________________
૧૫૪
શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર
નિરકાધિકાર. કોઈ પ્રશ્ન કરે છે કે–શું એ ઘર્માદિ પૃથિવીમાં સર્વત્ર નરકાવાસા છે કે સર્વત્ર નથી? ઉત્તર-સર્વત્ર નથી. ત્યારે કયાં છે? તેના ઉત્તરમાં ગાથા કહે છે –
हिट्ठोवरि सहस्सं, सद्धा बावन्न सत्तममहीए । एयं निरयविहणं, सेसेसु निरंतरा निरया ॥ २५२ ॥
ટીકાર્થ –છઠ્ઠી પૃથિવી સુધી ઉપર ને હેઠળ એકેક હજાર જન અને સાતમી પૃથ્વીમાં સાડી બાવન હજાર જન મૂકીને બાકીના ભાગમાં પ્રાય નિરંતર નરકાવાસા છે. એટલામાં તે નરકાવાસા બીલકુલ નથી. ૨૫ર
તે નરકાવાસા પ્રસ્તટમાં છે. પ્રસ્તટ એટલે મકાનના માળ સમાન જાણવા. તે પ્રસ્તટની અંદર નરકાવાસા છે, તેથી દરેક નરકમાં પ્રસ્તટ કેટલા છે? તે કહે છે –
तेरिकारस नव सत्त पंच तिन्नेव हुंति इको य । पत्थडसंखा एसा, सत्तसु वि कमेण पुढवीसु ॥ २५३ ॥
ટીકાથ–સાત પૃથ્વીમાં અનુક્રમે આ પ્રમાણે પ્રસ્તટની સંખ્યા છે– પહેલી પૃથ્વીમાં તેર, બીજી પૃથ્વીમાં અગ્યાર, ત્રીજી પૃથ્વીમાં નવ, જેથી પૃથ્વીમાં સાત, પાંચમી પૃથ્વીમાં પાંચ, છઠ્ઠી પૃથ્વીમાં ત્રણ અને સાતમી પૃથ્વીમાં એક–એમ એકંદર ૪૯ પ્રસ્તટ છે. તે દરેક પ્રસ્તટ ત્રણ હજાર જન ઉંચા એટલે જાડા છે. તેમાં પ્રથમ નીચે એક હજાર જનનું પીઠ છે, મળે એક હજાર યોજન પોલાણ છે અને ઉપર એક હજાર જન સંકુચિત ચૂલિકા છે. એ પ્રમાણે ત્રણ હજાર જનની જાડાઈ છે. ૨૫૩
(અહીં આવા ભાવવાળી એક ગાથા છે તે જરૂર ન જણાવાથી લખી નથી.) હવે સર્વ પૃથ્વીમાં પ્રસ્તટ પ્રસ્તટ વચ્ચે અંતર કેટલું છે તે કહે છે – बिसहस्सूणा पुढवी, सगपयरेहिं तिसहस्सगुणिएहिं । ऊणा रूवूण णियपयरभाइआ पत्थडंतरयं ॥ २५४ ॥
શબ્દાર્થ –પહેલાં દરેક પૃથ્વીના પરિમાણમાંથી બે હજાર બાદ કરવા પછી પોતપોતાના પ્રતને ત્રણ હજાર ગુણીને તેટલા બાદ કરવા, પછી બાકી રહે તેને પોતપોતાના પ્રતરની સંખ્યામાંથી એક ન્યુન કરતાં બાકી રહે તેટલાએ