________________
૩૩૦
શીલપદેશમાલા ગ્રંથને ધનશ્રી સતીનું દષ્ટાંત લક્ષમીના આશીર્વાદ સમાન ઉજજયિની નામની નગરી હતી. તે નગરીના ઘરે ઉપર રહેલા કળશે જાણે કલ્યાણના પુજ હોય તેવા જણાતા હતા. તે નગરીમાં પ્રતાપી જિતશત્રુ નામને રાજા હતા. તેના બાહરૂપી સ્તંભમાં લક્ષમી પૂતળીની જેમ લીન બની હતી. તે નગરીમાં સાગરચંદ્ર નામને શેઠ હતે. ચંદ્રશ્રી નામની તેમની પત્ની હતી. જેમ સમુદ્ર ચંદ્રથી હર્ષ (=વૃદ્ધિ) પામે છે તેમ તેનું ચિત્ત પુણ્યથી ઉલ્લાસ પામતુ હતું. તે બેને જેનું વચનરૂપી અમૃત સ્વીકારવા યોગ્ય છે તે સમુદ્રદત્ત નામને પુત્ર હતે. તેને કલાસમૂહના શિક્ષણ માટે ઉપાધ્યાયને સેં. એક દિવસ તેણે માતાને ઉપાધ્યાય સાથે આસક્ત બનેલી જોઈ. આથી સ્ત્રી પ્રત્યે વિરક્ત બનેલા તેણે લગ્ન ન કરવાનો મનમાં અભિગ્રહ કર્યો. યૌવનમાં રહેલા તેના લગ્ન માટે પિતાએ વય અને કુળને અનુરૂપ સેંકડે કન્યાઓ શોધી, પણ જેમ સાધુ લક્ષમીને નિષેધ કરે તેમ તેણે સર્વ કન્યાઓનો નિષેધ કર્યો. આ પ્રમાણે વિરક્ત એવા તેને મેગીની જેમ સમય પસાર થવા લાગ્યું.
એકવાર તેના પિતા વ્યવહારના કામ માટે સૈરાષ્ટ્રદેશમાં ગયા. ત્યાં ગિરિપુરનગરમાં ધન નામના સાર્થવાહના ઘરે રહ્યો. સારી રીતે જાણવામાં આવેલી ધનની પુત્રી ઘનશ્રીનું સમુદ્રદત્ત માટે માંગુ કરીને સાગરચંદ્ર શેઠ પિતાના ઘરે આવ્યો. તેણે સમુદ્રદત્તને કહ્યું: હે પુત્ર! ગિરિપુરમાં મારાં કરિયાણું છે. તે કરિયાણ તું જઈને લઈ આવ. પોતાનું ઈષ્ટ કરવાની ઈચ્છાથી શેઠે તેના મિત્રને વિવાહ સંબંધી સર્વ વૃત્તાંત એકાંતમાં જણાવ્યું. પિતાને ઉચિત પષાકથી શોભા કરીને અને ઘણાં વાહને લઈને સમુદ્રદત્ત મિત્રની સાથે ગિરિપુર તરફ ચાલે. જેમ પુણ્યવાન પુરુષ પોતાના ઈષ્ટને પામે તેમ તે ગિરિપુરના ઉદ્યાનમાં આવ્યું. મિત્રોએ ધનશેઠને સમુદ્રદત્તનું આગમન જણાવ્યું. ધનશેઠ પણ વિવાહની બધી સામગ્રી તૈયાર કરીને પરિવાર સહિત સમુદ્રદત્તને આમંત્રણ આપીને પોતાના ઘરે લઈ ગયે. ધનશેઠે કપટથી સમુદ્રદત્તની સાથે ધનશ્રી પુત્રીનું લગ્ન કરાવીને તુષ્ટિદાનથી જમાઈને હર્ષ પમાડ્યો. જેની સર્વ ઉચિત ક્રિયા મિત્રોએ કરી છે એવો તે સમુદ્રદત વાસગૃહમાં (=શયનગૃહમાં) ગયે. જેમ શિયાળ પાણી જોઈને પાછો ફરે તેમ તે ધનશ્રીને જોઈને પાછો ફર્યો. આવીને મિત્રોની સાથે સૂતે. પ્રભાત થતાં વડીનીતિના બહાનાથી તે જંગલમાં પલાયન થઈ ગયે. મિત્રોએ આ વિગત ધનશેઠને જણાવી. સસરા વિગેરેએ બધા સ્થળે તપાસ કરી પણ જમાઈનો પત્તો લાગે નહિ. આ સાંભળીને સાગરચંદ્ર શેઠ જલદી ત્યાં આવ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને પિતાના નગરમાં પાછા ગયા.
બાર વર્ષ પછી વધી ગયેલ દાઢી-મૂછવાળે અને પુછશરીરવાળે સમુદ્રદત્ત ભિક્ષુકેની સાથે ગિરિપુર આવ્યું. ઘરના બગીચામાં રહેલા ધનસાર્થવાહને તેણે કહ્યું: પગાર વિના હું તમારે ઉદ્યાનપાલક થાઉં. શેઠે તેને સ્વીકાર કર્યો. વૃક્ષ સંબંધી આયુર્વેદ