________________
૩૦૬
શીલપદેશમાલા ગ્રંથને ગાથા–ટીકાથ-જે તું જે જે સ્ત્રીઓને જુએ છે તે તે સ્ત્રીઓમાં ચિત્તવિકાર કરીશ તે તું પવનથી હચમચેલા હડ નામના વૃક્ષની જેમ અસ્થિરાત્મા થઈશ. [૪]
સ્ત્રીઓનું શરીર પણ વૈરાગ્યનું કારણ છે એમ બતાવે છે - रमणीणं रमणीय, देहावयवाण ज सिरि सरसि । जुव्वणविरामवेरग्ग-दाइणि तं चिय सरेसु ॥९५॥
ગાથાર્થ :- હે જીવ! એના અંગોપાંગેની જે મને હર શેભાને યાદ કરે છે તે જ શોભા વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યને ઉત્પન્ન કરે છે એમ વિચાર.
ટીકાથ:- વૃદ્ધાવસ્થામાં સુકાયેલાં પાંદડાવાળી લતાના જેવી શિથિલ અંગેવાળી નારીને જોઈને સર્વ કેઈ વિરાગ પામે છે. આથી યૌવનમાં (યુવાન સ્ત્રીમાં) પણ તે અવસ્થાને યાદ કરીને શીલનું જ પાલન કર. [૫] ના
શીલનું જ માહાભ્ય અને શીલરહિત મનુષ્ય નિંદનીય છે એમ જણાવે છે – सीलपवित्तस्स सया, किंकरभावं करंति देवावि । सीलब्भट्ठो नहो, परमिट्टो वि हु जो भणियं ॥१६॥
ગાથા-રીકાથી – શીલથી પવિત્રનું દેવે પણ સદા દાસપણું કરે છે, અને શીલથી ભ્રષ્ટ બ્રહ્મા પણ બધી રીતે નિંદા. કારણ કે પૂર્વ મુનિઓએ આ લ=નીચે કહેવાશે તે કહ્યું છે. [૬]
પૂર્વ મુનિઓએ જે કહ્યું છે તે જ કહે છે :जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्थितो अब्बंभ, बंभावि न रोअए मज्झ ॥१७॥
ગાથાર્થ-જે સદા કાર્યોત્સર્ગમાં રહેનાર હય, જે સદા મૌન રહેનાર હોય, જે મુંડન કરાયેલે હય, જે વૃક્ષની છાલના વસ્ત્રો પહેરતે હય, જે નિરંતર તપ કરીને શરીરને સુકવી નાંખ્યું હોય, તે પણ જે મૈથુનની પ્રાર્થના કરતે હોય તે તે મને ગમતું નથી. મિથુનની પ્રાર્થના કરનાર બ્રહ્મા પણ મને ગમતું નથી, તે પછી સામાન્ય માણસની વાત જ ક્યાં રહી?
ટીકાથે –ગાથામાં વારંવાર રવિ (m) શબ્દને પ્રવેગ “સર્વ ગુણેથી યુક્ત પણ પ્રાણી શીલરહિત હોય તે તેનું કોઈ મહત્વ નથી.” એમ શીલનું મહત્વ બતાવવા માટે છે. ગાથામાં વા શબ્દથી ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ આદિ ગુણેને સંગ્રહ કર્યો છે. [૭]
સામાન્ય ઉપદેશ કહીને હવે નામના નિર્દેશથી કહે છે – इय भावंतो भावं, सजोगगुत्तो जिइंदिओ धीरो। रक्खइ मुणी गिहीवि हु, निम्मलनिअसीलमाणिकं ॥९८॥