SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી બૃહતસંગ્રહણિ ટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ઉક્ત નિમિત્ત વિના અન્યદા દે અહીં કેમ આવતા નથી ? તે કહે છે - संकंतदिव्वपेमा, विसयपसत्तासमत्तकत्तव्वा । अणहीणमणुअकज्जा, नरभवमसुहं न इंति सुरा ॥२३०॥ ટીકાર્થ-જ્યારે દેવલોકમાં દેવો ઉત્પન્ન થાય છે ત્યારે તેમને દેવક સંબંધી દેવાંગનાદિ વિષયમાં પરમ પ્રેમ ઉત્પન્ન થાય છે (સંક્રમે છે) કારણ કે તે અતિ મનોહર હોય છે, તથા દેવલોક સંબંધી વિષયો ઉપસ્થિત થયે સતે તેના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અતિ મનેઝ હેવાથી ઉત્પત્તિ થતાં જ દેવે તેમાં અત્યંત આસક્ત થઈ જાય છે, તે કારણ માટે તેમ જ કાર્યની સમાપ્તિ થયા વિના કેમ જાઉં? એટલે આ સ્નાનાદિ કરીને, આ નાટક–પ્રેક્ષણાદિ જેઈને પછી જઈશ એમ ધારે પણ કાર્યની સમાપ્તિ જ ન થાય તે કારણથી અને તેનું કઈ પણ કાર્ય મનુષ્યને આધીન ન હોવાથી એટલે કે જે કાર્ય માટે તેને મનુષ્ય સમીપે આવવું પડે તેવું ન હોવાથી અને તેઓ અનુપમ સામર્થવાળા હોવાને લીધે સ્વતંત્ર જ પોતાનું કાર્ય કરી શકે તેવા હોવાથી નરભવમાં એટલે જ્યાં મનુષ્ય જન્મે છે એવા મનુષ્યલેકમાં-અશુભ ગંધ પેત સ્થાનમાં દેવ આવતા નથી. મનુષ્યલકનું અશુભ ગધેપેતપણું શી રીતે છે? તે જણાવે છે – चत्तारि पंच जोयणसयाइं गंधो य मणुअलोअस्स । उ8 वच्चइ जेणं, न हु देवा तेण आवंति ॥ २३१ ॥ અર્થ –આ મનુષ્ય લેકનો દુર્ગધ ચાર-પાંચશે જન સુધી ઉંચે જાય છે તેથી દેવો અહીં આવતા નથી. ૨૩૧ ટીકાર્ય–જે કારણે ચારશે અથવા પાંચશે જન સુધી મનુષ્યલેક સંબંધી મૃતકલેવર, મૂત્ર, પુરષાદિથી ઉત્પન્ન થયેલ અશુભ ગંધ ઉચે જાય છે તેથી દે–વૈમાનિકે મનુષ્યલોકમાં આવતા નથી. તીર્થકરાદિના કલ્યાણકાદિ સમયે તે તીર્થકરાદિના પુણ્યપ્રભાવથી આવે છે. અહીં કઈ પ્રશ્ન કરે છે કેગંધના મુદ્દગળો નવ યજન પછી ઘ્રાણેદ્રિયના વિષયભૂત થતા નથી તો એમ કેમ કહે છે કે ચારશે અથવા પાંચશે જન સુધી મનુષ્યલોકનો અશુભ ગંધ ઉચે જાય છે તેથી દેવો આવતા નથી? તેને ઉત્તર આપે છે કે-તારું કહેવું સત્ય છે, પરંતુ અહીંથી ઊર્ધ્વ ગંધના મુદ્દગળો તો જાય છે પણ તે નવ યેાજનથી
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy