________________
૨૦૬
શીલપદેશમાલા ગ્રંથને આ પ્રમાણે બોલવા લાગ્યા:-હા કુરભાગ્ય ! જો પહેલાં પણ આ પ્રમાણે કરવાની તારી ઈચ્છા હતી તે નલને અર્ધા ભરતક્ષેત્રને માલિક કેમ કર્યો? જાણે હું તેને સ્પર્શ કરીશ તે મને શાપ આપશે એવી શંકાથી સૂર્ય કિરણેથી જેનો સ્પર્શ કર્યો નથી તે દમયંતી પગે ચાલીને પૃથ્વી ઉપર કેવી રીતે જઈ શકશે? જેણે આ બે વિષે આ પ્રમાણે આચરણ કર્યું તે આ કૂર કૃબરને ધિક્કાર થાઓ. નગરજને અને મંત્રી વગેરે લેકે નલને ઘણા વાહને ભેટ આપવા લાગ્યા, પણ નલે તેને સ્વીકાર ન કર્યો. પરાક્રમી પુરુષો પોતાના આત્મા ઉપર જ આધાર રાખનારા હોય છે. બુદ્ધિના ભંડાર નલે અનુસરણદિ સેવામાં તત્પર એવા વૃદ્ધ મંત્રીઓ અને નગરજનેને જેમ તેમ કરીને કષ્ટથી પાછા વાળ્યા. ખરેખર! દમયંતીની જેમ શેભા પણ નલની પાછળ ગઈ. જો એમ ન હોય તે તે વખતે તે નગર શોભા વિનાનું કેમ થઈ ગયું? ગદગદ્દ વાણીથી તે તે ઉદ્યાનની મનહરતાને બતાવતા નલે થાકેલી પણ દમયંતીને ધીમે ધીમે ચલાવી. તે વખતે સ્વયં પતિએ મસ્તકે
અને છેડો ધર્યો ત્યારે દમયંતી જેટલી ખુશ થઈ તેટલી ખુશ પૂર્વે મસ્તકે ધરાયેલા છથી પણ થઈ ન હતી. નલ ગરમીવાળી થયેલી દમયંતીને પાંદડાઓથી વીંઝત હતા, થાકેલી દમયંતીના ચરણોને દબાવતે હ; તૃષાયુક્ત થયેલી દમયંતીને કમલિનીના પડિયાઓથી પાણી પીવડાવેતે હતે. ક્યારેક થાકેલી પણ દમયંતી નળના પગ દબાવતી હતી તે નળ સવનું આલંબન લઈને તેને રેકતે હતે. દંપતીએ ફલાહારથી બપોરને સમય કર્યો. સાંજે ક્યાંક લતાગૃહમાં રહીને રાત્રિ પસાર કરી. એકવાર તે બે જાણે પ્રચંડસૂર્યના કિરણોથી ત્રાસ પામેલા અંધકારથી આશ્રય કરાયેલ હોય તેવા અને ઘટાદાર વૃક્ષવાળા એક મોટા જગલમાં આવ્યા. પછી નલે જંગલના સરોવરમાં પગ ધોયા. પત્ની દમયંતીને કરમાયેલા મુખવાળી જેઈને નલે મનમાં આ પ્રમાણે વિચાર્યું - પ્રવાલના જેવા કે મળ સ્પર્શવાળી આ ક્યાં અને દુઃખના તરંગોવાળા માર્ગો ક્યાં? પુષ્પથી ઉત્કૃષ્ટ શોભા જ થાય, નહિ કે પગના જોડા. પછી વિશ્રામ કરવા માટે નલે ક્યાંક મનહર શિલાતલમાં અશોકવૃક્ષની કુંપળેથી ઉત્તમ શય્યા બનાવી. પુષ્પનાં ડીંટાઓથી દમયંતીનું શરીર દુઃખી ન થાઓ એવી બુદ્ધિથી નલે તે શય્યાને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી. માર્ગે ચાલવાથી થાકેલા તે બંને પરમેષ્ટિ નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરીને અને ભુજારૂપી લતા ઉપર મસ્તક મૂકીને વેચ્છાથી સૂઈ ગયા.
હવે દમયંતીના માર્ગના દુઃખથી અગ્નિની જેમ બળતા નળે તે વખતે જાણે હિંસક પશુઓના સંસર્ગથી હેય તેમ દૂર વિચારણા કરી. તે આ પ્રમાણે - દમયંતીને મિત્ર હું માર્ગરૂપી સમુદ્રના પારને કેવી રીતે પામીશ? પિતાની મરજી મુજબ ફરનારા પુરુષ માટે સ્ત્રીઓ સદા બેડી સમાન છે. તેથી આને સૂતેલી જ મૂકીને હું જ રહું. તે સવારે પિતાના કે દિયરના ઘરે જતી રહેશે. જાણે ભવિષ્યમાં થનારા પતિ વિયેગના