________________
૨૯૮
શીલાપદેશમાલા ગ્રંથા
દીધી તેટલામાં મધ્યાહ્ન સમયે શ્રમથી પીડાતા અશ્વ જાણે વનની પ્રાપ્તિ થઈ તેમાં સાક્ષી થતા હોય તેમ ભૂમિ ઉપર પડ્યો. જગલમાં પ્રવેશ કરતા તેણે શ્રી ઋષભદેવનું મંદિર જોયું. આગળ રહેલી વાવડીના પાણીમાં સ્નાન કરીને તેણે મદિરમાં પ્રવેશ કર્યો.
તત્કાલ ફલ આપનારા જિનેશ્વરને નમીને મંદિરની બહાર આવેલા તેણે મ‘ડપમાં જિનધર્મની દેશનાને આપતા એક મુનિને જોયા. મુનિને પ્રદક્ષિણા આપીને અને નમીને તેમની આગળ બેઠા. ચારિત્રને સ્વીકારવા માટે ઉત્કંઠિત થયેલા પાંચ પુરુષાને જોઈને તેણે મુનિને પૂછ્યું: હે સ્વામી ! યુવાનવયવાળા, ચારિત્રના અભિલાષી અને અંજલિ જોડીને રહેલા આ પાંચ પુરુષા કોણ છે? અને તેમને વૈરાગ્યનું કારણ શું ખન્યું? મુનિએ કહ્યુ: હે ભદ્ર! સાંભળ, વિંધ્યા અટવીમાં રહેનાર ભીમ નામના પલ્લિપતિ હતા. આ પાંચ પુરુષો તેના મધુએ છે. વિંધ્યા અટવીમાં કોઈ રાજપુત્રે સૈન્યની છાવણી નાખી. તેથી પલ્લિપતિએ રાજપુત્રના સૈન્યની સાથે રાત્રિયુદ્ધ કર્યું, પલ્લિપતિએ કુમારને કંઇક વ્યાકુલ કર્યાં એટલે તેની પત્ની સ્વય* શરીરે શૃંગાર કરીને રથમાં સારથિ બની. તેથી તેની શૃંગારિક ચેષ્ટામાં ભ્રાન્ત બનેલા ( =મેાહ પામેલા ) પલ્લિપતિને રાજપુત્રે હણી નાખ્યા. પછી તે તુરત આગળ ચાલ્યો. પલ્લિપતિના આ સગા ભાઈએ તે જ વખતે પેાતાના ગામમાંથી નીકળ્યા. અને ક્રોધથી વરના બદલે વાળવાની ઈચ્છાથી રાજપુત્રની પાછળ ગયા. પણ તેને મારવા તે સમથ ન થયા. પછી એકવાર જંગલમાં તેને પત્ની સાથે જોઇને મંદિરમાં છુપાઈને રહ્યા. હવે તેની પત્નીને સર્પ કરડ્યો. આથી તે પત્ની સાથે અગ્નિમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા થયા. તેવામાં એક વિદ્યાધરે તેની પત્નીને જીવતી કરી. પછી તેની પત્નીએ મને ઠંડીની પીડા થાય છે એમ કહ્યું એટલે રાજપુત્ર સ્વયં અગ્નિ લેવા માટે ગયા. મદિરમાં રહેલા તે ચારા પૂર્વે લીધેલા દીવાને સળગાવીને રાજપુત્રને સુવાના સ્થાનને જેટલામાં જુએ છે તેટલામાં તેની પત્નીએ તેમના નાના ભાઈને રાગથી જોયેા. નાના ભાઈએ પણ તેને રાગથી જોઈ. આમ બંનેને પરસ્પર અનુરાગ થયા. કારણ કે કામીઓને શરમ કર્યાંથી હોય ? સ્વય' પ્રાના કરતી મૈથુનની ઇચ્છાવાળી તેને ચારે કહ્યું: હું સુંદરી ! તારા પતિ જીવતા હોય ત્યાં સુધી તને લેવા માટે કાણું સમર્થ થાય ? તે એટલી તેા પતિને મારી નાખીને તને શલ્યરહિત કરું છું. તે આ પ્રમાણે ખેાલી રહી હતી તેટલામાં તેના પતિ અગ્નિ લઈને આવી ગયા. તે ચારા દીપક પ્રગટાવીને થાડા દૂર ખસી ગયા.
રાજપુત્રે પત્નીને દીપકના પ્રકાશનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું; તમારા હાથમાં રહેલા અગ્નિનું ભીંતમાં પ્રતિબિંબ પડયુ., તેથી આ પ્રકાશ થયા. રાજપુત્ર પત્નીના હાથમાં તલવાર આપીને જેટલામાં અગ્નિને ફૂંકે છે તેટલામાં તેની પત્ની તેને મારવા માટે તૈયાર થઈ. આ તરફ ચારે વિચાર્યું": આના દુષ્ટ ચિત્તને ધિક્કાર થાઓ કે જે મારા ઉપર થયેલા ક્ષણિક રાગથી પેાતાના પતિને હણવાને ઈચ્છે છે. જેણે આ સ્ત્રીના માટે