________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૯ અગડદત્તનું દૃષ્ટાંત શંખપુર નામનું નગર હતું. તેમાં રહેલી સંપત્તિઓને જોઈને દેવોએ સ્વર્ગને જાણે છેતરામણી હોય તેવું માન્યું, અર્થાત્ ખરી સંપત્તિ તે શંખપુરમાં જ છે. દેવલોકમાં સંપત્તિ છે એમ માનવું એ છેતરામણું છે એમ માન્યું. તે નગરીમાં રૂપ અને પરાક્રમથી સુંદર એવો સુંદર નામને રાજા હતા. તેના હાથ રૂપી કમલમાં રહેલ તલવારની રેખા ભ્રમર શ્રેણિની જેમ શોભતી હતી. તે રાજાની ત્રાસ પામતા મૃગના જેવા નેત્રવાળી સુલસા નામની પત્ની હતી. જેમ ધજા સારા વાંસને દીપાવે તેમ તે રાણીએ ગુણેથી ક્યા સારા વંશને દીપાવ્યું ન હતું? અર્થાત્ બધા સારા વંશને દીપાવ્યા હતા. તેની કુક્ષિથી એક પુત્ર થયે. તે અગડદત્ત એવા નામથી પ્રસિદ્ધ થ. સઘળા દેએ તેને આશ્રય લીધા હતા. તેથી તે જાણે દેષને અક્ષયભંડાર હોય તેવો હતો. જેમ મહાન ઇંદ્ર સભામાં બેસે તેમ એકવાર રાજા રાજસભામાં બેઠે હતા ત્યારે નગરજનેએ અગડદર રાજકુમારે નગરમાં ઉપદ્રવનો પ્રારંભ કર્યો છે એમ રાજાને કહ્યું. ધથી લાલ બનેલા રાજાએ પુત્રને સંભળાવતાં આ પ્રમાણે કહ્યું. મનુષ્યને પુત્ર ન હોય તે સારું છે, પણ દુર્વિનીત પુત્ર હોય એ સારું નથી. જે કુલ સામાન્ય હેય તે કુળ પણ સદગુણ પુત્રોથી શોભે છે અને અતિશય ઉજજવલ પણ કુળને કુપુત્ર કલંકિત કરે છે. આ પ્રમાણે રાજા વડે ઠપકો અપાયેલ અભિમાની કુમાર રાતે સિંહની જેમ નિર્ભય બનીને નગરમાંથી નીકળી ગયા. પૃથ્વી ઉપર ફરતે તે ક્રમે કરીને વારાણસી નગરીમાં આવ્યું. તેણે એ નગરીની મહાન ઇંદ્રપુરીની જેવી સંપત્તિ જોઈ. સરળ મનવાળે તે જેમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એવા કે મઠમાં ગયે. ત્યાં પવનચંદ્ર નામના ઉપાધ્યાયને નમીને તે બેઠો. તેને સારી આકૃતિવાળો જાણીને ઉપાધ્યાયે હર્ષથી પૂછ્યું: તું અહીં ક્યાંથી આવ્યું અને અહીં આવવાનું કારણ શું છે? કુમારે પોતાને સત્યવૃત્તાંત કહ્યો. તેને ખુશ કરતાં ઉપાધ્યાયે વાત્સલ્યપૂર્વક આ વાણું કહીઃ- હે વત્સ! માતા-પિતાને ત્યાગ કરવો એ સુપુત્ર માટે ઉચિત નથી. કારણ કે આ સંસારમાં તેમના વિના બીજે કઈ પરમ ઉપકારી નથી. સ્તનપાન બંધ થઈ જાય એટલે માતા-પિતાને ત્યાગ કરવામાં આવે તે હે વત્સ ! પશુઓમાં અને માનવોમાં શો ભેદ રહે? રાજપુત્ર બે આપે મને સારી રીતે બંધ પમાડ્યો. માતા-પિતા પુત્રને જન્મ આપે છે, પણ ગુરુ જ્ઞાનને જન્મ આપે છે. આપે કહેલું મારે પ્રમાણ છે. આ પ્રમાણે બેલેલા તેને ગુરુ પોતાના
૧. અહીં ત્રાસ પામી રહ્યાં છે મૃગનાં નેત્રે જેનાથી એવી સુલસા એવો અર્થ પણ થઈ શકે. આ અર્થ વધારે સારો છે. અલસાનાં નેત્રો મૃગના નેત્રોથી પણ સુંદર હતાં. પિતાનાં (મૃગનાં) નેત્રોથી અલસાનાં નેત્રો સુંદર હોવાથી મૃગને દુઃખ=ઈર્ષ્યા થતી હતી. આથી મૃગનાં નેત્રો ત્રાસ પામી રહ્યાં હતાં. ૩૭