________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૩ થાઓ અને ભિક્ષાની ઈચ્છાવાળા આ ભિક્ષુકને પણ સંતેષ થાઓ, આમ વિચારીને નાગશ્રીએ તે તપસ્વીને જાણે દુર્ગતિમાં પડવા માટે પોતાનું બહાનું આપતી હોય તેમ તે તુંબડીનું શાક આપ્યું. તે મહાત્માએ ભિક્ષાથી આવીને તે તુંબડીનું શાક ગુરુને બતાવ્યું. વાત્સલ્યથી યુક્ત ચિત્તવાળા ગુરુએ તેને જોઈને તત્કાલ કહ્યું દુષ્ટતાથી અથવા અજ્ઞાનતાથી નાગશ્રીએ આપેલું આ કડવી તુંબડીનું શાક જલદી પ્રાણીઓના પ્રાણને નાશ કરનારું છે. તેથી આને ધૈડિલમાં (=અવરહિત પ્રદેશમાં) ક્યાં પણ યત્નપૂર્વક પરઠવી દે. આ આદેશને પામીને તે તપસ્વી નગરથી બહાર ગયા. કોઈ પણ રીતે તે પાત્રમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર પડયું. તે બિંદુને વળગેલી હજારો કીડીઓ મરવા લાગી. આ જોઈને તપસ્વીએ વિચાર્યું. આ પ્રમાણે જે આ બિંદુ પણ પ્રાણનો નાશ કરે છે તે સંપૂર્ણ આ ફલ કેટલા જીવોને ભસ્મસાત્ નહિ કરે? મારે એક જીવ મરે એ શ્રેષ્ઠ છે, કેડે જી ન મરો, એમ વિચારીને હર્ષથી યુક્ત સાધુએ સ્વયં તે શાક ખાધું. જાતે આરાધના કરવા પૂર્વક સમાધિથી મૃત્યુ પામીને સિદ્ધ થયેલા મનોરથવાળા તે તપસ્વી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ધર્મરુચિ મુનિને બહાર વિલંબ કેમ થયે? એ જોવા માટે ધર્મઘોષસૂરિએ બીજા મુનિઓને આજ્ઞા કરી. તે સાધુ ઓ ધર્મરુચિ મુનિને મૃત્યુ પામેલા જોઈને તેમનાં બધાં ઉપકરણો પૂજ્ય ગુરુની પાસે લાવ્યાં. પછી તેમણે જે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે ગુરુને કહ્યું. આચાર્યે વિશિષ્ટજ્ઞાનથી તે મુનિની સુગતિની પ્રાપ્તિ વગેરે યથાર્થ વિગત જાણીને મુનિઓની આગળ કહી.
સમદેવ વગેરે બ્રાહ્મણોએ કઈ પણ રીતે લેકમુખથી તે વિગત જાણી. પછી ગુસ્સે થયેલા તેમણે નાગશ્રીને ઘરમાંથી જલદી કાઢી મૂકી. લેકેથી નિદાયેલી અને માર ખાતી નાગશ્રી હલકી કૂતરીની જેમ તરફ ભમવા લાગી. તેનું શરીર તે જ ભવમાં ખાંસી, અતિસાર અને ઉગ્ર તાવ વગેરે રોગોથી ઘેરાયું, એથી તેણે નરક પૃથ્વીની જેની વેદનાને અનુભવી. ભૂખ-તરસથી દુઃખી થયેલી અને અતિશય રૌદ્રધ્યાનમાં લીન તે છડી નરકની મહેમાન બની. ત્યાંથી નીકળીને માછલાઓમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી સાતમી નરકમાં ગઈ. ત્યાંથી માછલાને ભવ પામીને ફરી સાતમી નરકમાં જ ગઈ. આ પ્રમાણે દુષ્ટ તે બધી નરકમાં બે બે વાર ભમી. પછી તે પૃથ્વીકાય વગેરે નિએમાં ઉત્પન્ન થઈ. નાગશ્રીને તે જીવ સંસારરૂપી સાગરમાં ભમ્યા પછી ગિરિનરી-પાષાણુન્યાયથી કર્મ લઘુતા થવાથી ચંપાનગરીમાં રહેલા સાગરદત્તશેઠની સુભદ્રા શેઠાણીની કુક્ષિમાં સુમારિકા નામની કન્યા થયે. તે જ નગરીમાં જિનદત્ત નામનો શેઠ હતે. તે શેડની ભદ્રા નામની પત્ની હતી. તે બે કલા-વિજ્ઞાનને ભંડાર સાગર નામને પુત્ર હતા. એકવાર જિનદતે ઘરમાં રહેલી સુકુમારિકાને જોઈને વિચાર્યું કે, આ મારા પુત્ર સાગરને યોગ્ય છે. જિનકત પોતાને
૧. અમુક વસ્તુ મારે ખરીદવી જ છે એની ખાતરી માટે પહેલાં જે કંઈ બહાનું આપવામાં આવે છે તે.