________________
૨૦૮
શીલપદેશમાલા ગ્રંથને આ પ્રમાણે – ઈશિવાકુકુલરૂપી સમુદ્ર માટે ચંદ્રસમાન અને વિશ્વમાં અસાધારણ નેહાળ હે નલ રાજેદ્ર! દાવાનલથી બળતા મારું રક્ષણ કરવું તે શબ્દ જે તરફથી આવ્યા તે તરફ નજર કરનાર નલે વેલડીઓના વનમાં એક સર્ષને જે. ધીર નલે આ પ્રમાણે કહ્યું: હું મહાનાગ ! તું મારું નામ કેવી રીતે જાણે છે? અને મનુષ્યની ભાષા કેવી રીતે બોલે છે? સર્પે તેને જવાબ આપ્યોઃ હે મહાભાગ્યશાળી ! હું પૂર્વભવમાં મનુષ્ય હતું. તે સંસ્કારોના કારણે આ ભવમાં હું મનુષ્યભાષામાં બેલી શકું છું. મને અવધિજ્ઞાન પણ છે, તેથી હું સંપૂર્ણ જગતને જાણે હાથમાં રહેલું હોય તેમ જોઈ શકું છું. તેથી તે નૃપ! મારું રક્ષણ કર. હું પણ ઉપકાર કરનારો છું, અર્થાત્ હું પણ તારા ઉપર ઉપકાર કરીશ. સર્વે નલને આ પ્રમાણે કહ્યું એટલે નલે લતાઓના વિસ્તારમાં પિતાના વસ્ત્રને છેડે લંબાવ્યું. વસ્ત્રના છેડે વળગેલા સાપને નલે જેમ કૂવામાંથી પાણી ખેંચે તેમ ખેંચી લીધો. જેમ કૃતદન જીવ સજજનને ડંશ દે હેરાન કરે તેમ સર્ષે નલને જ ડંશ દીધે. નલે તેને હાથથી ધકેલીને ભૂમિ ઉપર નાખે. પછી નલે તેને કહ્યું બે જીભવાળા નાગ! તે સુંદર ઉપકાર કર્યો. સપનું વિષ નલના શરીરમાં વ્યાપી જવાથી શરીર કુબડું બની ગયું. પિતાના શરીરને કુબડું જોઈને તુરત વૈરાગ્ય પામેલા નલે ચારિત્ર લેવાની ઈચ્છા કરી. હવે સર્ષે દિવ્યરૂપ ધારણ કરીને નલને કહ્યું: હે વત્સ! હું તારો જ પિતા નિષધ છું, માટે ખેદ ન કર. હે વત્સ! દીક્ષાના પ્રભાવથી હું બ્રહ્મલોકમાં દેવ થયે છું. તારું સંકટ જાણીને આજે આ માયાથી અહીં આવ્યા છે. તારા શરીરનું આ કુરૂપપણું તારા હિત માટે જ સમજવું. કારણકે તારા આ રૂપથી શત્રુઓ તને હેરાન નહિ કરે. હે વત્સ! હજી તારે અર્ધા ભરતક્ષેત્રનું સામ્રાજ્ય ભોગવવાનું છે. સમય થશે ત્યારે દીક્ષાના અવસરને પણ હું જણાવીશ. હે વત્સ! આ બિલનું ફળ અને આ કરંડિયે લે. પ્રાણની જેમ આ બેને સદા સાચવવા. હે વત્સ! જ્યારે પિતાના (સ્વાભાવિક) રૂપમાં રહેવાની ઈચ્છા થાય ત્યારે શ્રીફળને ફેડીને તેમાંથી વસ્ત્રો કાઢી લેજે, તથા કરંડિયામાંથી હાર વગેરે આભૂષણેનો સમૂહ લઈ લેજે. આ વસ્ત્રો અને આભૂષણે તું તારા શરીરે ધારણ કરીશ એટલે તું આ શરીરથી મુક્ત બનીશ અને પિતાના (સ્વાભાવિક)રૂપને પામીશ. આ પ્રમાણે કહીને અને તે બે વસ્તુઓ તેને આપીને દેવે કહ્યું: હે વત્સતારી ક્યા સ્થળે જવાની ઈચ્છા છે. તે કહે, જેથી હું તને ત્યાં લઈ જઉં. નલે કહ્યું હે પિતાજી! મને સુસુમારનગરમાં લઈ જાઓ. નલે તે જ ક્ષણે પિતાને સુસુમારનગરના દરવાજા આગળ રહેલ જોયો.
વિકસિત મુખવાળે તે જેટલામાં નગર તરફ જાય છે તેટલામાં તેણે નગરની અંદર મહાન કોલાહલ સાંભળે. અરે ! આ શું? એ પ્રમાણે ભયભીત બનીને ક્ષણવાર રહ્યો તેટલામાં યમ જે મદેન્મત્ત હાથી તેની પાસે આવ્યું. એ હાથી