________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૧ રુચિવાળા છે. અથવા શું આ સેઈયાઓ પિતાના કાર્યમાં તત્પર નથી? જો એમ હોય તે કામની ચોરી કરનારા હેવાથી રઈયાઓને પણ દૂર કરવા જોઈએ. અથવા શું ખજૂર, ખારેક, દ્રાક્ષા, નાળિયેર અને ફળો વગેરે તથા સુખડી વગેરે દરિદ્રના ઘરમાં ન હોય તેમ નથી? શું ઉદ્યાનમાં વૃક્ષે ફલથી રહિત બની ગયા છે? જે એમ હેય તે સમજવું કે કલ્પવૃક્ષ પ્રાર્થનાથી વિમુખ બની ગયા છે, અર્થાત્ પ્રાર્થના કરવા છતાં કલ્પવૃક્ષો કંઈ આપતા નથી. અથવા શું ઘડા જેવા આઉવાળી પણ ગાયે દૂધ આપતી નથી? જો એમ હોય તે સમજવું કે ગંગા, સિધુ વગેરે નદીઓ ભયંકર ઉનાળાના તાપથી સુકાઈ ગઈ છે. હવે જે ભેજન વગેરે સામગ્રી હોવા છતાં આ સુંદરી કંઈ ખાતી નથી તે કઈ રોગ તેને પીડા કરે છે. જે તેમ હોય તે રંગને પ્રતિકાર કરવામાં કુશળ એવા બધા ઉત્તમ વૈદ્યો મભૂમિમાં પાણીની નહેરની જેમ શું મરી ગયા છે? હવે જે અમારા મહેલમાં દિવ્ય ઔષધિ તમને ન મળી તે સમજવું કે તે હિમાલય પર્વત અવશ્ય ઔષધિથી રહિત બની ગયો છે. અહે! આ સુંદરી જાણે જન્મથી જ દુખેથી દાઝેલી હોય તેમ કસાઈના ઘરમાં બાંધેલી બકરીની જેમ દુર્બલ કેમ થઈ ગઈ છે? સેવકોએ ભરત મહારાજાને નમીને આ પ્રમાણે કહ્યું – આપના ઘરમાં કલ્પવૃક્ષની જેમ અન્ન (વગેરે) કાંઈ પણ દુર્લભ નથી. પણ આપે જ્યારથી દિગ્વિજય કરવા માટે પ્રયાણ કર્યું, ત્યારથી સુંદરી સદા આયંબિલ કરે છે. આપે જ્યારે તેને દીક્ષા લેતી અટકાવી
ત્યારથી જ તે ભાવથી સાધવીની જેમ રહી છે. ભરત મહારાજાએ સુંદરીને પૂછયું: હે કલ્યાણિની! શું તું પૂજ્ય પિતાજીની પાસે દીક્ષા લેવાને ઈરછે છે? સુંદરીએ તેવી ઈરછા છે એ પ્રત્યુત્તર આપ્યો. ભરત મહારાજા ફરી બોલ્યાઃ મેં પ્રમાદથી અથવા મૂઢતાથી આટલા કાળ સુધી મહાસતી સુંદરીને દીક્ષા લેવામાં અંતરાય કર્યો. તેથી હમણાં પણ પિતાનું વાંછિત સાધતી આ મહાસતી જ ચક્કસ પૂજય પિતાજીની સાચે જ સુંદરી છે–સુંદર છે, અર્થાત્ પૂજ્ય પિતાજીના બધા સંતાનમાં આ સુંદરી જ અધિક સુંદર છે. મદિરાથી ઉન્મત્ત બનેલાની જેમ હિતાહિતને નહિ જાણતા અમે વિષયમાં આસક્ત બનીને રાજ્યસંપત્તિમાં મૂછ ધારણ કરીએ છીએ. આવા અમને ધિક્કાર થાઓ ! જેમ ભોગ સુખોને ભેગવનારા માણસો નાશવંત સુગંધવાળા પુષ્પોથી પોતાની ભેગવાંછાને સાધે છે, તેમ યેગીઓ નાશવંત આ શરીરથી જ મોક્ષને સાધે છે. માનસિક પીડા, શારીરિક રોગ, મળ, મૂત્ર, મેલ અને પરસેવા સ્વરૂપ આ શરીરને ડુંગળીના ટુકડાની જેમ સુગંધી કરવાનું શક્ય નથી. તેથી આ શરીરથી ચારિત્રરૂપ ફળ મેળવવામાં આવે તે સારું છે. નિપુણ મનુષ્ય જ રેતીમાંથી સુવર્ણના અંશની જેમ આ શરીરથી ચારિત્રરૂપ
૧. અહીં ઉન્નતિના શબ્દ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દકોષમાં મારા જોવામાં આવ્યા નથી. આથી મેં સંબંધને અનુસરીને તેને ખારેક અર્થ કર્યો છે.
૧