________________
૩૮
શીલાપદેશમાલા ગ્રંથના
આર્દ્ર કુમારનું દૃષ્ટાંત
આ જ ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી સુંદરીની વેણીના મણિસમાન અને સૉંપત્તિથી સ્વર્ગના નગરને પણુ હલકા પાડનાર રાજગૃહ નામનું નગર હતું. તે નગરીમાં જાણે राजन् ૨શબ્દના ભ્રમથી વધતા પ્રેમવાળી સઘળી કળાએ જેને સેવે છે તેવા શ્રેણિક રાજા હતા. તેના જૈનધર્મ ના જાણકાર અને ભયરહિત અભય નામના પુત્ર હતા. તેના તિરૂપ તારા રાજમ`ડલમાં અધિક દીપતા હતા. અન્ય દ્વીપમાં (આર્દ્રક નામના અનાર્ય દેશમાં આર્દ્ર ક નામના નગરમાં) રહેલા આદ્રક રાજાની પૂર્વથી ચાલી આવતી પ્રીતિમાં વધારો કરવા માટે શ્રેણિક રાજાએ મંત્રીને ભેટા સાથે આર્દ્રક રાજા પાસે મેાકલ્યા. મંત્રીએ જાણે સ્વામીની પ્રીતિના પુંજ હોય તેવું તે દેશને ઉચિત કામળી વગેરે ભેટછુ. રાજાની આગળ ધર્યું. આક રાજાએ પરમ પ્રેમથી તે ભેટણ લઈને આદરપૂર્વક શ્રેણિકના રાજ્યની કુશળતા પૂછી. મંત્રીએ પણ શ્રી શ્રેણિકના વૃત્તાંતરૂપી વાઈ રહેલા મલયપતના પવનથી આક રાજાની મનેાવૃત્તિરૂપી વેલડીને સારી રીતે નૃત્ય કરાવી, અર્થાત્ શ્રેણિકના સારા સમાચારો જાણીને આંક રાજાને આનંદ પમાડ્યો. પછી આર્દ્ર કરાજાના આક નામના પુત્રે પૂછ્યું: હું મંત્રી ! તમારા સ્વામીના યાગ્ય ફાઈ કુમાર પણ છે? કારણ કે લાંબાકાળની પ્રીતિને ટકાવી રાખવા માટે હું તેની સાથે આદરપૂર્વક કુલને યાગ્ય પ્રીતિ કરવાને ઇચ્છું છું. કહ્યું છે કે-જેમ પિતાનું ઋણ પુત્રમાં આવે, પુત્રનું ઋણુ તેના પુત્રમાં આવે તેમ, દિન પ્રતિદિન વધતી પ્રીતિ ક્રમશઃ જેમના પુત્રામાં અને પ્રપૌત્રામાં આવે છે તેમજ ધન્ય છે.” મંત્રીએ કહ્યું: ધના જાણકાર, બુદ્ધિમાન, કરુણાનિધિ, પાંચસો મંત્રીઓના અધિપતિ, કૃતજ્ઞ, કુશળપુરુષોમાં અગ્રેસર, શ્રી શ્રેણિકરાજાના પુત્ર અને અભય એવા નામથી પ્રસિદ્ધ બનેલા મંત્રીને શું તમે સાંભળ્યા નથી ? આર્દ્ર કરાજાએ શ્રેણિકના પુત્રની સાથે મૈત્રીને ઈચ્છતા પુત્રની “હે પુત્ર! સારું' યું, તું સુપુત્ર છે” એમ પ્રશ'સા કરી. શ્રેણિકપુત્રના ગુણ્ણાને અને નામને સાંભળીને વિસ્મય પામેલા અતિશય આનંદથી પૂણ્ ખનેલા કુમારે પણ મંત્રીને આ પ્રમાણે કહ્યું: મને પૂછ્યા વિના ન જવું. મારા સ ંદેશા સાંભળવા. કારણ કે મારું મન આગ્રહ-પૂર્ણાંક અભયમંત્રી પ્રત્યે આકર્ષાય છે.
૧. મૂળમાં છોળો એવા પ્રયોગ છે. પણ અંની ખરાખર ઘટના કરવા અનુવાદમાં “પૃથ્વીરૂપી સુંદરીની” એમ લખ્યું છે, તથા અહીં વેણીના મણિસમાન” એવા પ્રયાગના સ્થાને મસ્તકના મણિ સમાન” એવા પ્રયાગ વધારે બંધબેસતા ગણાય.
૨. પાન શબ્દના ચદ્ર અને રાજા એમ બે અર્થ થાય છે. એટલે ચંદ્રમા રહેલી કળાઓને એવા ભ્રમ થઈ ગયા કે આ શ્રેણિક રાજા=ચંદ્ર છે. તેથી સઘળા કળાઓ તેને સેવવા લાગી.
૩. તારાના પક્ષમાં પાનમન્તુજ એટલે ચંદ્રમ ડલ અથ થાય.