________________
દેવાધિકાર. J.
વિમાનનું ને તેની નીચેની પૃથ્વીનું બાહલ્ય. ઘદધિ ને ઘનવાતપ્રતિષ્ઠ જાણવા. ત્યારપછીના ઉપરના આનત, પ્રાણત, આરણને અશ્રુતાદિ કલ્પના વિમાનો આકાશાંતરપ્રતિ જાણવા. વેયકના વિમાને અને અનુત્તર વિમાનને પણ આકાશપ્રતિષ્ઠ જાણવા. આ પ્રમાણે ઊર્ધ્વ લેકમાં વિમાનેને પ્રતિષ્ઠાનવિધિ જાણવો. ૧૨૬-૨૭ - હવે વિમાન નીચેની પૃથ્વીનું ને વિમાનનું બાહલ્ય કહેવાને ઇચ્છતા સતા કહે છે– . पूढवीणं बाहल्लं, उच्चत्तं चेव तह विमाणाणं ।
वन्नो अ सुआभिहिओ, सोहम्माईसु विन्नेओ ॥ १२८ ॥
ટીકાથ–સાધમદિ દેવકને વિષે વિમાનના આધારભૂત પૃથિવીનું બાહલ્ય-જાડાપણું તેમ જ તે ભૂમિકાની ઉપર વિમાનનું ઉચ્ચત્વ તથા વિમાનને વર્ણ શ્રી જીવાભિગમાદિ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આગળ ગાથામાં કહેશું તે રીતે જાણ. અહીં શ્રુતાભિહિત એવું વિશેષણ પૃથ્વીબાહલ્યાદિકમાં પણ જોડી લેવું. જેમાં વિમાનની નીચેની પૃથ્વીનું બાહલ્ય અને વિમાનનું ઉચ્ચત્વ શ્રુતમાં કહ્યા પ્રમાણે કહેશું તેમ આ બધું પ્રકરણ શ્રુતપરતંત્ર જ જાણવું. સ્વબુદ્ધિપરિકલ્પિત સમજવું નહીં. ૧૨૮
હવે પ્રથમ કલ્પને વિષે પૃથ્વીનું બાહલ્ય કહે છે– सत्तावीससयाई, आइमकप्पेसु पुढविबाहल्लं । इकिकहाणि सेसे, दु दुगे य दुगे य चउक्के य ॥१२९॥
ટીકાર્થ–પહેલા બે દેવલેકમાં પૃથ્વીનું બાહલ્ય એટલે વિમાનના આધારભૂત જમીનની જાડાઈ સત્તાવીશ સો જનની જાણવી. ત્યારપછી ઉપર જતાં બે, બે, બે અને ચારમાં એક સો એક સોની હાનિ કરવી એટલે સો સે
જન વિમાનના આધારરૂપ પૃથ્વીના બાહત્યમાં ઘટાડવા. તે આવી રીતે–સનકુમાર ને માહેદ્રના વિમાનની પૃથ્વીનું બાહલ્ય ૨૬૦૦ જનનું, બ્રહ્મલક ને લાંતક નીચે ૨૫૦૦ જનનું, શુક્ર ને સહસ્ત્રાર નીચે ૨૪૦૦ જનનું અને આનતપ્રાણત તથા આરણાવ્યુત નીચે ૨૩૦૦ જનનું જાણવું. ૧૨૯
હવે તે બારે કલ્પમાં વિમાનની ઉંચાઈનું પ્રમાણુ કહે છે –