________________
શીલપદેશમાલા ગ્રંથનો મદવાળા હાથીના જેવી ચાલવાળી આપની પ્રિયા ઈંદ્રસભાની મધ્યમાં બેઠેલી છે અને મનોવાંછિત સુખેથી સંતોષને ધારણ કરે છે. પણ આપનાં દર્શન વિના ખેદ પામે છે. તેણે આપને કહ્યું છે કે આપને પણ ત્યાં મનુષ્યલકમાં રહેવું ગ્ય નથી. કારણ કે મનુષ્યલક આધિ, વ્યાધિ, દુર્ગન્ધ અને પીડાઓથી દુઃખદ ( =દુઃખ દેનાર) છે. સ્વર્ગ સર્વ ઇન્દ્રિયની પ્રીતિ અને પુષ્ટિ કરનારા ભોગોથી દેદીપ્યમાન છે. એથી હે નાથ! જે આપને મારી જરૂર હોય તે જલદી અહીં આવે. જે નંદનવન સ્વાધીન હોય તે કર્યો વિદ્વાન પુરુષ મભૂમિમાં કીડા કરે. આથી રાજાએ કહ્યું: હે મંત્રિજને ! મને જલદી સ્વર્ગને માર્ગ બતાવે, જેથી હું ત્યાં જઈને પ્રિયાના મુખકમલને જોઉં. પેલા પુરુષે કહ્યું હે દેવ! જ્યાં સુધીમાં હું સ્વર્ગમાં આપના આગમનને કહીને આવું ત્યાં સુધી આપ ભજન કરો, સ્નાન કરો, પાણી પીઓ, રાજ્ય, દેશ અને રાજભંડાર વગેરેને સંભાળ અને પુણ્યને સાધે. પુરુષના આવા વચનથી રાજાએ ભોજન વગેરે કર્યું. કારણ કે
બુદ્ધિહીન કે બુદ્ધિશાળી, રંક કે રાજા અસત્યને પણ રાગથી સત્ય જાણે છે.” લાંબા કાળે ફરી આવીને તે પુરુષ રાજાની પાસે આવ્યો. તેણે આ કપવૃક્ષનાં ફળ દેવીએ મેકલ્યા છે એમ કહીને રાજાની આગળ અપૂર્વ મોટાં અને મનહર ફળે ભેટ ધર્યા. પછી તેણે દેવીએ આભૂષણે મંગાવ્યા છે એમ કહીને રાજા પાસે શરીરનાં સર્વ આભૂષણ માગ્યા. મંત્રીઓએ જલદી રાજાના દેખતા આભૂષણે તેને આપી દીધા. પછી તે પુરુષને કેટલાક દિવસો સુધી ગુપ્ત રાખે. તે પુરુષ થોડા થોડા દિવસે આ પ્રમાણે વારંવાર રાજાની પાસે આવે છે અને જાય છે.
એકવાર કે ધૂર્ત પુરુષે આ વૃત્તાંત જાણે. તેણે ભાજપત્રના જેવું ચીકણું સુવર્ણપત્ર બનાવ્યું. તેમાં અક્ષર કેતરીને એ અક્ષરને કસ્તૂરી રસથી ભરી દીધા. પછી તેને પત્રની ( કાગળની) જેમ વીંટીને રાજાના હાથમાં અર્પણ કર્યું. તેણે રાજાને કહ્યું: હે દેવ ! હું પત્રવાહક છું. દેવીએ મને સ્વર્ગથી મોકલ્યો છે. આ પ્રમાણે સાંભળીને તેના શરીરે રૂંવાટાં ખડાં થઈ ગયાં. પત્રને ખેલીને આ દેવસામગ્રી ધન્ય છે એ પ્રમાણે પ્રશંસા કરતા તેણે પત્ર વાં. (તેમાં આ પ્રમાણે લખ્યું હતું“સ્વસ્તિ શ્રી પુરિમતાલનગર, ઇંદ્ર જેવા પ્રતાપી શ્રી વિજયપાલ રાજાના ચરણ કમળામાં પ્રેમથી નમીને, સ્વર્ગથી આતુર લક્ષમી રાણી ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે, અહીં મને કુશલ છે. આપ મારા હૃદયમાં વસેલા છે એથી હું અતિશય ભારવાળી છું. હું ત્યાં ( મનુષ્યલોકમાં) આવવા અતિશય ઉત્કંઠાવાળી હોવા છતાં અતિભારના કારણે આવવા સમર્થ નથી. માટે આપે પ્રસન્ન થઈને પોતાના સર્વ અંગેનાં આભૂષણે મેકલવા, જેથી હું દેવીઓમાં પતિને ઘણું માનને ધારણ કરું, અર્થાત્ પતિને આના ઉપર ઘણું માન છે એમ દેવીઓને થાય. વળી– એક પખવાડિયામાં કે એક મહિનામાં સારાં વસ્ત્રો અને આભૂષણે વગેરે બીજું પણ આ જ વૃદ્ધના હાથે પિતાના કલ્યાણના સમાચાર જણાવવા સાથે મોકલવું” રાજાએ