________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૫
આ પ્રમાણે નિશ્ચિત આજ્ઞાથી ખળાત્કારે શ્રીલક્ષ્મણને નિષેધ કરીને શ્રીરામે કૃતાંતવઇન નામના સેનાપતિને કહ્યું : અરે! સીતાજીને વનમાં મૂકી આવ. વળી સીતાજીને સમ્મેતશીખર તીર્થની યાત્રા કરવાના ઢહલેા ઉત્પન્ન થયા છે. આથી તે જ બહાનાથી તેમને ગંગા નદીના સામા કિનારે લઈ જા. કૃતાંતવને શ્રીરામને નમસ્કાર કરીને સ્વામીની આજ્ઞાથી શ્રીસીતાજીને રથમાં બેસાડ્યા. સમ્મેતશીખરની યાત્રા કરાવતા તેણે સીતાજીને ભયંકર જ*ગલમાં મૂકી દીધા, તેણે સીતાજીને કહ્યું : હે દેવી! લેાકાપવાદથી આપ જગલમાં મૂકાવાયા છે. હા હા ! સ્વામી વડે આ કાર્ય માં જોડાયેલા હું ખરેખર હણાઇ ગયા છું. આ પ્રમાણે સાંભળીને મૂર્છા પામેલા સીતાજી રથ ઉપરથી પૃથ્વી ઉપર પડી ગયા. ઘણા કાળ પછી સ્વસ્થ થઈને સીતાજીએ રામને ઉદ્દેશીને કહ્યું : જો તમને અજ્ઞાનજનાના અપવાદના ભય હતા તે લેાકેાની સમક્ષ મારી પાસે દિવ્ય કેમ ન કરાવ્યું? એકલી અને ગર્ભ વતી પત્નીને વનમાં મૂકી દીધી તે નિર્દયમાં નિર્દય કાય છે. આવું કાર્ય શુ આપના ફુલને ઉચિત છે ? તે પણ હું આ વનમાં પણ શુભ પુણ્યવતી થઈશ. શ્રીરામ અને શ્રીલક્ષ્મણુ દીર્ઘકાળ સુધી જય પામે. આ પ્રમાણે સેનાધિપતિને કહીને મહાસતીએ તેને રજા આપી. ખરતા આંસુએમાં તરતા તે સેનાધિપતિ સીતાજીને નમીને પાછા ગયા.
પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા પોતાના કર્મીની નિંદા કરતા અને ભય પામેલા સીતાજી ચૂથથી ભ્રષ્ટ બનેલી હરણીની જેમ વનમાં ભમવા લાગ્યા. હવે ત્યાં આવેલા વાધ રાજા સીતાજીને બહેન માનીને પુંડરીકનગરમાં આનંદથી લઈ ગયા. આ તરફ શ્રીરામે પેાતાના સેનાધિપતિ પાસેથી સીતાજીની વાત સાંભળી. સીતાના વિચાગથી થયેલા દુ:ખને સહન નહિ કરી શકતા શ્રીરામ તત્કાલ તે સેનાધિપતિની જ સાથે જંગલમાં ગયા. ત્યાં જાતે સીતાજીની બધા સ્થળે શેાધ કરી, પણ સીતાજીને જોયા નહિ. સીતાજી મૃત્યુ પામ્યા છે એમ માનીને ઘરે આવીને સીતાજી સંબંધી મૃતકા કર્યું.. પછી શ્રીરામ “સીતા સીતા” એમ સીતાજીનું ધ્યાન ધરતા સમય પસાર કરવા લાગ્યા. પછી સીતાજીએ ત્યાં યુગલ એ પુત્રને જન્મ આપ્યા. વજંઘ રાજાએ તેમના જન્માત્સવ પેાતાના પુત્રની જેમ કર્યા. તેમનાં અન‘ગલવણુ અને મદનાંકુશ નામ રાખ્યાં. પણ તે બંને લવ અને કુશ એવા હુલામણા નામથી પ્રસિદ્ધ બન્યા. કલાસમૂહથી પૂર્ણ` બનેલા, યૌવનરૂપી લક્ષ્મીને પામેલા, મહાબાહુવાળા અને અતિશય મુશ્કેલીથી કાબૂમાં રાખી શકાય તેવા તે બંને ઈંદ્રના જેવા વીર બન્યા. વાજ ઘ રાજાએ પાતાની શિચૂલા નામની કન્યાને અને બીજી ત્રીસ કન્યાઓને અનંગલવણુની સાથે પરણાવી. અંકુશ માટે પૃથુ રાજાની કન્યા માગી, પૃથુ રાજાએ અંકુશના વંશની ખખર નથી એમ વિચારીને અકુશને કન્યા ન આપી. આ તરફ વાજ ઘની સાથે પૃથુ રાજાનું મહાન યુદ્ધ થતાં ક્રોધ પામેલા લવણુ ૧. અહીં કવિએ કલ્પના કરી છે કે એટલા બધા આંસુએ ખર્યા કે જેથી તે તે આંસુઓમાં તરવા લાગ્યા.