________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૫ . એક દિવસ બારમાં બેઠેલા સાગરદત્ત શેઠે ભટકતા કઈક ભિખારીને જે તેના હાથમાં એક ઘડાનું ઠીકરું હતું, તેનું શરીર માખીઓના સમૂહથી વ્યાપ્ત હતું, તેનું શરીર ખરાબ હતું, તે યુવાન હતું, તેણે શરીરે માત્ર લંગોટી–પોતડી પહેરી હતી, અને જાણે મૂર્તિમંત દારિદ્રય હોય તેવો દેખાતે હતે. શેઠે અભંગ, ઉદ્વર્તન અને સ્નાનથી, ભિખારીના શરીરનો મેલ દૂર કર્યો. ચંદનનું વિલેપન કર્યું. દિવ્ય બે વસ્ત્રો પહેરાવ્યા. પછી શેઠે તેને કહઃ આ સુકુમારિકા નામની મારી પુત્રી છે અને મારી આ ઘણી લકમી છે. તેથી તે અહીં વિલાસ કરતે સુખપૂર્વક રહે પિતાને દેવ જે માનતે અને ઉછળતા આનંદથી પૂર્ણ તે પણ તેના ઘરે ઘરજમાઈની જેમ રહ્યો. શંગાર ધારણ કરેલી સુકુમારિકાની સાથે તે શયનઘરમાં ગયું. ભિખારીએ સુકુમારિકાનો સંગ અગ્નિદાહ જેવો અનુભવ્યું. સુકુમારિકાને રાક્ષસી જેવી માનીને, એકદમ ઊભું થઈને, અને હાથમાં ઘડાનું ઠીકરું લઈને તે જલદી નાસી ગયે. . તે જ પ્રમાણે રડતી પુત્રીને આશ્વાસન આપીને પિતાએ કહ્યુંઃ તારે આ પૂર્વકર્મને કેઈક વિપાક ઉપસ્થિત થયો છે. પૂર્વ કર્મના વિપાકથી સૂર્ય પણ આકાશમાં ભમે છે, ગુણી પણ પુરુષ ભિક્ષા માટે ઘણું ભટકે છે, મૂખ પણ સંપત્તિને ભેગવે છે. તેથી તું નિરર્થક ખેદ ન કર, કર્મનાશ માટે પ્રયત્ન કર, અને ગરીબોને દાન આપતી તું શાંતિથી મારા ઘરે રહે. સ્વકર્મના મર્મને જાણતી અને સમભાવથી ઇન્દ્રિયો જિતનારી તે જિનક્તિ ધર્મને કરતી પિતાના ઘરમાં રહી. એકવાર તેના ઘરે ભિક્ષા માટે સાધ્વીઓ આવી. તેણે સાવીને ભક્તિથી શુદ્ધ આહાર–પાણી વહેરાવ્યાં. વિરાગપામેલી તેણે જેમ નિર્ધન પુરુષ માણેકરત્નને ગ્રહણ કરે તેમ તે સાદવીઓના ચરણકમલમાં કર્મરૂપી વેલડીઓને કાપનારું ચારિત્ર ગ્રહણ કર્યું. કામદેવરૂપી મહાન હાથીને અંકુશમાં રાખનાર અને કર્મને અત્યંત નાશ કરવા તત્પર બનેલી તેણે અનેકવાર મોટા તપ કરવાનો પ્રારંભ કર્યો. ક્યારેક વિશેષ ઉગ્ર તપશ્ચર્યા કરવાની ઈચ્છાથી પ્રવર્તિનીને વંદન કરીને શુદ્ધ ચિત્તથી આ પ્રમાણે પૂછ્યું: નિર્જન ઉદ્યાનની ભૂમિમાં સૂર્યની સામે દષ્ટિ રાખીને હું આતા પના કરવાને ઈચ્છું છું, અને અતિશય દુષ્કતોને નાશ કરવાને ઈરછુ છું. સાધ્વીઓએ કહ્યું: ધર્મમાર્ગમાં સાવીઓને ઉપાશ્રયની બહાર આતાપનાવિધિ કરવાનું કે ઈપણ રીતે કલ્પ નહિ. તેમની વાણીને અનાદર કરીને તે કેઈક ઉદ્યાનમાં આવીને જેટલામાં સૂર્ય સામે દષ્ટિ રાખીને આતાપના કરવાનું શરૂ કરે છે તેટલામાં તેણે ત્યાં આવેલી દેવદત્તા નામની વેશ્યાને જોઈ તે વેશ્યાએ એક પુરુષના મેળામાં પગ મૂક્યા હતા, બીજા પુરુષના મેળામાં તે બેઠી. હતી, ત્રીજો પુરુષ તેને પંખા નાખી રહ્યો હતે, ચોથે પુરુષ મસ્તકમાં આભૂષણ પહે
૧. અભંગ શરીરે તેલ વગેરે ચળવું. ઉદ્વર્તન=શરીરે ચૂર્ણ વગેરે ઘસીને શરીરને મેલ દૂર
૩૪