________________
શીલપદેશમાલા ગ્રંથને ઢંકાયેલે પણ સૂર્ય શું છે બને છે? ચંદનને ટુકડે લઈને ગુણસુંદરી સુગંધી દ્રવ્ય વેચનારની દુકાને ગઈ. ત્યાં ચંદનના ટુકડાને વેચીને મળેલા ધનથી વસ્ત્રો અને આભૂષણે લીધાં. પછી તેણે જાણે સાક્ષાત્ લેશે હોય તેવા પતિના મસ્તકના કેશને છૂટા કરીને શરીરે તેલથી મર્દન કર્યું. પછી હાથ, પગ અને નખને સ્વચ્છ કરવાપૂર્વક સ્નાન કરાવ્યું. પુણ્યથી રાજ પુત્રી મળી એથી કઠિયારાનું પુણ્ય જ પાલન કર્યું. આથી (લેકેએ) તેનું “પુણ્યથી જે પળાય=રક્ષણ કરાય તે પુણ્યપાલ” એમ સાર્થક પુણ્યપાલ” એવું નામ પાડયું.
પુણ્યપાલ જે વૃક્ષમાંથી ચંદનને ટુકડો લાવ્યા હતા તે વૃક્ષને ગુણસુંદરીએ ઘરે મંગાવ્યું. વ્યવહારથી બહાર કરાયેલા પુરુષોથી (=સાધુએથી) હમેશાં ઉપયોગમાં લેવાતાં મેરુપર્વતનાં શિખરો પણ સમય જતાં “ક્ષય પામે છે એમ જાણીને ગુણસુંદરીએ બધું ય ચંદન વેચીને હજાર સોનામહોરો મેળવી. એનાથી વેપાર કરીને વ્યવહાર ચલાવ્યું. કુશળ ગુણસુંદરી પતિને પશુની જેમ હેય-ઉપાદેયના જ્ઞાનથી રહિત જાણીને વિદ્યાભ્યાસ કરાવવા માટે બહારગામ લઈ ગઈ. ત્યાં બારાખડી ભણાવીને અક્ષરો શિખવાડડ્યા અને ગણિતના વ્યવહારમાં પણ કુશળ બનાવ્યું. વસ્ત્ર અને કરિયાણું વગેરેની પરીક્ષા કેવી રીતે કરવી તે શિખવાડયું. પછી એકાંતમાં હેય-ઉપાદેય કાર્યો સંબંધી સમજણ આપી. સર્વ વિદ્યાઓમાં કુશળ ગુણસુંદરીએ પતિને ચેડા જ દિવસેમાં ધર્મમાં અને વ્યવહારમાં અસાધારણ પ્રવીણ બનાવ્યા. ગુણસુંદરીએ પિતે સ્ત્રી હોવા છતાં પતિને તે રીતે કુશળ બનાવ્યો કે જેથી વિદ્વાનોના પણ ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. ક્રમે કરીને પતિ સ્વયં સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરવા લાગે ત્યારે નિશ્ચિત બનેલી ગુણસુંદરીએ એક પુસ્તક વાંચ્યું. તેમાં સાત ઔષધિઓને ભેગી કરી અમુક પ્રક્રિયા કરવાથી સુવર્ણની સિદ્ધિ થાય એવો પ્રયોગ જાણવામાં આવ્યું. આથી ઇંટે ભેગી કરીને તેમાં સાત ઔષધિઓ મેળવીને ઘણું સોનું બનાવ્યું. હવે તે જાણે અમૃતના સમુદ્રમાં ડૂબી હોય તેમ ચિતાથી વિશેષ મુક્ત બની; અને જેમ ભ્રમરી કમલમાં રમે તેમ તે ધર્મરૂપી ઉદ્યાનમાં અધિક રમવા માંડી. લક્ષમી વડે રાજાની જેમ વિલાસ કરતે પુણ્યપાલ પણ દાન અને ચતુરાઈપૂર્વકનાં કાર્યોથી ઘણી પ્રસિદ્ધિને પામ્યું. તેની લક્ષમી જે પ્રમાણે વધવા માંડી તે પ્રમાણે ધર્મ પણ ઉત્તરોત્તર વધવા માંડ્યો. ધર્મ વડે દાન અને દાનથી યશ ઉત્તરોત્તર વધવા માંડશે, અને તે પ્રમાણે તેની ચતુરાઈ પણ ઉત્તરોત્તર વધી. કહ્યું છે કે– જડ પણ મનુષ્યો લક્ષ્મીના પરિચયથી કુશળ બને છે, ચતુરાઈ ભરેલા ચરિત્રોવાળી સ્ત્રીઓને યૌવનને મદ જ લલિતને શુંગારવાળી ક્રીડાઓને
૧ આને ભાવ એ છે કે-જે નવું ધન મેળવવામાં ન આવે તે મેળવેલું ધન થોડા જ સમયમાં ખલાસ થઈ જાય માટે નવું ધન મેળવવું જોઈએ.