________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૧
ચડીને તેને આલાનસ્ત ભની સાથે માંગ્યેા. આથી મહાવતે તેની પ્રશ'સા કરી. ભુવનપાલ નામના રાજાએ છડીદાર પુરુષ દ્વારા અગડદત્તને ખેલાવ્યા. નમસ્કાર કરતા અગડદત્તને ગાઢ આલિંગન કરીને આસન ઉપર બેસાડવો. પછી રાજાએ તેને કહ્યું: હે વત્સ! જો કે મેં ગુણેાથી જ તારું' કુલ જાણી લીધું છે તે પણુકુલની વિશેષ વિગત જાણવા માટે મારું મન ઉત્કંઠિત થાય છે. આ પ્રમાણે સાંભળીને અગડદત્ત કંઇક નીચું મુખ કરીને રહ્યો એટલે પવનચદ્ર ઉપાધ્યાયે સઘળા વૃત્તાંત કહ્યો. રાજા મેલ્યાઃ તા આ સામ્રાજય એનું જ છે, આમાં કોઈ ફેરફાર નથી. આમ કહીને રાજાએ આભૂષણ્ણા આદિથી અગડદત્તના સત્કાર કર્યાં.
આ તરફ્ નગરજનાએ રાજાને ભેટણ' ધરીને વિનતિ કરી કે, હે દેવ ! આપની નગરી નાના ગામડાથી પણ ઉતરતી છે. કારણ કે આપ રાજ્ય કરતા હૈાવા છતાં કાઈ અષ્ટ ચાર રાતે આ નગરીમાં ચારી કરે છે. આ તા ચંદ્રમાંથી વિષના બિંદુએ ઝરવા જેવું થયું. રાજાએ કાટવાળને ઠપકો આપીને નગરનુ` રક્ષણ કરવા આજ્ઞા કરી. કાટવાળે પૃથ્વીપીઠને અડે તેટલું મસ્તક નમાવીને રાજાને કહ્યું: હે દેવ! નક્કી આ ચાર વિદ્યાસિદ્ધ કે મંત્રસિદ્ધ છે. કારણ કે ઘણા કાળથી શેાધ કરવા છતાં જોવામાં આવતા નથી. રાજા ચારને શેાધવાના ઉપાયની ચિંતા કરીને થાકી ગયા એટલે અગડદત્તે કહ્યું: હું પિતાજી! આપ ચિંતાના દુઃખને મૂકી દે અને આ કાર્ય માટે મને જ આજ્ઞા કરે. આપની આજ્ઞાને આધીન એવા મારી હાજરીમાં આપે આ કાર્ય માટે બીનને આજ્ઞા ન કરવી જોઈએ. સુંઠથી કફ દૂર થઈ જતા હાય તા રસાયણના ઉપયોગ કાણુ કરે ? અગડદત્તે આમ કહ્યું તેથી રાજાએ ચાર શેાધવાની તેને આજ્ઞા કરી. હર્ષચિત્તવાળા અગડઇત્ત પવનચંદ્ર ઉપાધ્યાયની રજા લઇને ચારની શેાધ કરવા લાગ્યો. જુગારીઓના સ્થાનેા, દારૂના પીઠા, વેશ્યાનાં ઘરા અને મીઠાઇની દુકાના વગેરેમાં ચારની અતિશય શેાધ કરતા તેના છ દિવસે પસાર થઈ ગયા. તેથી સાતમા દિવસે તેણે વિચાયુ" કે ચારના સમાચાર પશુ મળતા નથી. હવે એક જ દિવસ બાકી રહ્યો છે. તેથી મારી પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ થશે! આ પ્રમાણે વિચારીને, હાથમાં તલવાર લઈને, શ્મશાનમાં જઈને, વડલાની નીચે એસીને, જેટલામાં જુએ છે તેટલામાં તેણે પરિવ્રાજકને આવતા જોયા. પરિત્રાજકે ભયંકર રુદ્રાક્ષની માળારૂપી આભૂષણ ધારણ કર્યું. હતું, ભગવાં વસ્રો પહેર્યાં હતાં, હાથમાં દંડ અને કમંડલું હતાં, તેનુ' લલાટ વિશાળ હતું, આંખા લાલ હતી, જંઘા અને હાથ લાંબા હતા.
તે જ આ ચાર છે એવી સ્પષ્ટ સભાવના અગડદત્ત કરી, તેટલામાં પરિત્રાજકે આવીને તું કાણુ છે ? એમ અગડદત્તને પૂછ્યું. હું પરદેશી છું. જુગારના કારણે હું અતિશય દ્રરિદ્રી બની ગયા છું. જેમ જેની ગાય નાસી ગઈ હોય તે ગાય માટે ભમે તેમ હું સદા ધન માટે જ્યાં ત્યાં ભમું છું. પરિવ્રાજકે ક્રી તેને કહ્યું : જેમ ઘણા હિમ