________________
૧૬૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર
[ નરકાધિકાર, भवधारणिजहे सत्तमाएं पंचेव धणुस उक्कोसा। अद्धद्धहीण तदुवरि, नेयवा जाव रयणाए ॥ २६५ ॥
અર્થ –ભવધારણીય શરીર નીચે સાતમી નરકે પાંચ સો ધનુષ્યનું ઉત્કૃષ્ટ છે, ત્યારપછી યાવત્ ઉપરની પ્રથમ રત્નપ્રભ સુધી અર્ધ અર્ધ હીણ જાણવું. ૨૬૫
ટીકાર્ય–ની સાતમી નરકમૃથિવીમાં વર્તતા નારકી જીવોનું ઉત્કૃષ્ટ ભવધારણીય એટલે નારકીના ભાવમાં ધારણ કરવા યોગ્ય સ્વાભાવિક શરીરની અવગાહના પાંચ સો ધનુષ્યની છે. ત્યારપછી સાતમીની ઉપર છઠ્ઠી વિગેરે પૃથ્વીમાં અર્ધ અર્ધ હીન એવી ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના યાવત્ રત્નપ્રભા પૃથ્વી સુધી કહેવી. તે આ પ્રમાણે-છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૨૫૦ ધનુષ્યનું, પાંચમીમાં ૧૨૫ ધનુષ્યનું, ચોથીમાં દરા ધનુષ્યનું, ત્રીજીમાં ૩૧ ધનુષ્યનું, બીજીમાં ૧૫ ધનુષ્ય ને રાા હાથનું. ૨૬૫
પહેલી નરકમાં કેટલું? તે ગ્રંથકાર પોતે જ કહે છે – पढमाए पुढवीए, नेरइयाणं तु होइ उच्चत्तं । सत्तधनु तिन्नि रयणी, छच्चेव य अंगुलाई तु ॥ २६६ ॥
ટીકાર્થ –પહેલી રત્નપ્રભા પૃથિવીના નારકનું ભવધારવીય શરીર ઉત્કૃષ્ટ સાત ધનુષ્ય, ત્રણ હાથ ને છ અંગુળનું જાણવું. ૨૬૬
આ પ્રમાણે સામાન્યથી સાતે પૃથિવીના જીવની ઉત્કૃષ્ટ અવગાહના કહી, હવે તે દરેક પ્રસ્તટે કહેવા માટે પ્રથમ પહેલી પૃથિવીનું કહે છે –
रयणाए पढमपयरे, हत्थतिगं देहउस्सयं भणियं । छप्पन्नंगुलसढा, पयरे पयरे हवइ वुढ्ढी ॥ २६७ ॥ जा तेरसमे पयरे, देहपमाणेण होइ एयं तु । सत्त धणु तिन्नि रयणी, छच्चेव य अंगुला पुन्ना ॥२६८॥
શબ્દાર્થ –રત્નપ્રભાના પહેલે પ્રતિરે ત્રણ હાથની દેહની ઉંચાઈ કહી છે. ત્યારપછી દરેક પ્રતરે પદા અંગુળની વૃદ્ધિ કરવી કે જેથી તેરમે પ્રતરે દેહપ્રમાણુ સાત ધનુ, ત્રણ હાથ અને છ આંગળ પૂર્ણ આવે. ૨૬૭–૨૬૮