________________
२२०
શીલપદેશમલા ગ્રંથને નામની પત્ની હતી. તે બેની લમીદેવીની જેમ હર્ષનું પાત્ર કમલા નામની પુત્રી હતી. તે કન્યા સાત બંધુઓથી નાની હતી. યૌવનની સન્મુખ બનેલી તે અનેક યુવાનના મનનું સંમેહન કરનારી ઔષધિ સમાન બની. જેમ કાયલ પક્ષીઓ વસંતઋતુને યાદ કરે અને હાથીઓ વિંધ્ય પર્વતની ભૂમિને યાદ કરે તેમ કામને આધીન બનેલા રાજપુત્રે તેને જ યાદ કરતા હતા.
આ તરફ સોપાર નગરમાં રતિવલ્લભ નામનો રાજા હતા. તે કામદેવની જેમ કોના ચિત્તમાં વસ્યા ન હતા? અર્થાત્ તે બધાના ચિત્તમાં વસી ગયું હતું. મેઘરથ રાજાની સાથે મૈત્રી કરવાની ઈચ્છાવાળે તે સદા મેઘરાજાને અનેક ભેટણીઓ મેકલતે હતે. તેમના કાર્યકુશળ દૂતે સદા હાથમાં લેખે =કાગળ) અને ભેટશુઓ લઈને આવતા હતા અને જતા હતા, એ રીતે તે બે વચ્ચે પ્રેમ વધતે ગયે. દાનથી, પ્રશંસાનાં વચન નથી. અનુકૂલ વર્તનથી શત્રુ પણ મિત્ર બની જાય છે, તો પછી મધ્યસ્થ રહેનારની (=સમભાવમાં રહેનારની) તે વાત જ શી કરવી? મેઘરાજાએ વિચાર્યું. આ વિનય વગેરે ગુણેથી રતિવલ્લભ રાજાની તુલ્ય શું બીજે કઈ રાજપુત્ર છે? અર્થાત્ નથી જેમ આ રતિવલ્લભ સર્વગુણેથી શ્રેષ્ઠ છે તેમ આ કમલા પુત્રી પણ સર્વગુણેથી શ્રેષ્ઠ છે. તેથી સર્વ જનસમૂહથી પ્રશંસનીય એ આ બેને સંબંધ એગ્ય છે. એકવાર મેઘરથ રાજા પરિવાર સહિત રાજસભામાં બેઠો હતો ત્યારે કમલા કન્યા ત્યાં આવીને પિતાના ખેાળામાં બેઠી. કન્યાને સર્વ અલંકારથી સુંદર જઈને રાજા તે જ વખતે ચિત્તમાં વરને શોધવાની ચિંતાથી યુક્ત બન્યું. પછી રાજાએ મહાનમંત્રીઓને કહ્યું: જેમ રહિણીને વર ચંદ્ર છે તેમ કમલા માટે એગ્ય વરની વિચારણા કરે. રતિવલ્લભને સર્વ પ્રકારે શુદ્ધ અને દૂષણથી રહિત જાણીને જેમ શાસ્ત્રજ્ઞાતાઓ શામના એગ્ય અર્થને કહે તેમ મંત્રીઓએ રતિવલ્લભ યોગ્ય છે એમ કહ્યું. આ સાંભળીને રાજાએ વિચાર્યું તત્ત્વદષ્ટિવાળા મંત્રીઓએ મારા જ મનથી વિચારીને હિતકર વચન કહ્યું છે, અર્થાત્ મેં જે વિચાર્યું હતું તે જ તેમણે વિચાર્યું છે. પૃથ્વીમાં રાજાઓ પ્રાયઃ રાજસભાને શોભાવનારા હોય છે, રાજ્ય તે પરમાર્થથી મંત્રીઓને આધીન હોય છે, અર્થાત્ પરમાર્થથી રાજ્ય તે મંત્રીઓ જ ચલાવે છે, એમ હું માનું છું. રાજાઓની આંખે મંત્રીઓ જ છે એમ કહેવામાં આવે છે. ઇદ્ર મંત્રીઓની આંખેથી જ હજાર આંખવાળો છે. રાજાઓના રાજયનાં સંપૂર્ણ બનેલાં સર્વ અંગેમાં એક મંત્રિબલ જ સર્વથી અધિક વિકાસ પામે છે, અર્થાત્ રાજ્યનાં સર્વ અંગોમાં મંત્રીબલ જ સર્વથી અધિક ગણાય છે. આ પ્રમાણે વિચારીને રાજાએ સ્પષ્ટ કહ્યું: હે ઉત્તમ મંત્રીઓ ! તમેએ મનથી સારું વિચારીને પથ્ય આહારની જેમ હિતકર સુંદર કહ્યું. તેથી રતિવલ્લભને કન્યા આપવા માટે સેપારનગરમાં સારા અને કુશળ દૂતને મોકલીએ. એક દિવસ કન્યા આપવા માટે શાલ નામના બુદ્ધિશાલી દૂતને લેટાની સાથે રતિવલ્લભ રાજાની પાસે મોકલ્યા. રતિવલ્લભ રાજાએ લક્ષમીની જેવી