પ્રમાણે સર્વ નરકપૃથ્વીની લેશ્યા માટે જાણી લેવું. આ કારણથી જ સંગમકાદિક દેવને પણ માત્ર આકાર વિગેરેપણુએ કરીને જ કૃષ્ણલેશ્યાને સંભવ હોવાથી ત્રણ ભુવનના ગુરૂ શ્રી તીર્થકરને ઉપસ કર્યાનું સંભવે છે, તેમાં કાંઈ પણ અઘટિત નથી.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy