________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૧૭ પરાક્રમથી અને પિતાના બળથી ગર્વિષ્ઠ બનેલે રામ તે હાથીની જેમ પત્ની સીતાની સાથે પિતાની મરજી પ્રમાણે ક્રીડા કરી રહ્યો છે. સીતા જેવું શ્રી રત્ન તારી પાસે નથી અને ગર્વિષ્ઠ તે બેને તે જિત્યા નથી. તેથી હે બંધુ! તારી ભુજાઓ ટીડા પક્ષીના (પગ) જેવી છે એમ હું માનું છું.
- તત્કાલ અતિશય કામને વશ બનેલે રાવણ પુષ્પક વિમાનમાં બેસીને સીતાની પાસે ગયે. સીતાજીને શ્રીરામની પાસે બેઠેલા જોઈને રાવણ સીતાજીનું અપહરણ કરવા સમર્થ ન થયે. તેથી જેમ સાપ નાગદમની ઔષધિથી દૂર રહે તેમ રાવણ દૂર ઊભો રહ્યો. પછી રાવણે અવલેકિની વિદ્યાનું સ્મરણ કરીને તે વિદ્યાને કહ્યું? સીતાને મારી પાસે લઈ આવ. તે વિદ્યાએ કહ્યું : તમારી આજ્ઞાથી મને કંઈ પણ શક્ય નથી. આમ છતાં સીતાને લેવાનો એક ઉપાય છે. તે આ પ્રમાણે :-રામ અને લક્ષમણ વચ્ચે સંકેત થયો છે કે જે સંકટ પડે તે સિંહનાદ કરે. આથી જે સિંહનાદ થાય તે રામ લક્ષમણની પાસે જાય. રાવણે સિંહનાદ કરવાની અનુમતિ આપી એટલે વિદ્યાએ સિંહનાદ કર્યો. શ્રીરામ સિંહનાદ સાંભળીને આશંકાવાળા બનીને બેલ્યા: આહ ! આ શું થયું? આ પ્રમાણે બેલતા શ્રીરામને સીતાજીએ કહ્યું : હે સ્વામી ! હજી પણ કેમ વિલંબ કરે છે ? જલદી જાઓ અને આ સંકટમાંથી લક્ષમણનું રક્ષણ કરે. આ પ્રમાણે બળાત્કારે સીતાજીએ જવાને આગ્રહ કર્યો એટલે શ્રીરામ ધનુષમાં દેરી ચઢાવીને લામણ પાસે ગયા. હવે રાવણે વિમાનમાંથી ઉતરીને લક્ષમણની ચિંતાથી વ્યગ્ર બનેલા સીતાજીને વિમાનમાં બેસાડવા માટે જલદી પ્રારંભ કર્યો. સીતાજીનું રુદન સાંભળીને જટાયુ ત્યાં આવ્યું અને તેણે સીતાજીને કહ્યું : હે વત્સ! ભય ન પામ. સીતાજીને આમ કહીને તેણે કઠોર નખના આઘાતથી રાવણને ઉપદ્રવ કર્યો. ગુસ્સે થયેલા રાવણે તલવારથી પાંખે છેદીને તેને પૃથ્વી ઉપર પાડયો. વિમાનમાં બેસાડીને લઈ જવાતા સીતાજીએ વિલાપ કર્યો. હે ભામંડલભાઈ! મારું રક્ષણ કર. હે લક્ષમણથી યુક્ત શ્રીરામ ! મારું રક્ષણ કરો. તે વખતે ભામંડલને એક ખેચર સુભટ સીતાજીની બૂમ સાંભળીને યુદ્ધ કરવા આવ્યું. રાવણે (પિતાની વિદ્યાથી તેની બધી વિદ્યાઓ હરીને) તેને ભૂમિ પર પાડી દીધે.
હવે રાવણે સીતાજીને કહ્યું : હે સીતા ! ત્રણ લેકને કંટક સમાન હું તારે આજ્ઞાકારી પતિ છું. તેથી તું આજંદન શા માટે કરે છે? અહીં લંકાના મહાન ઉદ્યાનમાં સુવર્ણ–રત્નની શિલા ઉપર લજજાને ત્યાગ કરીને દેવીઓને પણ દુર્લભ એવી ક્રીડા કર. ભીલ એવા રામથી શું? સૈવનથી બલવાન એવા મારા આશ્રય લે. હું રંભેરૂ! નંદનવન હોય તે ભ્રમરી શું મભૂમિને યાદ કરે? આ પ્રમાણે બેલતે રાવણ શ્રી સીતાજીને સમુદ્રના માર્ગે લઈ ગયે. સીતાજીએ પણ મુખથી શ્રીરામ શ્રીરામ એવા શબ્દનું રટણ ચાલુ રાખ્યું. આ પ્રમાણે ખુશામત કરતા રાવણ સીતાજીના ચરણકમલમાં નમ્યો. સીતાજીએ પરપુરુષના સ્પર્શની શંકાથી પોતાના પગને ખસેડી લીધા. મને