________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૩ બ્રહ્મચારી તરીકે માન્ય છે, તે પણ જે તે દેવ છે તે અવિરત હેવાથી દુશીલતાનું ભાજન જ છે. ગાથામાં રહેલા આદિ શબ્દથી અહલ્યાના જાર તરીકે પ્રસિદ્ધ ઇંદ્ર વગેરે જાણવા. કહ્યું છે કે-“શું કમલ જેવા નેત્રવાળી દેવીએ નથી? જેથી છે તાપસી અહલ્યાને ભેગવી. હૃદયરૂપી ઘાસની ઝુપડીમાં જ્યારે કામરૂપી અગ્નિ પ્રદીપ્ત બને છે ત્યારે કો પંડિત પણ ઉચિતને અનુચિતને જાણે છે?” [૨૦] આવા પ્રકારના જ દેવને પૂજનારાઓને ઉપહાસ કરે છે__ पूइज्जति सिवत्थं, कहिंवि जइ कामगदहा देवा ।
गत्तासूयरपमुहा, किं न हु पूयंति ते मूढा ॥२१॥ ગાથાથ-મિથ્યાત્વરૂપી મદિરાથી જેમનું ચૈતન્ય (=જ્ઞાન) હણાઈ ગયું છે એવા કઈ જીવો જે મેક્ષ માટે પૂર્વોક્ત સ્વરૂપવાળા કૃણ, મહાદેવ, બ્રહ્મા વગેરે કામગર્દભ દેને પૂજે છે તે તે મૂઢ જીવો ખાડાઓમાં ફરતા ભૂંડ વગેરે પશુઓને કેમ પૂજતા નથી?
ટીકાથ-જેઓ કામના કારણે ગધેડાની જેમ યોગ્ય વિચાર કરવામાં મૂઢ બની ગયા છે તે કામગર્દભ છે. જેમકે– બ્રાએ પોતાની પુત્રીની સાથે ભેગ ભોગવવાની ઈચ્છા કરી, અથવા જેઓ કામને વિષે આસક્ત હોવાના કારણે સ્ત્રીઓ વડે ગધેડાની જેમ ભાર વહન કરાય છે તે કામગર્દભ છે. કહ્યું છે કે- “જેના વડે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્ત્રીઓના ઘરનું કામ કરનારા દાસ કરાયા છે, વાણીને
અવિષય એવા ચરિત્રથી પવિત્ર થયેલા તે કામદેવ ભગવાનને નમસ્કાર થાઓ.” (૧) આવા દેવને પણ જે વિવેકહીન છો તત્તપણે (સાચા દેવ માનીને) પૂજે છે તે અજ્ઞાન જીવો ખાડામાં ફરતા ભુંડ વગેરેને કેમ પૂજતા નથી? નગરના ભુડે પણ સદા કામાતુર હોય છે. તેથી તેઓ પણ તેમના પૂજ્ય કેમ ન બને ? કારણ કે તે દેવોના અને ભુંડના આચારમાં કઈ ભેદ નથી. [૨૧]
હવે કામાતુર બ્રાહ્મણને ગુરુ તરીકે સ્વીકારનારા મિથ્યાત્વીઓને ઉપહાસ કરતા
ગ્રંથકાર કહે છે –
विसयासत्तोवि नरो, नारी वा जइ भइज गुरुभावं ।
ता पारदारिएहिं, वेसाहिं वा किमवराद्धं ॥ २२॥ ૧. ઈન ગૌતમ ઋષિની રૂપવતી સ્ત્રી અહલ્યાને જોઈને કામાતુર થયે. પછી એકવાર ગૌતમઋષિ સ્નાન માટે નદીએ ગયો ત્યારે ઈદ્ર અહલ્યા સાથે વિષયસુખ ભોગવ્યું. એટલામાં ગૌતમઋષિ આવી ગયા. ઈન્દ્ર બિલાડાનું રૂપ કરી બહાર નીકળ્યો. ગૌતમે તેને ઓળખીને શાપ દીધે કે-“તારે હજાર ભગ (નિ) થાઓ.” પછી દેએ ઋષિને ઘણું પ્રાર્થનાથી મનાવ્યા અને સહઅને નામ કરાવ્યું.