________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૫ દત્તને કહ્યું તીર્થયાત્રા માટે જવાની ઈચ્છાવાળો હું તારી સાથેની સાથે આવવાને ઈરછું છે. અગડદત્તની રજા મળવાથી તે રથની પાછળ ચાલે. ગીની પ્રાર્થનાથી તેની સોનામહોરની થેલી અગડદત્ત રથમાં મૂકી. અગડદત્ત મધ્યાહ્ન સમયે પર્વત પાસેના કેઈ ગામમાં ગયે. સાથેના બધા માણસે ત્યાં આવી ગયા એટલે વેગીએ અગડદત્તને કહ્યુંઃ હે ધર્મના જાણકાર ! આ વર્ષે હું વર્ષાઋતુમાં આ ગામમાં રહ્યો હતે. તેથી આજે ગામના લોકો મારું આતિથ્ય કરશે. તેથી હે વિવેકી ! સાથ સહિત તમે પણ આજે અતિથિ થાઓ ! અગડકરે કહ્યુંઃ વિવેકી એવા મારે આ પ્રમાણે મુનિના અન્નનું ભોજન કરવું યોગ્ય નથી. ના કહેવા છતાં ગી (વિષમિશ્રિત) દહીં અને દૂધ વગેરે જલદી લઈ આવ્યું. અગડદર સિવાયના બધા મુસાફરે ભજન કરીને વૃક્ષની નીચે સૂઈ ગયા. અગડદત્ત જેટલામાં પોતાનું ભાતું જમવા બેઠે તેટલામાં તે બનાવટી યેગીએ અગડદત્તને કહ્યુંઃ દુર્યોધન નામના ચેરને શું તેં સાંભળ્યું નથી? તે હું છું. રે! લહમીદેવી જેવી પત્નીને લઈને મારી પાસેથી તું ક્યાં જઈ શકવાને છે? મુસાફરોને ઝેરથી મેં મારી નાખ્યા છે. તલવારથી તને મારી નાખું છું એમ બેલતે તે તલવાર ખેંચીને અગડદર તરફ દેડ્યો. આશ્ચર્ય પામેલા અગડદત્તે તલવાર વડે રમતથી તેના મસ્તકના પાકેલી કાકડીની જેમ બે ભાગ કરી નાખ્યા. તૃષાતુર તેને અગડદત્ત પાણી લાવીને આપ્યું. તેના ગુણેથી ખુશ થયેલા ચેરે તેને આ પ્રમાણે કહ્યું, આ પર્વતની ઝાડીની અંદર ગુફામાં મારું ઘર છે, તેમાં જ મારો બધો ધનભંડાર છે અને સુંદરી નામની પત્ની છે. પરાક્રમને જ ધન માનનારા હે ઉત્તમ પુરુષ! મારી અનુજ્ઞાથી તે બધું તારે લઈ લેવું.
અગડદત્ત તેના ઘરમાં જઈને તેની પત્નીને આ વાત કહી. રતિ જેવી તેને જોઈને અગડદત્તને તેના ઉપર અનુરાગ થયે અને તેને પણ કામદેવ જેવા અગડદત્તને જોઈને તેના ઉપર અનુરાગ થયે. શું કામ (=કામને આધીન જીવ) ઔચિત્યનો વિચાર કરે છે? અર્થાત નથી કરતું. તે વખતે તે બંને પરસ્પર અનુરાગવાળા થયેલા જોઈને મદનમંજરીને ક્રોધ આવ્યો. પણ જેમ દેવે સમુદ્રને ધારણ કરે છે તેમ મદનમંજરીએ મર્યાદારૂપી પાણીને ધારણ કર્યું. અર્થાત્ મર્યાદાને છેડી નહિ. વીર પુરુષોમાં શ્રેષ્ઠ એવો અગડદત્ત ચારની સ્ત્રીને અને લક્ષમીને છોડીને રથ ઉપર બેસીને આગળ ચાલ્યા. જતા તેણે ફરી વનમાં ફર યમના જેવી આકૃતિવાળા વનના હાથીને પોતાની આગળ છે. તેણે તેને રમતથી વશ કરી લીધો. ફરી દાઢાઓથી ભયંકર સિંહને પોતાની આગળ છે. તેણે વસ્ત્રથી વાટેલા હાથરૂપી દંડને તેના મોઢામાં નાખીને તેને ક્ષય કરી નાખે. જેમ જ્ઞાની ભવરૂપી સમુદ્રના પારને પામે તેમ અગડદર ક્રમે કરીને મહાન જંગલના પારને પામ્યું. જેમ મદરહિત પુરુષ મોક્ષસુખને જુએ તેમ અગડદત્તે પિતાની આગળ સૈન્યને જોયું. અગડદત્ત સૈન્યના નાયકને પૂર્વને વૃત્તાંત પહેલેથી પૂછ્યો. તેમણે કહ્યું હે દેવ! તે વખતે થયેલા