________________
૩૧
ગુજરાતી ભાવાનુવાદ
ટીકાર્ય લૌકિકમતમાં “આ દેવને છીઓએ નવા નવા પ્રકારથી નચાવ્યા છે. તેમાં કૃષ્ણની તે પરતંત્રતા રુકિમણીની સાથે લગ્ન કરવાના પ્રસંગે સ્પષ્ટ કરી જ છે. આથી અહીં ફરી કહેતા નથી. ગોપીઓની સાથે ક્રીડા કરવાની આસક્તિથી તે તે વિડંબનાના પ્રકારે લેકમાં પ્રસિદ્ધ હેવાથી અનેક રીતે જાણવા. જેમકે-“ કૃષ્ણને એકીટસે જોતી અને દહીંની ખાલી ગોળીમાં રવૈયાને નાખતી રાધા જગતનું રક્ષણ કરે. જેના ચપલ ચક્ષુરૂપી ભ્રમર રાધાના સ્તનરૂપ પુષ્પગુચ્છ ઉપર ફરે છે, તે કૃષ્ણ પણ દોહવાની બુદ્ધિથી બળદને બાંધ્યો.”
(મહાદેવની વિગત:-) મહાદેવ પાર્વતીના વિરહને સહન નહિ કરી શકવાના કારણે અર્ધનારી મહાદેવનું (=અર્ધા અંગમાં નારીનું અને અર્ધા અંગમાં મહાદેવનું) સ્વરૂપ ધારણ કરનારા બન્યા. આથી તેમનું સ્ત્રીદાસપણું સ્પષ્ટ જ છે. કહ્યું છે કે“આ માતા છે? ના, આ માતા નથી. કારણ કે એના મુખની આગળ પીળા દાઢીના વાળ હેતા નથી. (આ મૂર્તિમાં તે મુખની આગળ પીળા દાઢીના વાળ છે.) તે શું આ પિતા છે? ના, આ પિતા નથી જકારણ કે પિતાનું સ્તનથી ભારે બનેલું હૃદય ક્યારેય જોયું નથી. તે પછી આ કઈ સ્ત્રી છે? અથવા આ કયો પુરુષ છે? આ શું છે અને કેવી રીતે છે? આ પ્રમાણે ભય પામીને ગણપતિ (=મહાદેવ અને પાર્વતીને પુત્ર) દૂર ગયો એટલે પાર્વતીની સાથે હાસ્યપૂર્વક એકાંતમાં કીડા કરનારા મહાદેવ રક્ષણ કરે.” મહાદેવનું આવું ચરિત્ર કેટલું કહેવાય ?
બ્રહ્માનો વૃત્તાંત આ પ્રમાણે છે -બ્રહ્મા પૂર્વે ક્યારેક જંગલમાં ગયા. ત્યાં સાડા ત્રણ કરોડ વર્ષ સુધી દુસહ તપ કર્યો. તે જાણુને ઈંદ્ર પોતાના ચિત્તમાં ક્ષોભ પામે. જે આ ક્રોધ કરે તે મને પણ (સ્વસ્થાનથી) ભ્રષ્ટ કરે. આ ચિંતાને કારણે ઇદ્ર મેરુ પર્વત ઉપર કીડા કરતું નથી, નંદનવનમાં પણ આનંદ પામતે નથી, નાટકની પ્રશંસા કરતા નથી, પ્રિયાઓને પણ ખુશ કરતા નથી. આ પ્રમાણે ઈંદ્રને શૂન્ય ચિત્તવાળ જોઈને રંભા વગેરે દેવાંગનાઓએ અંજલિ જોડીને કહ્યું : હે દેવરાજ ! બધી સંપત્તિ સ્વાધીન હોવા છતાં શું આપને પણ કંઈક દુઃસાધ્ય છે? જેથી આપ ખિન્ન દેખાઓ છે. ઈન્ડે કહ્યુંઃ સ્વભાવથી ચંચળ અભિપ્રાયવાળી સ્ત્રી જે કે મંત્રણાને યોગ્ય નથી, તે પણ હિતકારીને દુઃખ જણાવીને સુખ મેળવી શકાય છે. કહ્યું છે કે-“ભેદ ભાવથી રહિત ચિત્તવાળા મિત્રને, ગુણવાન નેકરને, પ્રિય સ્ત્રીઓને અને નેહયુક્ત સ્વામીને દુઃખ કહીને જીવ સુખી થાય છે. શૈદકના સટ્ટા બ્રહ્મા પણ સ્વયં તીવ્ર તપ કરે છે, તેથી મારું મન કંપે છે=અસ્થિર રહે છે. રંભા વગેરેએ કહ્યું: હે સ્વામી ! આ કામ કેટલું છે? અર્થાત્ આ કામ સાવ ડું છે, અમે ક્ષણવારમાં તેમને ક્ષોભ પમાડીએ છીએ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરતી દેવાંગનાઓને ઈન્ડે પૃથ્વી ઉપર મોકલી. દેવાંગનાઓએ પૃથ્વી ઉપર આવીને બ્રહ્માની આગળ રહીને ગ્રામ